Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહારાષ્ટ્ર: ભારત જોડો યાત્રામાં કોંગ્રેસના નેતા ઢળી પડ્યા, 'સેવા દળ'ના મહાસચિવ કૃષ્ણ...

    મહારાષ્ટ્ર: ભારત જોડો યાત્રામાં કોંગ્રેસના નેતા ઢળી પડ્યા, ‘સેવા દળ’ના મહાસચિવ કૃષ્ણ કુમાર પાંડેનું હૃદય રોગના હુમલાથી નિધન

    દેગલુર અને અટકલી વચ્ચે 'ભારત જોડો યાત્રા' દરમિયાન કૃષ્ણકાંત પાંડે જમીન પર પડી ગયા હતા, ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

    - Advertisement -

    કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ હાલ મહારાષ્ટ્ર સુધી પહોંચી છે, આ દરમિયાન હાથમાં તિરંગો લઈને જઈ રહેલા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ‘સેવા દળ’ના મહાસચિવ કૃષ્ણ કુમાર પાંડેનું નિધન થયું છે. હ્રદય રોગના હુમલાથી તેમનું નિધન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે, પાંડે કોંગ્રેસના સેવાદળના મહાસચિવ હતા, જેને પાર્ટીના પાયાનું સંગઠન માનવામાં આવે છે, તો બીજી તરફ કૃષ્ણ કુમાર પાંડેનું નિધન થયાના સમાચારો બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને જયરામ રમેશ સહિત અન્ય ઘણા નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

    અહેવાલો અનુસાર, ઘટના બની ત્યારે કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં હતી. દરમિયાન, દેગલુર અને અટકલી વચ્ચે બિલોલીની યાત્રા દરમિયાન, કૃષ્ણકાંત પાંડે જમીન પર પડી ગયા. જે બાદ તેને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તબીબોએ તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાવીને મૃત જાહેર કર્યા હતા.

    કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વિટ કરીને કૃષ્ણ કુમાર પાંડેના નિધનની પુષ્ટિ કરી હતી. તેમણે લખ્યું હતું કે, “ભારત જોડો યાત્રાના 62માં દિવસે સેવાદળના મહાસચિવ કૃષ્ણ કુમાર પાંડે રાષ્ટ્રધ્વજ પકડી દિગ્વિજય સિંહ અને મારી સાથે ચાલી રહ્યા હતા. થોડી વાર પછી તેમણે એક સહકર્મીને ત્રિરંગો સોંપ્યો અને પાછા ફરી ગયા. ત્યાર બાદ તેઓ ત્યાંજ ઢળી પડ્યા, અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.”

    - Advertisement -

    તો બીજી તરફ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને કૃષ્ણ કુમાર પાંડેના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો, પોતાના ટ્વીતમાં રાહુલ લખે છે કે, “કોંગ્રેસ સેવા દળના મહાસચિવ કૃષ્ણકાંત પાંડેજીનું નિધન સમગ્ર કોંગ્રેસ પરિવાર માટે ખૂબ જ દુઃખદ છે. હું તેમના પ્રિયજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. આજે યાત્રા દરમિયાન અંતિમ ક્ષણે તેમણે તિરંગો હાથમાં લીધો હતો. દેશ પ્રત્યેનું તેમનું સમર્પણ આપણને હંમેશ માટે પ્રેરણા આપતું રહેશે.”

    ઉલ્લેખનીય છે કે કે કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા‘ કન્યાકુમારીથી શરૂ થઈ હતી. આ યાત્રા 12 રાજ્યોમાંથી પસાર થશે અને કુલ 3500 કિલોમીટરનું અંતર કવર કરશે અને જમ્મુ અને કાશ્મીરમાં સમાપ્ત થશે. ‘ભારત જોડો યાત્રા’ શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાયેલી છે. સોમવારે (7 નવેમ્બર, 2022), બેંગલુરુની એક કોર્ટે પ્રખ્યાત ફિલ્મ KGF ચેપ્ટર-2ના ગીતોના કૉપિરાઇટ કેસમાં કોંગ્રેસ અને ‘ભારત જોડો યાત્રા’ના ટ્વિટર એકાઉન્ટને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો .

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં