Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ રાજસ્થાનમાં FIR, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ:...

    બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ રાજસ્થાનમાં FIR, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ: કહ્યું હતું- 100 લીલા ઝંડાઓની જગ્યાએ ભગવા લગાવો

    ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સામે IPC કલમ 153A (વિવિધ સમૂહો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

    - Advertisement -

    બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ફરી ચર્ચામાં આવી ગયા છે. એક ધર્મસભામાં ભાષણ આપતાં તેમણે કુંભલગઢ કિલ્લા પર લાગેલા લીલા ઝંડાઓને બદલે ભગવો ધ્વજ લગાવવાની વાત કરી હતી. જેની ઉપર ‘ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો’ આરોપ લગાવીને રાજસ્થાનમાં એક FIR દાખલ કરવામાં આવી છે.

    બાગેશ્વર ધામ સરકારના નામથી જાણીતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુરુવાર (23 માર્ચ 2023)ના રોજ રાજસ્થાનના ઉદયપુર પહોંચ્યા હતા. અહીંના ગાંધી મેદાનમાં આયોજિત એક ધર્મસભાને સંબોધિત કરતાં તેમણે એવું કહ્યું કે, પાકિસ્તાનને હિંદુ રાષ્ટ્ર તો બનાવી જ નાંખીશું પણ કુંભલગઢમાં જે 100 લીલા ઝંડા લાગેલા છે તેને ભગવામય બનાવવાના છે. તેમણે કહ્યું, “100 લીલા ઝંડા કુંભલગઢના કિલ્લામાં ફરકી રહ્યા છે, આ લીલાઓનો દેશ નથી, ભગવાઓનો દેશ છે.” વિડીયોમાં તેમનું આ નિવેદન 8.30 મિનિટે સાંભળી શકાય છે.

    તેમણે આગળ કહ્યું કે, “જો તમે આમ ન કરી શક્યા, તો તમે કાયર છો. તમે ડૂબી મરો. તમારા રહેતાં કોઈ મહારાણા પ્રતાપના કિલ્લામાં, બપ્પા રાવલના કિલ્લામાં, મીરાબાઈની ભૂમિમાં લીલો ઝંડો કેમ ફરકાવી જાય. અહીં રામનો ઝંડો લહેરાવો જોઈએ. હું તમને પ્રાર્થના કરું છું કે તમારી અંદર થોડું પણ સનાતનનું લોહી હોય તો ઊઠો અને જાગો. જ્યાં 100 લીલા ઝંડા લાગ્યા છે ત્યાં ભગવા લહેરાવો.”

    - Advertisement -

    વન ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, એસપી વિકાસ શર્માએ કહ્યું કે, “ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કુંભલગઢ કિલ્લા પર લાગેલા લીલા ઝંડાને બદલે ભગવો ધ્વજ લગાવવાની વાત કરી હતી. આ ‘ભડકાઉ નિવેદન’ને લઈને એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમણે એવી વાતો કરી છે જેથી શહેરના લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. આ સમગ્ર મામલાની સઘન તપાસ ચાલી રહી છે.”

    ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સામે IPC કલમ 153A (વિવિધ સમૂહો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ASP ચંદ્રશીલ ઠાકુરે કહ્યું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન બાદ ગુરુવારે (23 માર્ચ 2023) રાત્રે કેટલાક યુવકોએ કુંભલગઢના કિલ્લામાં અશાંતિ પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં પાંચ છોકરાઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં