અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના ઉત્તર પ્રદેશ પ્રદેશ અધ્યક્ષે હિંદુઓ વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપ્યું છે. એક જનસભા સંબોધિત કરતાં તેમણે દાવો કર્યો કે મુસ્લિમોએ 832 વર્ષ હિંદુસ્તાન પર શાસન કર્યું હતું અને હિંદુઓ તેમની સામે હાથ જોડીને જી-હજુરી કરતા હતા.
આ નેતાનું નામ શૌકત અલી છે. યુપીના સંભલમાં તેઓ એક જનસભા સંબોધિત કરી રહ્યા હતા. ભાષણમાં તેમણે હિંદુઓ અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપ્યું હતું. તેમણે હિંદુઓને ધમકી આપતાં એમ પણ કહ્યું કે, તેમની બહેન જોધાબાઈ સાથે નિકાહ કરીને અકબરે તેને ‘મલ્લિકા-એ-હિંદુસ્તાન’ બનાવી હતી. સાથે અકબર-જોધાબાઈના લગ્નને ‘સેક્યુલરીઝમ’નું મોટું ઉદાહરણ પણ ગણાવ્યું હતું.
સભામાં ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવતાં તેમણે કહ્યું કે, તેઓ જ્યારે નબળા પડે છે ત્યારે મુસ્લિમોના નિકાહ, ત્રિપલ તલાક, મદ્રેસાઓની તપાસ અને જ્ઞાનવાપી જેવા મુદ્દાઓ લઈને આવી જાય છે. તેમણે જ્ઞાનવાપી કેસમાં શિવલિંગના કાર્બન ડેટિંગનો ઇનકાર કરવાના કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું અને કહ્યું કે, દેશ બંધારણથી ચાલશે, ભાજપની ઈચ્છાથી નહીં.
हिंदुओं को अपशब्द कहना और उनका अपमान करना इस जेहादी पार्टी के नेताओं की आदत हो गयी है 😡😡😡
— Pragya Tripathi 🇮🇳 (@Pragya1307) October 15, 2022
आप भी सुनिए! AIMIM नेता शौकत अली का ये बेतुका बयान 👇👇 pic.twitter.com/OgzcAraGPQ
શૌકત અલીએ મુસ્લિમોના હકો માટે લડાઈ લડવાનો દાવો કરીને કહ્યું કે, આ ‘બંધારણીય લડાઈ’ ચાલુ રહેશે. તેમણે આગળ કહ્યું, “અમે ત્રણ લગ્ન કરીએ પણ છીએ તો ત્રણ પત્નીઓને સમાજમાં ઈજ્જત અપાવીએ છીએ. પરંતુ તમે તો (હિંદુઓ) લગ્ન કરીને અન્ય ત્રણ મહિલાઓ સાથે સબંધ રાખો છો. ન પત્નીને ઈજ્જત આપો છો કે ન અન્ય મહિલાઓને. અમે પત્નીઓ રાખીએ છીએ, ઈજ્જત આપીએ છીએ અને રેશન કાર્ડમાં બાળકોનાં નામો પણ ઉમેરીએ છીએ.
હિજાબ મામલે શૌકત અલીએ કહ્યું કે, કોણે શું પહેરવું છે એ બંધારણ નક્કી કરશે. ભાજપ પર દેશ તોડવાનો આરોપ લગાવીને ઓવૈસીની પાર્ટીના નેતાએ દાવો કરતાં કહ્યું કે, દેશમાં મુસ્લિમોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને મોબ લિંચિંગ, વક્ફ અને હિજાબ જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ગોલકુંડા કિલ્લામાં એક રેલીને સંબોધિત કરતાં શુક્રવારે (14 ઓક્ટોબર 2022) કહ્યું હતું કે, મુસ્લિમ છોકરીઓ હિજાબ જ પહેરશે, જેને પસંદ હોય એ બિકીની પહેરે. તેમણે કહ્યું હતું કે, “તેઓ કહે છે કે મુસ્લિમ નાના બાળકોને હિજાબ પહેરવા માટે મજબુર કરે છે. શું આપણે ખરેખર દીકરીઓને મજબુર કરી રહ્યા છીએ? અમારી દીકરીઓને હિજાબ પહેરવા દો, તમે ઈચ્છો તો બિકીની પહેરી શકો છો.”