Saturday, April 27, 2024
More
    હોમપેજરાજકારણ'મેં માફિયા મુખ્તાર અંસારી પર POTA લાગુ કર્યો, તો મુલાયમ સરકારે મને...

    ‘મેં માફિયા મુખ્તાર અંસારી પર POTA લાગુ કર્યો, તો મુલાયમ સરકારે મને રાજીનામું આપવા મજબૂર કરી દીધો’: ભૂતપૂર્વ IPS શૈલેન્દ્ર સિંઘે કર્યા ઘણા ખુલાસા

    તેમણે કહ્યું, "પણ મેં મારા રાજીનામામાં મારું કારણ લખ્યું અને જનતા સમક્ષ મૂક્યું કે આ એ જ સરકાર છે જેને તમે ચૂંટ્યા, જે માફિયાઓને રક્ષણ આપી રહી છે અને તેમના આદેશ પર કામ કરી રહી છે. હું કોઈના પર ઉપકાર નહોતો કરી રહ્યો, આ મારી ફરજ હતી."

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર અને સમાજવાદી પાર્ટીના નેતા માફિયા મુખ્યા અંસારીનું ગુરુવારે (28 માર્ચ) મોત થયું છે. અંસારીના મૃત્યુ બાદ પૂર્વ ડીએસપી શૈલેન્દ્ર સિંઘે તેની સાથે જોડાયેલી એક ઘટના યાદ કરી છે. તેમણે દાવો કર્યો હતો કે મુલાયમ સિંહની સરકાર અંસારીને બચાવવા માગતી હતી અને તે માટે તેમને રાજીનામું આપવાની ફરજ પડાઇ હતી.

    ANI સાથે વાત કરતા પૂર્વ IPS અધિકારી શૈલેન્દ્ર સિંઘે કહ્યું કે, “20 વર્ષ પહેલા 2004માં મુખ્તાર અન્સારીનું સામ્રાજ્ય ચરમસીમા પર હતું. જ્યાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો તે વિસ્તારોમાં તે ખુલ્લી જીપમાં ફરતો હતો. તે સમયે મેં લાઇટ મશીનગન રિકવર કરી હતી, આ પહેલા કે પછી કોઈ રીકવરી થઈ ન હતી. મેં તેના પર POTA (The Prevention of Terrorism Act) નાખ્યો હતો, પરંતુ મુલાયમ સરકાર તેને કોઈપણ ભોગે બચાવવા માગતી હતી.”

    સિંઘે આગળ કહ્યું કે, “સિંહે દાવો કર્યો કે તેઓએ (મુલાયમ સરકારે) અધિકારીઓ પર દબાણ કર્યું, આઈજી-રેન્જ, ડીઆઈજી અને એસપી-એસટીએફની બદલી કરવામાં આવી, મને પણ 15 દિવસમાં રાજીનામું આપવાની ફરજ પડી.” તેમણે કહ્યું, “પણ મેં મારા રાજીનામામાં મારું કારણ લખ્યું અને જનતા સમક્ષ મૂક્યું કે આ એ જ સરકાર છે જેને તમે ચૂંટ્યા, જે માફિયાઓને રક્ષણ આપી રહી છે અને તેમના આદેશ પર કામ કરી રહી છે. હું કોઈના પર ઉપકાર નહોતો કરી રહ્યો, આ મારી ફરજ હતી.”

    - Advertisement -

    60થી વધુ કેસ, 8 કેસમાં સજા

    ઉત્તર પ્રદેશનો એક સમયનો માફિયા ડૉન અને અનેક ગુનાઓમાં સપડાયેલો મુખ્તાર અન્સારી વર્ષ 2005થી જેલમાં બંધ છે. આ પહેલાં પંજાબની રોપડ જેલમાં બંધ હતો. 2021માં તેને ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં લાવવામાં આવ્યો હતો, ત્યારથી તે અહીં જ બંધ હતો. 

    તેની સામે કુલ 60થી વધુ ક્રિમિનલ કેસ ચાલી રહ્યા હતા. ઉત્તર પ્રદેશ લાવવામાં આવ્યા બાદ જુદા-જુદા 8 કેસમાં તેને સજા સંભળાવવામાં આવી હતી. તાજેતરમાં 13 માર્ચના રોજ તેને ખોટા દસ્તાવેજોના આધારે આર્મ્સ લાયસન્સ મેળવવાના ગુનામાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. તે પહેલાં એપ્રિલ, 2023માં એક અપહરણ અને હત્યાના કેસમાં તેને કોર્ટે દોષી ઠેરવીને 10 વર્ષની સજા ફટકારી હતી. 

    નોંધનીય છે કે મંગળવારે (26 માર્ચ) તબિયત બગડતાં માફિયા મુખ્તારને હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં 14 કલાક સારવાર ચાલ્યા બાદ ફરી જેલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ગુરુવારે રાત્રે અચાનક તેને હાર્ટ અટેક આવ્યો અને તેના સેલમાં બેભાન હાલતમાં પડેલો મળ્યો હતો. ત્યારબાદ તેને હૉસ્પિટલ મોકલવામાં આવ્યો, પરંતુ ન બચ્યો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં