Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરંગીલા થરૂર ફરી ફસાયા: લેખિકા ગીતાંજલિ શ્રી સાથે સ્ટ્રોબેરી શૅર કરી અને...

    રંગીલા થરૂર ફરી ફસાયા: લેખિકા ગીતાંજલિ શ્રી સાથે સ્ટ્રોબેરી શૅર કરી અને નેટીઝન્સે પોતાની હ્યુમર બતાવી

    એક તરફ કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીની ઇડી દ્વારા થઇ રહેલી તપાસનો વિરોધ કરવા રસ્તા પર છે ત્યારે બીજી તરફ શશી થરુર લંડનમાં પોતાની જ મસ્તીમાં મસ્ત છે. આ અંગે નેટીઝન્સના વિવિધ પ્રતિભાવો જોવા મળ્યા હતા.

    - Advertisement -

    પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે નેશનલ હેરાલ્ડ કેસ મામલે પૂછપરછ માટે ઇડી સમક્ષ હાજર થયા હતા. રાહુલ ગાંધી ઇડી સમક્ષ હાજર થાય તે પહેલાં દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ ખૂબ હોબાળો મચાવ્યો હતો અને જે બાદ કેટલાક કાર્યકરો અને નેતાઓની અટકાયત પણ કરવામાં આવી હતી. જેમાં કેટલાક કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ સામેલ હતા. બીજી તરફ, વરિષ્ઠ કોંગ્રેસ નેતા શશિ થરૂર આ બધાથી દૂર અલગ જ મિજાજમાં જોવા મળ્યા હતા. જેથી યુઝરોએ તેમની મજા લીધી હતી.

    એક તરફ દિલ્હીમાં કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓ રાહુલ ગાંધીના સમર્થનમાં નારાબાજી અને પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યાં બીજી તરફ કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે લંડનથી એક તસ્વીર પોસ્ટ કરી હતી. જેમાં તેઓ લેખિકા ગીતાંજલિ શ્રી સાથે જોવા મળ્યા હતા. 

    શશિ થરૂર આમ પણ પોતાના રંગીન મિજાજના કારણે સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે ત્યારે આજે પણ નેટિઝન્સ મજા લેવામાં પાછળ રહ્યા ન હતા. કોઈકે ટીખળ કરી તો કોઈએ તેમને તેમના સાથીદારોની સ્થિતિ યાદ કરાવી હતી અને યુઝરોએ મજા લીધી હતી.

    - Advertisement -

    @spoof_junky હેન્ડલ ધરાવતા યુઝરે લખ્યું કે, અન્ય કોંગ્રેસી નેતાઓ ઇન્દિરા ગાંધી કે રાજીવ ગાંધીનો વારસો આગળ ધપાવી શકે, પરંતુ જવાહરલાલ નહેરુનો વારસો તો શશિ થરૂર જ આગળ લઇ જશે. સાથે તેમણે આ બાબતને લઈને તેમને શશિ થરૂર પ્રત્યે આદર હોવાનું પણ જણાવ્યું હતું. 

    અન્ય એક યુઝરે કેરળના જ સાંસદ અને કોંગ્રેસ નેતા કે.સી વેણુગોપાલની તસ્વીર પોસ્ટ કરીને લખ્યું હતું કે એક તરફ વેણુગોપાલની દિલ્હીમાં ધરપકડ થઇ છે અને બીજી તરફ કેરળના જ સાંસદ શશિ થરૂર લંડનમાં મજા માણી રહ્યા છે. 

    શશિ થરૂરના ટ્વિટની નીચે કેટલાક યુઝરોએ મીમ્સ પણ પોસ્ટ કરવાના શરૂ કરી દીધા હતા. જેમાંથી મોટાભાગના આજે સવારની ઘટનાઓ સંદર્ભે હતા. 

    સુમિત કેજરીવાલ નામના યુઝરે લખ્યું કે, એક તરફ રાહુલ ગાંધી ઈડીમાં પૂછપરછમાં હાજરી આપી રહ્યા છે અને બીજી તરફ તેમની જ પાર્ટીના નેતા લંડનમાં મજા માણી રહ્યા છે. 

    આ ઉપરાંત, કેટલાક કોંગ્રેસ સમર્થક યુઝરોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને તેમણે શશિ થરૂરને આમ ન કરવાની સલાહ આપી હતી. એક યુઝરે કહ્યું કે જ્યારે આખી કોંગ્રેસ રસ્તા પર ઉતરીને ‘લડી રહી’ હોય ત્યારે આ તસ્વીર મૂકવાનો યોગ્ય સમય નથી. 

    એક કોંગ્રેસ કાર્યકરે તેમને પૂછ્યું હતું કે તેઓ કેમ પાર્ટી સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાતા નથી? તેમણે શશિ થરૂર સામાન્ય સમર્થકોનો વિશ્વાસ ગુમાવી રહ્યા હોવાનો પણ બળાપો કાઢ્યો હતો. એક યુઝરે કહ્યું કે, સાચા કોંગ્રેસીઓ રાહુલ ગાંધી સાથે લડી રહ્યા છે અને બીજી તરફ શશિ થરૂર એન્જોય કરી રહ્યા છે. 

    તો વળી એક યુઝરે શશિ થરૂરના જેકેટ પર તિરંગો જોઈને કહ્યું હતું કે આખરે તેમણે તિરંગો બરાબર લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં ટ્વિટર પર પોસ્ટ કરેલ તસ્વીરોમાં શશિ થરૂરના જેકેટ પર લગાવવામાં આવેલ તિરંગો ઉંધો લગાવેલો જોવા મળ્યો હતો. જે બાદ ટ્વિટર પર યુઝરોએ તેમની ઝાટકણી કાઢી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં