Saturday, July 27, 2024
More
    હોમપેજસંપાદકની પસંદફરી ઉઠી ડી-લિસ્ટીંગની માંગ: ધર્માંતરિત થયેલા આદિવાસીઓને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી કઢાવવા માટે...

    ફરી ઉઠી ડી-લિસ્ટીંગની માંગ: ધર્માંતરિત થયેલા આદિવાસીઓને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી કઢાવવા માટે જનજાતિ સુરક્ષા મંચ અમદાવાદમાં કરશે મહારેલી

    જનજાતિ સુરક્ષા મંચના અધિકારી સાથે થયેલી ઑપઇન્ડિયાની વાતચીત અનુસાર આ મહારેલીમાં આદિવાસી સમાજના સળગતા પ્રશ્નોને વાચા આપવા માટે મધ્યપ્રદેશના વર્તમાન ડિસ્ટ્રિક્ટ જજ એવા ન્યાયાધીશ પ્રકાશજી ઉઈકે મુખ્યવક્તા તરીકે ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપવાના છે.

    - Advertisement -

    ગુજરાત અને સમગ્ર ભારતમાં વસતા ભોળા આદિવાસીઓને ડરાવી-લલચાવી-ફોસલાવીને ધર્માંતરિત કરવાનું કાવતરું દાયકાઓથી ચાલી રહ્યું છે એ તો સૌ જાણે છે. પરંતુ ઈસાઈ કે મુસ્લિમ ધર્મમાં ધર્માંતરિત થયેલા આદિવાસીઓ લઘુમતીનો લાભ તો લેતા જ હોય છે સાથે જ તેમનો જૂનો અનુસૂચિત જનજાતિનો લાભ પણ છોડતા નથી. જેનો વિરોધ દર્શાવવા હાલ સોશિયલ મીડિયા પર ધર્માંતરિત થયેલા આદિવાસીઓના ડી-લિસ્ટીંગ માટે #Delisting_SinhGarjana હેશટેગ વાઇરલ થઇ રહ્યો છે.

    અહેવાલો મુજબ જનજાતિ સુરક્ષા મંચ – ગુજરાત આગામી 27 મેના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ડી-લિસ્ટીંગની માંગ લઈને એક મહારેલી આયોજિત કરવા જઈ રહ્યું છે. આ રેલીનું નામ છે સિંહ ગર્જના મહારેલી. આ રેલીમાં ખુબ જ મોટી સંખ્યામાં આદિવાસીઓ ભેગા થવાના એંધાણ છે.

    જનજાતિ સુરક્ષા મંચના અધિકારી સાથે થયેલી ઑપઇન્ડિયાની વાતચીત અનુસાર આ મહારેલીમાં આદિવાસી સમાજના સળગતા પ્રશ્નોને વાચા આપવા માટે મધ્યપ્રદેશના વર્તમાન ડિસ્ટ્રિક્ટ જજ એવા ન્યાયાધીશ પ્રકાશજી ઉઈકે મુખ્યવક્તા તરીકે ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપવાના છે.

    - Advertisement -

    જનજાતિ સુરક્ષા મંચના પ્રાંત સંયોજક સાથે ઑપઇન્ડિયાની ખાસ વાતચીત

    આ વિષયને લઈને ઑપઇન્ડિયાએ જનજાતિ સુરક્ષા મંચના અધિકારીઓ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. તો અમારી વાત જનજાતિ સુરક્ષા મંચના ગુજરાતના પ્રાંત સંયોજક બલવંતસિંહ રાવત સાથે થઇ. અમે આ સમગ્ર બાબતે તેમને જે પણ પ્રશ્નો પૂછ્યા તેના તેઓએ ખુબ વિસ્તારથી જવાબ આપ્યા હતા જે નીચે મુજબ છે.

    ડી-લિસ્ટીંગ એટલે શું?

    અહિયાં નોંધ કરવા લાયક બાબત એ છે કે આદિવાસી વિસ્તારોમાં મિશનરીઓ અને અન્ય સંસ્થાઓ દ્વારા ભોળા હિંદુ આદિવાસીઓનું ધર્મ પરીવર્તન કરવાનો ધંધો ચાલી રહ્યો છે. આદિવાસીઓનું ઈસાઈ કે મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવ્યા બાદ ધર્માંતરિત થયેલા આદિવાસીઓના લઘુમતી તરીકેના લાભ મળવા છતાંય પણ આ લોકો અનુસુચિત જનજાતિના લાભ લેવાનું બંધ નથી કરતાં એટ્લે કે બેવડો લાભ લે છે. જેના કારણે મૂળ જરૂરિયાતમંદ હિંદુ આદિવાસીઓને પૂરતો લાભ મળી નથી શકતો.

    આ જ કારણે હિંદુ આદિવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ સરકારને ડી-લિસ્ટીંગનો કાયદો બનાવીને આવા ધર્માંતરણ થયેલ લોકોને અનુસુચિત જનજાતિ લિસ્ટમાંથી કઢાવવા દબાણ કરી રહ્યા છે.

    ડી-લિસ્ટીંગ કોનું?

    • જે દેવી-દેવતાને નથી માનતા તેનું
    • જે સંસ્કૃતિ અને રૂઢિ-પરંપરાને નથી માનતા તેનું
    • જે ખ્રિસ્તી કે મુસ્લિમ બની ગયા છે તેનું

    ડી-લિસ્ટીંગ શા માટે?

    • પદ્મશ્રી બજાજના રિપોર્ટ મુજબ અનુસૂચિત જનજાતિ એટલે કે ST ને મળતા ૭૦% થી વધુ લાભ ધર્માંતરિત એટલે કે ખોટા આદિવાસી લઇ રહ્યા છે.
    • સાચા જનજાતિને છેલ્લા ૭૫ વર્ષથી થઇ રહ્યો છે અન્યાય

    ડી-લિસ્ટીંગ માટેહમણાં સુધી શું પગલાંઓ લેવાયા?

    • જનજાતિ નેતા સ્વ.કાર્તિક ઉરાંવજી ૧૯૬૬-૬૭ અને ૧૯૭૦ બે વખત સંસદમાં ઉઠાવ્યો મુદ્દો
    • આ વિષયમાં ૩૫૨ જેટલા સાંસદો દ્વારા હસ્તાક્ષર
    • ૧૯૬૭માં સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા ડી-લિસ્ટીંગને સમર્થન
    • ૨૦૦૯માં દેશના ૨૮ લાખ લોકોનું હસ્તાક્ષર દ્વારા માનનીય રાષ્ટ્રપતિને આવેદન
    • ૨૦૨૦માં મહામહિમ રાષ્ટ્રપતિ અને માનનીય વડાપ્રધાનના નામે દેશના, ૧૪ રાજ્યના રાજ્યપાલશ્રીઓને, ૭ રાજ્યના મુખ્યમંત્રીને તથા ૨૮૮ જિલ્લા ક્લેક્ટરને અપાયુ આવેદન
    • ૨૦૨૨માં દેશભરમાં જિલ્લા સંમેલનો તથા ૪૫૨ સાંસદોને અપાયું આવેદન

    સોશિયલ મીડિયામાં આજે છવાયેલું રહ્યું #Delisting_SinhGarjana

    આજે ટ્વીટર અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પર નેટિઝન્સે ખુબ મોટી સંખ્યામાં આ વિષયમાં ટ્વીટ કે પોસ્ટ કરીને પોતાની માંગણીઓ મૂકી હતી. જેમાંથી અમુક અહીંયા જોઈ શકાય છે.

    વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાતના ઓફિસિયલ આઇડીથી ટ્વીટ કરીને લખવામાં આવ્યું હતું કે, “ડી-લિસ્ટીંગ મહારેલી બંધારણ મુજબ પોતાની રૂઢિ-પરંપરા અને સંસ્કૃતિને છોડી પોતાનો મત-ધર્મ બદલી, પરંપરાને છોડી દેનારને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી દૂર કરાવા તે છે ‘ડી લીસ્ટીંગ’.”

    યોગી દેવનાથે પણ આ વિષયમાં #Delisting_SinhGarjana હેશટેગ સાથે ટ્વીટ કર્યું હતું.

    અરુણ યાદવે ટ્વીટર પર લખ્યું કે, “દરેક સાચો આદિવાસી જાણે છે કે, ‘જો કોઈ આદિવાસી હિંદુ નથી, તો તે આદિવાસી નથી’ આજે આ સમયનો પુકાર છે, ડી-લિસ્ટીંગ સાકાર થવું જોઈએ.”

    સાધ્વી પ્રાચીએ પણ લખ્યું હતું કે, “ધર્મ બદલનારા લોકોને અનુસૂચિત જનજાતિનો વિશેષ લાભ મળવો જોઈએ નહીં.”

    આ સિવાય પણ ઘણા નેટિઝન્સે પોતાના વિચાર આ જ હેશટેગ સાથે રજૂ કર્યા હતા.

    નોંધનીય છે કે આ પહેલા પણ ડી-લિસ્ટીંગ માટેની માંગ અવિરત ઉઠતી રહી છે. ભૂતકાળમાં પણ જનજાતિ સુરક્ષા મંચ આ બાબતે ઘણા કાર્યક્રમો આપી ચૂક્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં