Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસંદેશખાલીમાં હિંદુ મહિલાઓ પર અત્યાચાર આચરનાર શેખ શાહજહાંનો 'સ્વેગ' ગાયબ: ફૂટી-ફૂટીને રડતો...

    સંદેશખાલીમાં હિંદુ મહિલાઓ પર અત્યાચાર આચરનાર શેખ શાહજહાંનો ‘સ્વેગ’ ગાયબ: ફૂટી-ફૂટીને રડતો હોય તેવો સામે આવ્યો વિડીયો, ભાજપે કહ્યું- નીકળી ગયો ઘમંડ

    ભાજપના IT સેલના હેડ અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે, "સ્વેગ ગાયબ થઈ ગયો છે. મમતા બેનર્જીનો પોસ્ટર બોય- બળાત્કારી શેખ શાહજહાં એક નાદાન બાળકની જેમ રડી રહ્યો છે.ઘમંડ નીકળી ગયો છે."

    - Advertisement -

    પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં અનેક હિંદુ મહિલાઓ સાથે જાતીય હિંસા અને જમીન પચાવી પાડવાના આરોપી શેખ શાહજહાંનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં તે ફૂટી-ફૂટીને રડતો જોવા મળી રહ્યો છે. આ એ જ આરોપી શાહજહાં શેખ છે જેના પર અનેક હિંદુ દલિત મહિલાઓ પર અત્યાચાર આચારવાનો આરોપ છે. 29 ફેબ્રુઆરીના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે કોર્ટમાં તેની હાજરી દરમિયાન તે ‘સ્વેગ’ સાથે ચાલતો જોવા મળ્યો હતો. જતી વખતે તેણે ઘમંડ પણ બતાવ્યો હતો. જ્યારે હવે તેનો ‘સ્વેગ’ ગાયબ થઈ ગયો છે.

    સંદેશખાલીમાં અનેક હિંદુ મહિલાઓનો આરોપી શેખ શાહજહાં હવે કર્મોની સજા ભોગવી રહ્યો છે. શાહજહાંનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તે રડતો જોવા મળી રહ્યો છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, કોર્ટમાંથી આવીને તે પોલીસવાનમાં બેઠો છે. તેના પરિવારના કેટલાક સભ્યો અને સમર્થકો બહાર ઊભા છે. શાહજહાં શેખ તેની નાની દીકરીને બહાર જોતાં જ ફૂટી-ફૂટીને રડી પડ્યો હતો. સોશિયલ મીડિયામાં તેનો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો પણ કહી રહ્યા છે કે, જે પીડા તે દલિત મહિલાઓને થઈ હતી, આજે તે પીડા શાહજહાં ભોગવી રહ્યો છે.

    આ ઉપરાંત શાહજહાં શેખના વિડીયોને લઈને ભાજપ પણ મેદાને ઉતર્યું છે. ભાજપના IT સેલના હેડ અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે, “સ્વેગ ગાયબ થઈ ગયો છે. મમતા બેનર્જીનો પોસ્ટર બોય- બળાત્કારી શેખ શાહજહાં એક ભોળા બાળકની જેમ રડી રહ્યો છે. ઘમંડ નીકળી ગયો છે. જ્યારે કાયદાના શિકંજામાં આવશે, તો તેને બચાવવા કોઈ નહીં આવે. મમતા બેનર્જી પણ નહીં. તે પોતાના મંત્રીઓને પણ નથી બચાવી શક્યા. વધુ સમય બચ્યો નથી.”

    - Advertisement -

    નોંધનીય છે કે, શાહજહાં શેખની ઓળખ TMCના એક શક્તિશાળી અને પ્રભાવશાળી નેતા તરીકે છે. તે સંદેશખાલી યુનિટનો TMC અધ્યક્ષ પણ રહી ચૂક્યો છે. પહેલીવાર તે ત્યારે ચર્ચામાં આવ્યો હતો, જ્યારે EDની ટીમ રાશન કૌભાંડ મામલે તેની પૂછપરછ કરવા પહોંચી હતી. તે સમયે તેના ગુંડાઓએ એજન્સી પર હુમલો કરી દીધો હતો. તે બાદ સંદેશખાલીમાં પણ તેની ચર્ચાએ જોર પકડયું અને પીડિત મહિલાઓ પણ સામે આવી હતી. જેણે શાહજહાં પર બળાત્કાર જેવા આરોપો લગાવ્યા હતા. ત્યારપછી કોલકાતા હાઈકોર્ટના આદેશ પર તેની ધરપકડ કરવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં