Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટધર્માંતરિત થયેલા આદિવાસીઓના ડિલિસ્ટિંગ માટે અમદાવાદમાં યોજાઈ મહારેલી: જનજાતિ સુરક્ષા મંચ દ્વારા...

    ધર્માંતરિત થયેલા આદિવાસીઓના ડિલિસ્ટિંગ માટે અમદાવાદમાં યોજાઈ મહારેલી: જનજાતિ સુરક્ષા મંચ દ્વારા સંસદમાં બિલ પસાર કરવાની માંગ, મોટી સંખ્યામાં લોકો જોડાયા

    રેલી જમાલપુર બ્રીજ, RTO સર્કલ તથા દધિચી બ્રીજ પાસેથી નીકળી હતી અને આશ્રમ રોડ વલ્લભ સદનની પાછળના રિવરફ્રન્ટ ખાતે પહોંચી હતી. પરંપરાગત પોશાક પહેરેલા આદિવાસીઓના હાથમાં બેનર અને ઝંડા જોવા મળ્યા હતા હતા.

    - Advertisement -

    આદિવાસી સમુદાયે પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવતાં અમદાવાદમાં શનિવારે (27 મે, 2023) મહારેલી યોજી હતી, જેમાં રાજ્યભરમાંથી લોકો સામેલ થયા હતા. આદિવાસી સમાજના કેટલાક લોકો ધર્માંતરણ કર્યા બાદ પણ એ તમામ લાભ ઉઠાવે છે જે એક આદિવાસીને મળે છે. આના કારણે મૂળ આદિવાસી સમાજ લાભ મેળવવાથી વંચિત રહી જાય છે. ગુજરાત જનજાતિ સુરક્ષા મંચે આના વિરોધમાં આદિવાસીઓની સિંહ ગર્જના મહારેલી યોજીને આવા લોકોના ડિલિસ્ટિંગની માંગણી કરી હતી.

    અમદાવાદ શહેરમાં રિવરફ્રન્ટ ખાતે અલગ-અલગ ત્રણ જગ્યાએથી આદિવાસીઓની સિંહ ગર્જના મહારેલી કાઢવામાં આવી હતી. આ રેલી જમાલપુર બ્રીજ, RTO સર્કલ તથા દધિચી બ્રીજ પાસેથી નીકળી હતી અને આશ્રમ રોડ વલ્લભ સદનની પાછળના રિવરફ્રન્ટ ખાતે પહોંચી હતી. પરંપરાગત પોશાક પહેરેલા આદિવાસીઓના હાથમાં બેનર અને ઝંડા જોવા મળ્યા હતા હતા.

    ઉલ્લેખનીય છે કે, આદિવાસીઓને ડરાવી, લલચાવી કે ફોસલાવીને તેમનું ધર્માંતરણ કરવાનું ષડ્યંત્ર દાયકાઓથી ચાલે છે. જોકે, કાયદાકીય અડચણો આવતી હોવાના કારણે ધર્માંતરિત થયેલા લોકો કાગળ પર પોતાનો ધર્મ બદલતા નથી અને હિંદુ જ રહે છે. જેના કારણે અનામત સહિતના અન્ય લાભો મળવાના ચાલુ રહે છે. જેના વિરોધમાં આદિવાસીઓએ રેલીના માધ્યમથી સરકાર પાસે ન્યાયની માંગણી કરી છે.

    - Advertisement -

    ગુજરાત જનજાતિ સુરક્ષા મંચ દ્વારા સંસદમાં બિલ પસાર કરવાની માંગણી

    આરએસએસ સમર્થિત સંસ્થા ગુજરાત જનજાતિ સુરક્ષા મંચે એવા લોકોના ડિલિસ્ટિંગની માંગણી કરી છે જેમણે અન્ય ધર્મમાં પરિવર્તન કર્યું છે અથવા મૂર્તિ પૂજામાં નથી માનતા. રેલીના કાર્યક્રમમાં સંસ્થા દ્વારા સંસદને ડિલિસ્ટિંગ માટેનું બિલ પસાર કરવાની અપીલ કરવામાં આવી હતી અને જો એમ ન થાય તો વિરોધને દિલ્હી સુધી લઈ જવાની ચેતવણી આપી હતી.

    મધ્ય પ્રદેશના જ્યુડિશિયલ અધિકારી પ્રકાશ કુમાર ઉઇકેએ રાજ્યના વિવિધ ભાગોમાંથી આવેલા આદિવાસીઓને સંબોધતાં કહ્યું કે, “કાં તો તમે ખ્રિસ્તી હોઈ શકો અથવા મુસ્લિમ અથવા અનુસૂચિત જનજાતિના હોઈ શકો. અમારા બાળકો IAS કે IPS અધિકારી નથી બની શકતા પરંતુ એક ધર્માંતરિત વ્યક્તિ અમારા અધિકારો છીનવીને એ બની જાય છે.”

    હાલોલના સંત સ્વામી પ્રસાદે કહ્યું- ‘ધર્મ પરિવર્તન કેન્સર સમાન છે’

    નિષ્ઠા સ્વામિનારાયણ ગુરુકુલ સાથે સંકળાયેલા હાલોલના સંત પ્રસાદ સ્વામીએ તેમના સંબોધનમાં ધર્મ પરિવર્તનને કેન્સર સમાન ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “આજે તાપી જિલ્લામાં સરકારી રેકોર્ડમાં ખ્રિસ્તી વસ્તી 1-2 ટકા દર્શાવવામાં આવે છે પરંતુ વાસ્તવમાં 50 ટકાથી વધુ લોકો કાવતરાનો ભોગ બનીને ચોરીછૂપીથી ખ્રિસ્તી બની ગયા છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં