Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘સર તન સે જુદા’ સોશિયલ મીડિયા પર કરવું હતું લાઈવઃ કનૈયાલાલ સિવાય...

    ‘સર તન સે જુદા’ સોશિયલ મીડિયા પર કરવું હતું લાઈવઃ કનૈયાલાલ સિવાય પણ અન્યોની હત્યાનું હતું આયોજન, NIAની ચાર્જશીટમાં થયા ખુલાસા

    કનૈયાલાલની સાથે સાથે નીતિન જૈન, યશ પાનેરી, લવ કુશવાહા અને નવીન પ્રજાપતિની પણ હત્યાનું હતું કાવતરું.

    - Advertisement -

    ઉદયપુરમાં નુપુર શર્માનો ફોટો શેર કરવા બદલ કનૈયાલાલની ગળું કાપીને ક્રૂર હત્યા કરવામાં આવી હતી. હવે આ મામલે NIAએ ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં મોટા ખુલાસા થયા છે. ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર આંતકીઓ કનૈયાલાલની હત્યાનું સોશિયલ મીડિયામાં Live કરવા માંગતા હતા. સાથે એક બીજો ખુલાસો પણ થયો છે કે તેઓ મહિલાઓને પણ પોતાની ટીમમાં લેવા માંગતા હતા. 

    મળતી માહિતી અનુસાર, આંતકીઓએ હત્યાનું આયોજન કરવા માટે અલગ અલગ વોટ્સપ ગ્રુપો બનાવ્યા હતા. જેમાં એક ગ્રુપનું નામ ‘લબ્બીક યા રસુલ્લાહ’ રાખ્યું હતું. આ ગ્રુપમાં કોની કોની હત્યાઓ કરવી. હત્યાઓ કેવી રીતે કરવી વગેરે બાબતે ચર્ચાઓ થતી હતી. કનૈયાલાલની હત્યામાં સામેલ આંતકી રીયાઝ અત્તારી પણ આ ગ્રુપમાં હતો. તેનો ગ્રુપમાં એક મેસેજ હતો કે “અલીકે લાલ ઉતરે હૈ મેદાન મેં, અબ તો શેહ્ઝાદીભી ઉતારી હૈ, માશાઅલ્લાહ.” આનો અર્થ એ હતો કે તે મહિલાઓને પણ પોતાની આ આંતકી ટીમનો હિસ્સો બનાવવા માટે આયોજન કરી રહ્યો હતો. જયારે જયારે જરૂર પડતી ત્યારે ત્યારે તે વિડીઓ કોલ પર પણ વાતો કરતા હતા.

    વધુ એક ખુલાસો NIAની તપાસમાં થયો છે કે આ લોકો ફક્ત કનૈયાલાલની જ નહિ, આના સિવાય પણ ઘણા લોકોની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. જેમાં નીતિન જૈન, યશ પાનેરી, લવ કુશવાહા અને નવીન પ્રજાપતિના નામો સામે આવ્યા હતા. આ નામો અને તેમના ફોટો આંતકીઓના મોબાઈલમાંથી મળી આવ્યા હતા. આ તમામ લોકોએ નૂપુર શર્માના નિવેદનનો બચાવ કર્યો હતો, માટે તેમની હત્યાનું પણ આ લોકોનું આયોજન હતું. આ તમામ લોકો ઉદેપુરના અને સામાન્ય વેપારીઓ જ હતા. 

    - Advertisement -

    તમામ તપાસમાં એક ખુલાસો એ પણ થયો છે કે, આ આંતકીઓ લોકોમાં ભય બેસાડવા માંગતા હતા. માટે કનૈયાલાલની હત્યાના આરોપીની ઈચ્છા હતી કે તેની હત્યાનું સોશિયલ મીડિયામાં Live કરવામાં આવે. આના માટે રીયાઝ અત્તારીએ અમુક Youtube live કરનારા લોકોની પણ મુલાકાત કરી હતી, પરંતુ તેમાં મેળ પડ્યો ન હતો. ત્યાર બાદ તેમને આ હત્યાને Facebook પર Live કરવાનું પણ વિચાર્યું હતું. તેમાં પણ આ લોકોને સફળતા મળી ન હતી. અંતે આ લોકોએ હત્યાનો વિડીઓ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરીને ગ્રુપમાં નાખ્યો હતો. 

    હાલમાં NIA પોતાની ચાર્જશીટ દાખલ કરી છે. તમામ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં