Saturday, October 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅતીક અને અશરફના જનાજામાં ચોરીછુપીથી આવવા માગતી હતી શાઇસ્તા, પોલીસને છેતરવા બનાવ્યો...

    અતીક અને અશરફના જનાજામાં ચોરીછુપીથી આવવા માગતી હતી શાઇસ્તા, પોલીસને છેતરવા બનાવ્યો હતો પ્લાન: ઉમેશ પાલ હત્યામાં ફરાર છે માફિયા પત્ની

    શાઇસ્તા પરવીન પ્રયાગરાજમાં હોવાની જાણકારી પોલીસને જફરઉલ્લાહના દીકરા આતીન જફરે આપી હતી. આતીન અતીક અહેમદના દીકરા અસદનો મિત્ર છે અને તેની સાથે જ લખનૌમાં રહેતો હતો.

    - Advertisement -

    ઉમેશ પાલ હત્યાકાંડની આરોપી અને માફિયા અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન ઘણા સમયથી ફરાર છે અને તે વારંવાર પોલીસને છેતરવામાં સફળ થઈ રહી છે. અતીક અને તેના ભાઈ અશરફ અહેમદની હત્યા બાદ પોલીસ એ વિચારીને સતર્ક થઈ ગઈ હતી હતી કે, શાઇસ્તા પોતાના પતિ અને દિયરને અંતિમ વિદાય આપવા જરૂર પહોંચી આવશે. જોકે, પોલીસને તેના આવવા અંગે કોઈ જાણકારી ન મળી અને એવું કહેવામાં આવ્યું કે તેણે અતીક અને અશરફના અંતિમ દર્શન પણ નથી કર્યા. પરંતુ હવે એવો ખુલાસો થયો છે કે શાઇસ્તા પરવીન ગુપ્ત રીતે જનાજામાં હાજરી આપવા માગતી હતી.

    શાઇસ્તા પરવીન 15 અને 16 એપ્રિલે પ્રયાગરાજમાં જ હતી અને તે પતિ અને દિયરના જનાજામાં સામેલ થવા માગતી હતી. રિપોર્ટ અનુસાર, શાઇસ્તા અતીકના વફાદાર જફરઉલ્લાહના ઘરે ખુલ્દાબાદમાં રોકાઈ હતી. આ દરમિયાન તેની સાથે પાંચ લાખનો ઇનામી સાબિર પણ હાજર હતો. શાઇસ્તા પતિના જનાજામાં હાજરી આપવા પ્રયાગરાજમાં જ રોકાઈ હતી, પરંતુ પોલીસને આ અંગે જરા પણ શંકા ગઈ ન હતી. ઉલ્લેખનીય છે કે, અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન માથે 50 હજારનું ઇનામ છે.

    અતીક અહેમદની પત્ની શાઇસ્તા અંગે જફરના દીકરાએ કર્યો ખુલાસો

    શાઇસ્તા પરવીન પ્રયાગરાજમાં હોવાની જાણકારી પોલીસને જફરઉલ્લાહના દીકરા આતીન જફરે આપી હતી. આતીન અતીક અહેમદના દીકરા અસદનો મિત્ર છે અને તેની સાથે જ લખનૌમાં રહેતો હતો. ઉમેશ પાલ હત્યાકાંડ બાદ પોલીસના ડરથી તે ખુલ્હાબાદ સ્થિત પોતાના ઘરે ભાગી આવ્યો હતો.

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર, પોલીસે આતીનની પૂછપરછ કરતાં તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આતીને કહ્યું હતું કે, 15 એપ્રિલે અતીક-અશરફની હત્યાના બીજા દિવસે ફરાર શાઇસ્તા ખુલ્દાબાદ સ્થિત જફરઉલ્લાહના ઘરે પહોંચી હતી. તેની સાથે ઉમેશ પાલ હત્યાકાંડનો આરોપી સાબિર પણ હતો.બંને વેશ બદલીને અતીક અને અશરફના જનાજામાં સામેલ થવા માટે કસારી-મસારી સ્થિત કબ્રસ્તાનમાં પણ જવાના હતા. જોકે, ભારે પોલીસ બંદોબસ્તને કારણે બંનેએ પોતાનો ઈરાદો બદલી નાખ્યો હતો. એ પછી રાતભર તેઓ ત્યાં જ રોકાયા અને બીજા દિવસે પરોઢે ઘર છોડીને ક્યાંક ભાગી નીકળ્યા હતા. શાઇસ્તાએ ઇનામી સાબિરને ચાર દિવસ પહેલા જ (2 મે 2023) જફરઉલ્લાહના ઘરે કોઈ કામથી મોકલ્યો હતો. જોકે, એ વખતે પણ તે પોલીસને છેતરવામાં સફળ રહ્યો હતો.

    ઉમેશ પાલના હત્યારાઓને શરણ આપવાના આરોપમાં પ્રયાગરાજ પોલીસે અસદના મિત્ર આતીનની ધરપકડ કરી લીધી છે. આતીનના કારણે પોલીસને અસદનો વધુ એક આઈફોન મળી આવ્યો છે. તો આતીનનો પિતા જફર પહેલાંથી જ લખનૌ જેલમાં બંધ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં