Saturday, April 27, 2024
More
    હોમપેજદેશશાહરૂખ, સલમાન પહોંચ્યા મહારાષ્ટ્રના CMના દ્વારે: એકનાથ શિંદેના ઘરે લીધો ગણપતિ પૂજનમાં...

    શાહરૂખ, સલમાન પહોંચ્યા મહારાષ્ટ્રના CMના દ્વારે: એકનાથ શિંદેના ઘરે લીધો ગણપતિ પૂજનમાં ભાગ, અન્ય ઘણા સેલિબ્રિટી પણ રહ્યા હાજર

    મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેના ઘરે અન્ય પણ ઘણા અભિનેતાઓ અને સેલિબ્રિટી હાજર રહ્યા હતા. જેમાં જૈકી શ્રોફ, અર્જુન રામપાલ, આશા ભોંસલે, બોની કપૂર, રશ્મિ દેસાઈ, પંકજ ત્રિપાઠી સહિત અન્ય પણ ઘણા સેલિબ્રિટી ઉપસ્થિત રહ્યા હતા. CMના ઘરે થયેલા ગણપતિ પૂજનના કાર્યક્રમના ઘણા ફોટો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે.

    - Advertisement -

    દેશભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ઘણી જગ્યાએ તો ગણપતિ બાપ્પાનું વિસર્જન પણ થઈ રહ્યું છે. સેલિબ્રિટીથી લઈને સામાન્ય માણસ પણ ગણેશોત્સવમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. એજ ઉપક્રમમાં મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેના ઘરે પણ ગણપતિ બાપ્પાનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેમાં રવિવારે (24 સપ્ટેમ્બરે) CM એકનાથ શિંદેના ઘરે ગણપતિ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સલમાન ખાન અને શાહરુખ ખાન સહિત અન્ય ઘણા સેલિબ્રિટી પણ ભાગ લેવા માટે પહોંચ્યા હતા.

    રવિવારે (24 સપ્ટેમ્બરે) મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેના ઘરે ગણપતિ પૂજન નિમિત્તે ઘણા સેલિબ્રિટી હાજર રહ્યા હતા. સલમાન ખાન અને શાહરુખ ખાન પણ તેમના આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોચ્યા હતા. સલમાન ખાનની સાથે તેમની બહેન અર્પિતા અને તેમના બનેવી આયુષ શર્મા પણ જોવા મળ્યા હતા. જ્યારે શાહરુખ ખાન તેમના મેનેજર પૂજા દદલાની સાથે CMના ઘરે પહોંચ્યા હતા. બંને અભિનેતાઓએ મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે સાથે ફોટા પણ પડાવ્યા હતા. હાલ સોશિયલ મીડિયામાં શાહરુખ ખાન અને સલમાન સાથે એકનાથ શિંદેના ફોટા ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

    ફોટોમાં સલમાન ખાન અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. ગણપતિ પૂજનમાં ભાગ લેવા માટે તેમણે લાલ રંગનો કુર્તો, પઈજામો પહેરેલો જોવા મળે છે. સાથે જ ગળામાં ભગવા રંગ જેવુ પીતાંબર પણ જોવા મળી રહ્યું છે. જેના પર ‘શ્રી ગણેશાય નમઃ’ લખેલું જોઈ શકાય છે. સલમાન ખાનના ફેન્સને તેમનો આ અંદાજ ખૂબ પસંદ આવ્યો છે.

    - Advertisement -

    જ્યારે શાહરુખ ખાન ગણપતિ પૂજન માટે વાદળી રંગ જેવા પઠાણી સૂટમાં નજરે પડ્યા હતા અને તેમના ગળામાં પણ પીતાંબર જોવા મળી રહ્યું હતું. નોંધનીય છે કે થોડા સમય પહેલાં જ શાહરુખ ખાને મુંબઈના લોકપ્રિય ‘લાલબાગ ચા રાજા’ ના દર્શન પણ કર્યા હતા. ત્યારે તેમની સાથે તેમનો નાનો પુત્ર અબરામ પણ હાજર હતો.

    એ ઉપરાંત મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેના ઘરે અન્ય પણ ઘણા અભિનેતાઓ અને સેલિબ્રિટી હાજર રહ્યા હતા. જેમાં જૈકી શ્રોફ, અર્જુન રામપાલ, આશા ભોંસલે, બોની કપૂર, રશ્મિ દેસાઈ, પંકજ ત્રિપાઠી સહિત અન્ય પણ ઘણા સેલિબ્રિટી ઉપસ્થિત રહ્યા હતા. CMના ઘરે થયેલા ગણપતિ પૂજનના કાર્યક્રમના ઘણા ફોટો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. જેમાં સલમાન ખાન અને શાહરુખ ખાન સહિત અન્ય ઘણા લોકોને જોઈ શકાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં