Monday, April 22, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ'ભગવંત માને દારૂ પીને કહ્યું... ઓયે..., આજે પ્લેન હું ચલાવીશ' - AAP...

  ‘ભગવંત માને દારૂ પીને કહ્યું… ઓયે…, આજે પ્લેન હું ચલાવીશ’ – AAP નેતાએ લખી દિલની વાત, હવે પડી રહી છે ગાળો

  અગાઉ પણ ઘણીવાર ભગવંત માન જાહેરમાં દારૂ પીને લથડીયા ખાતા નજરે પડ્યા છે.

  - Advertisement -

  કોમેડિયન અને AAP નેતા શ્યામ રંગેલાએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વિશે ટ્વિટર પર ટિપ્પણી કરી હતી, જે હવે તેમના પર ભારે પડી રહી છે. વાસ્તવમાં, પંજાબના સીએમ ભગવંત માનને જર્મનીમાં ફ્લાઈટમાંથી ઉતારી દીધા બાદ કોમેડિયને ટ્વીટ કર્યું, “જ્યાં સુધી મને લાગે છે, ભગવંત માન માત્ર દારૂ પીતા નથી, પરંતુ ભગવંત માને દારૂ પીને કહ્યું… ઓયે…, આજે પ્લેન હું ચલાવીશ’. જિદ્દ પણ કરી જ હશે, તો જ ઉતારી મુક્યા હોય.

  શ્યામ રંગીલાનું આ ટ્વીટ AAP નેતાઓ અને સમર્થકોને પસંદ આવ્યું નથી લાગતું. આ પછી આપ સમર્થકોએ સોશિયલ મીડિયા પર તેમનાજ નેતાને “ખરું ખોટું” સંભળાવવાનું શરૂ કર્યું. ઝાહિદ નામના યુઝરે લખ્યું, “અબે શકલથી ચરસી તો તુ દેખાય છે. અડધા કિલોનું માંસ નથી શરીરમાં, અને વાતો કરે છે.

  AAP કાર્યકર સુજીત સચને લખ્યું, “મને લાગે છે કે શ્યામ રંગીલાજીએ ભાજપ કાર્યાલયમાં તેમનું ID સબમિટ કરાવ્યું છે.”

  - Advertisement -

  AAPના અન્ય એક કાર્યકર સંજય રાઠીએ લખ્યું કે, શું તમે આમ આદમી પાર્ટી છોડી દીધી છે કે પછી પાર્ટીમાં રહીને પાર્ટીની વાટ લગાવી રહ્યા છો.

  એમ સુથાર યુઝરનેમ સાથે AAP સમર્થકે લખ્યું, “CMની પોસ્ટની મજાક ન ઉડાવો. તમે સમાચારની ચકાસણી કર્યા વિના તેની ટીકા કરી શકો છો, પરંતુ તમે જૂઠાણું ફેલાવી શકતા નથી.”

  બીજી તરફ આમ આદમી પાર્ટીના અન્ય યુઝર અને સમર્થકે લખ્યું કે, રાજનીતિમાં પ્રવેશતા પહેલા હસી-મજાક સારું હતું. જો તમારે રાજકારણમાં આવીને આ બધું કરવાનું હોય તો તમે ખોટી પાર્ટીમાં આવી ગયા છો. કોંગ્રેસમાં જાઓ બધા જોકર્સ ત્યાં જ છે.”

  સંજય શર્મા નામના યુઝરે કોમેડિયનના ટ્વીટનો જવાબ આપતા લખ્યું, “તે આજે સસ્તો નશો કર્યો લાગે છે, આ સમાચાર સાચા છે કે ખોટા પહેલા તપાસ તો કર? હવે બસ આખી જીંદગી મિમિક્રી કરતો રહે, તમારાથી કંઈ થઈ શકે તેમ નથી.

  એક યુઝરે લખ્યું, “કોમેડીમાં ટાઈમિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે શ્યામ જી. અસત્યની તરફેણમાં કોમેડી કરવી, તે પણ જ્યારે સત્ય ખબર પડશે ત્યારે તે ખરાબ કોમેડી હશે.

  સીએમ કેજરીવાલ પર નિશાન સાધતા માસન નામના યુઝરે લખ્યું કે, એવું લાગે છે કે આ કેજરીવાલની સ્ક્રિપ્ટ છે. આવી સ્ક્રીપ્ટની મદદથી કેજરીવાલે પોતાની પાર્ટીના મોટા મોટા નેતાઓને લપેટામાં લઇ લીધા છે! પહેલા ખબરો પ્લાન્ટ કરાવો, પછી જ્યારે એ વ્યક્તિની નેગેટિવ ઈમેજ બની જય ત્યારે તેને લાત મારીને બહાર કઢીમુકો, આ કેજરીવાલનું બહુ જૂનું હથિયાર છે! નેક્સ્ટ માન.”

  કોમેડિયને પણ પ્રતિક્રિયા આપી

  નોંધનીય છે કે આ બધી ટીકાઓ બાદ કોમેડિયન રંગીલાએ પણ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે. તેણે લખ્યું છે કે, “મેં કોઈ પણ રીતે સાબિત કર્યું નથી કે સમાચાર સાચા છે, હું સૌપ્રથમ તો કોમેડિયન છું અને ઉપર સ્પષ્ટ રીતે મજાકમાં લખ્યું છે કે ‘મને લાગે છે’, દરેકના ફેક ન્યૂઝ બને છે અને તેમાંથી જોક્સ બને છે. આને માત્ર મજાકમાં લો. આભાર.”

  નોંધનીય છે કે કોમેડિયન રંગીલા આ વર્ષના મે મહિનાની શરૂઆતમાં આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો. આ માહિતી શેર કરતા તેમણે લખ્યું હતું કે, “રાજસ્થાનને પણ ‘કામની રાજનીતિ’ની જરૂર છે, અને અમે ‘કામની રાજનીતિ’ અને ‘આપ’ની સાથે છીએ. આભાર.”

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં