Tuesday, April 30, 2024
More
    હોમપેજદેશસાંઈ બાબા અંગેની ટિપ્પણી મામલે બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સામે...

    સાંઈ બાબા અંગેની ટિપ્પણી મામલે બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સામે ફરિયાદ: શિવસેના યુવા સેનાના નેતાએ FIRની કરી માંગણી

    ફરિયાદમાં કહેવામાં આવ્યું કે, “શાસ્ત્રીના એક ભક્તે સાંઈ બાબાની પૂજા અંગે સવાલ કર્યો હતો. આશ્ચર્યજનક રીતે, શાસ્ત્રી તેમના ભક્તના પ્રશ્નનો જવાબ એ રીતે આપે છે જેથી સાંઈ બાબાના સન્માન, આરાધ્યતા અને આહ્વાનનું અપમાન થાય.”

    - Advertisement -

    શિવસેના (ઉદ્ધવ જૂથ)ની યુવા સેનાના એક નેતાએ બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સામે 20મી સદીના સંત શિરડી સાંઈ બાબા અંગે કરેલી ટિપ્પણી બદલ ફરિયાદ નોંધાવી છે. યુવા સેનાના નેતાએ મુંબઈ પોલીસને લેખિતમાં આપેલી ફરિયાદમાં એફઆઈઆર નોંધવાની માંગણી પણ કરી છે.

    યુવા સેનાના નેતા, રાહુલ નારાયણ કનાલે 3 એપ્રિલના રોજ મુંબઈની બાંદ્રા પોલીસમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સામે ફરિયાદ નોંધાવી હતી. ANIની રિપોર્ટ મુજબ, કમ્પલેંટ લેટરમાં લખવામાં આવ્યું હતું કે, “મેં એક સેલ્ફ-સ્ટાઈલ્ડ બાબા, જેઓ બાગેશ્વર ધામ સરકાર તરીકે ઓળખાય છે, તેમનો એક વિડીયો જોયો. તેઓ વિડીયોમાં પોતાના કથિત ભક્તોની વિશાળ સભાને સંબોધિત કરે છે અને તેમના પ્રશ્નોના જવાબ આપે છે.”

    ફરિયાદમાં કહેવામાં આવ્યું કે, “શાસ્ત્રીના એક ભક્તે સાંઈ બાબાની પૂજા અંગે સવાલ કર્યો હતો. આશ્ચર્યજનક રીતે, શાસ્ત્રી તેમના ભક્તના પ્રશ્નનો જવાબ એ રીતે આપે છે જેથી સાંઈ બાબાના સન્માન, આરાધ્યતા અને આહ્વાનનું અપમાન થાય.”

    - Advertisement -

    યુવા સેનાના નેતાએ આગળ લખ્યું કે, “સાંઈ બાબા અંગે આવી અપમાનજનક ટિપ્પણી માત્ર નિંદાને પાત્ર નથી, પણ કલમ 153-A અને IPCના અન્ય ગુનાઓ હેઠળ ફોજદારી કાર્યવાહી કરવા યોગ્ય છે કારણ કે તે સમુદાય અને પેટા વિભાગોમાં નફરત અને દુશ્મનાવટ ફેલાવવા સમાન છે. બાગેશ્વર ધામ સરકાર દ્વારા જાણીજોઈને સાંઈ બાબાનું અપમાન કરવામાં આવ્યું હોય તેવું લાગે છે. તેમણે શાંતિપૂર્ણ સમાજમાં સાંપ્રદાયિક તિરાડ ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે.”

    રાહુલ નારાયણ કનાલે પત્રમાં એવું પણલખ્યું હતું કે, “જાહેર સભાઓમાં આ પ્રકારના ભાષણોને રોકવા માટે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને આની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.”

    સાંઈ બાબાને ભગવાન ન કહી શકાય- પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી

    ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી, જેઓ બાગેશ્વર ધામ સરકાર તરીકે જાણીતાં છે તેઓ જબલપુર, મધ્યપ્રદેશમાં ધાર્મિક પ્રચાર કરી રહ્યા હતા. તેમના કાર્યક્રમ દરમિયાન શૈલેન્દ્ર રાજપૂત નામના વ્યક્તિએ તેમને સાંઈ બાબાની પૂજા અંગે સવાલ કર્યો હતો.

    તેમના પ્રશ્નનો જવાબ આપતાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું હતું કે, “આપણા ધર્મના શંકરાચાર્યજીએ સાંઈ બાબાને દેવતાનું સ્થાન આપ્યું નથી. શંકરાચાર્ય હિંદુ ધર્મના વડા પ્રધાન છે. તેથી તેનું પાલન કરવું એ દરેક સનાતનીનું કર્તવ્ય છે. આપણા ધર્મના કોઈપણ સંત, પછી તે ગોસ્વામી તુલસીદાસજી હોય કે સૂરદાસજી હોય, તે સંત છે, મહાપુરુષ છે, યુગપુરુષ છે, કલ્પપુરુષ છે પણ ભગવાન નથી.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં