Thursday, May 29, 2025
More
    હોમપેજદેશ‘તાળી એક હાથે ન વાગે’: સુપ્રીમ કોર્ટે બળાત્કાર કેસમાં 23 વર્ષીય સોશિયલ...

    ‘તાળી એક હાથે ન વાગે’: સુપ્રીમ કોર્ટે બળાત્કાર કેસમાં 23 વર્ષીય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને આપ્યા વચગાળાના જામીન, કહ્યું- 40 વર્ષની પીડિતા નાનું બાળક નથી

    બેન્ચે કહ્યું કે, "તાળી એક હાથે નથી વાગતી. તમે આઈપીસીની કલમ 376 હેઠળ કયા આધારે કેસ નોંધ્યો છે? તે (મહિલા) બાળક નથી. મહિલા 40 વર્ષની છે. તેઓ એકસાથે જમ્મુ ગયા છે. આ મહિલા સાત વખત જમ્મુ જાય છે અને તેના પતિને કોઈ ચિંતા નથી."

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે (Supreme Court) બળાત્કારના મામલામાં (Rape Case) એક વ્યક્તિના વચગાળાના જામીન (Interim Bail) મંજૂર કર્યા છે. આ દરમિયાન કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે જેની ઘણી ચર્ચા થઈ રહી છે. કોર્ટે 40 વર્ષીય મહિલા પર બળાત્કાર કરવાના આરોપી 23 વર્ષીય ઇન્ફ્લુએન્સરને વચગાળાના જામીન આપ્યા છે. કોર્ટનું માનવું છે કે આરોપી 9 મહિનાથી જેલમાં છે અને તેની સામે આરોપો ઘડવામાં આવ્યા નથી. કોર્ટે એમ પણ કહ્યું કે મહિલા ‘બાળક નથી’ અને ‘તાળી એક હાથે ન વાગે’.

    28 મેના રોજ આ મામલે ન્યાયાધીશ બીબી નાગરત્ના અને સતીશ ચંદ્ર શર્માની બેન્ચે સુનાવણી કરી હતી. દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને પ્રશ્ન કર્યા હતા કે મહિલા સ્વેચ્છાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે જમ્મુ જવા તૈયાર હતી ત્યારે દિલ્હી પોલીસે ઇન્ફ્લુએન્સર સામે બળાત્કારનો કેસ કેવી રીતે નોંધ્યો?

    ‘તાળી એક હાથે ન વાગે’

    બેન્ચે કહ્યું કે, “તાળી એક હાથે નથી વાગતી. તમે આઈપીસીની કલમ 376 હેઠળ કયા આધારે કેસ નોંધ્યો છે? તે (મહિલા) બાળક નથી. મહિલા 40 વર્ષની છે. તેઓ એકસાથે જમ્મુ ગયા છે. તમે 376નો આશરો કેમ લીધો? આ મહિલા સાત વખત જમ્મુ જાય છે અને તેના પતિને કોઈ ચિંતા નથી.”

    - Advertisement -

    કોર્ટે આરોપી 9 મહિનાથી જેલમાં હતો એ બાબતને ધ્યાનમાં રાખીને વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે કહ્યું કે, “આરોપી 9 મહિનાથી જેલમાં છે અને આરોપો ઘડવામાં આવ્યા નથી, તેથી વચગાળાના જામીન આપવા માટે આ યોગ્ય કેસ છે.” કોર્ટે નિર્દેશ આપ્યો કે આરોપીને ટ્રાયલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે અને શરતોને આધીન વચગાળાના જામીન આપવામાં આવે.

    કોર્ટે આરોપીને જામીનની શરતોનું કડક પાલન કરવા અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા આદેશ આપ્યો છે. સાથે જ, કોર્ટે એમ પણ જણાવ્યું કે, “આરોપોની ગંભીરતા હોવા છતાં, ન્યાયી પ્રક્રિયા માટે તમામ પાસાઓનું મૂલ્યાંકન કરવું જરૂરી છે.” કોર્ટે ઉલ્લેખ કર્યો કે, “આવા કેસોમાં બંને પક્ષોના દાવાઓ અને પુરાવાઓની ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે તથા આરોપોની ગંભીરતા હોવા છતાં, આરોપીને જામીનનો હક નકારી શકાય નહીં જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય.”

    શું હતો સમગ્ર મામલો?

    મહિલા વર્ષ 2021માં તેના કપડાંની બ્રાંડને પ્રમોટ કરવા માટે થઈને ઇન્ફ્લુએન્સરના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે મેસેજમાં તથા રૂબરૂમાં પણ વાતચીત થયેલી હતી. ઇન્ફ્લુએન્સરની માંગ પર મહિલાએ તેને આઇફોન પણ અપાવ્યો હતો. જોકે મહિલાએ આરોપ લગાવ્યો હતો કે ઇન્ફ્લુએન્સરે ડિસેમ્બર 2021માં તેની મીઠાઈમાં નશીલો પદાર્થ ભેળવીને તેને બેભાન કરી હતી. ત્યારપછી તેના પર્સમાંથી પૈસા લૂંટ્યા, તેનું યૌનશોષણ કર્યું અને તેના અશ્લીલ ફોટા પાડી તેના પર દબાણ બનાવવા લાગ્યો.

    આ મામલે મહિલાની ફરિયાદ પર પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 376 (બળાત્કાર), 354 (મહિલા પર હુમલો), 323 (જાણીજોઈને ઇજા પહોંચાડવી), 506 (ગુનાહિત ધાકધમકી), 509 (મહિલાના સન્માનનું અપમાન કરવું) અને 34 હેઠળ FIR નોંધી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં