Sunday, October 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભાવનગરના ડમીકાંડમાં SITને વધુ એક સફળતા: ગ્રામ્ય ડાક સેવક સહિત બે શખ્સો...

    ભાવનગરના ડમીકાંડમાં SITને વધુ એક સફળતા: ગ્રામ્ય ડાક સેવક સહિત બે શખ્સો પકડાયા, હમણાં સુધી કુલ 46 આરોપીઓની ધરપકડ

    આ મામલે ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનમાં 36 સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાંથી 22ની ધરપકડ કરવામાં આવી છે. જયારે FIRમાં ઉલ્લેખ ન હોય તેવા 24 આરોપીઓ સહિત કુલ 46 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    - Advertisement -

    ભાવનગર ડમીકાંડ મામલે એક પછી એક વિસ્ફોટક ખુલાસા થઇ રહ્યા છે. હવે SITએ ડમી કાંડમાં સંડોવાયેલા વધુ બે આરોપીઓની ધરપકડ છે. તલગાજરડામાં પોસ્ટ વિભાગના કર્મચારી સાગર પંડ્યા અને સુરેન્દ્રનગરમાં ખેતીનો ધંધો કરતા પંકજભાઈ ધોરીયાની સંડોવણી સામે આવતા જ પોલીસે તેમને પકડી લીધા હતા. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 46 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (SIT) ભાવનગર ડમીકાંડ મામલે તાજેતરમાં સાગર બાલાશંકરભાઈ પંડ્યા (ઉં.23) અને પંકજભાઈ પ્રેમજીભાઈ ધોરીયા (ઉં.23)ની ધરપકડ કરી છે. ટીમાણા, તળાજાનો સાગર પંડ્યા તલગાજરડામાં ગ્રામ્ય ડાક સેવકની નોકરી કરે છે. પંકજભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ખીતલા ગામના રહેવાસી છે અને ખેતીનો ધંધો કરે છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા અન્ય બે આરોપીઓ કૌશિક મહાશંકર જાની અને રાજ ગીગાભાઈ ભાલીયાની તળાજાથી ધરપકડ થઇ ચૂકી છે.

    ભાવનગર ડમીકાંડ મામલે 36 સામે ગુનો નોંધાયો હતો

    રાજ્યમાં તાજેતરમાં યોજાયેલા જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના ગામડાઓના 35થી વધુ વિદ્યાર્થીઓએ ગેરરીતિ આચરી મૂળ વિદ્યાર્થીના સ્થાને ડમી વિદ્યાર્થીઓ બેસાડ્યા હતા. આ કૌભાંડ બહાર આવતા જ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો.

    - Advertisement -

    આ મામલે ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનમાં 36 સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાંથી 22ની ધરપકડ કરવામાં આવી છે. જયારે FIRમાં ઉલ્લેખ ન હોય તેવા 24 આરોપીઓ સહિત કુલ 46 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    હોલ ટિકિટ અને આધાર કાર્ડ સાથે ચેડા કરીને આચર્યું કૌભાંડ

    આરોપીઓએ વર્ષ 2012થી 2023 દરમિયાન ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ અને સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી ઉમેદવારનું કૌભાંડ આચર્યું હતું. આરોપીઓ પોતાના ફાયદા માટે આ પરીક્ષામાં બેસનારા ઉમેદવારોની હોલ ટિકિટ અને આધાર કાર્ડ ઉપરના ફોટોગ્રાફ સાથે ચેડા કરીને તેમની જગ્યાએ ડમી વ્યક્તિને બેસાડી પરીક્ષાઓ અપાવતા હતા.

    આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ ડમીકાંડમાંથી હતો આચર્યો તોડકાંડ

    ડમીકાંડ મામલે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમના પર એવો આરોપ લાગ્યો હતો કે આ પ્રેસ કોન્ફરન્સમાં નામ ન લેવા બદલ બે વ્યક્તિઓ પ્રકાશ દવે અને પ્રદીપ બારૈયા પાસેથી પોતાના માણસો સાથે મળીને એક કરોડ રૂપિયા પડાવ્યા હતા. આ બંને શખ્સો ડમીકાંડ કેસમાં આરોપીઓ છે.

    ડમીકાંડનું અત્યારસુધીનું સૌથી મોટું કૌભાંડ બહાર આવતા ભાવનગર રેન્જ આઈજી દ્વારા મામલાની તપાસ માટે 19 અધિકારીઓ અને કર્મચારીઓની એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. જેમાં 1 પીઆઈ, 8 પીએસઆઈ, LCB, SOG અને પેરોલ ફર્લો સ્ક્વોડના અધિકારીઓનો સમાવેશ થાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં