Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત અને ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ પર કમિટી બનાવવાની વિરુદ્ધ કરાઈ હતી...

    ગુજરાત અને ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ પર કમિટી બનાવવાની વિરુદ્ધ કરાઈ હતી અરજી: સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી હતી, કમિટીને ગણાવી યોગ્ય

    સર્વોચ્ચ અદાલતે સોમવારે, 9 જાન્યુઆરીએ, રાજ્યો દ્વારા થતી યુનિફોર્મ સિવિલ કોડ પર સમિતિની સ્થાપનાને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે અરજીને ફગાવી દીધી અને કહ્યું કે રાજ્ય સરકારોને સમિતિઓ બનાવવાનો અધિકાર છે.

    - Advertisement -

    ઉત્તરાખંડ સરકારે સમાન નાગરિક સંહિતા (UCC)ના અભ્યાસ માટે એક સમિતિની રચના કરી હતી. ગુજરાત સરકારે આ માટે એક સમિતિની રચના કરવાનો નિર્ણય પણ લીધો હતો. આ બે રાજ્ય સરકારોના સમિતિની રચનાના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેને સોમવારે એટલે કે 9મી જાન્યુઆરીએ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.

    યુનિફોર્મ સિવિલ કોડ પર કમિટીની રચનાને પડકારતી અરજી પર સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે માત્ર સમિતિની રચનાને પડકારી શકાય નહીં. બંધારણના અનુચ્છેદ 162 હેઠળ રાજ્યોને આવી સમિતિની રચના કરવાનો અધિકાર છે.

    ઉત્તરાખંડ સરકારની સમિતિ મે સુધીમાં પોતાનો રિપોર્ટ કરશે રજૂ

    નોંધનીય છે કે ઉત્તરાખંડ સરકારે 27 મે, 2022ના રોજ સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક નિષ્ણાત સમિતિની રચના કરી હતી. ઉત્તરાખંડ સરકાર દ્વારા રચાયેલી સમિતિને રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC)ના અભ્યાસ અને અમલીકરણની જવાબદારી સોંપવામાં આવી હતી. તાજેતરમાં, સરકારે સમિતિનો કાર્યકાળ વધુ છ મહિના માટે લંબાવ્યો હતો. આ સમિતિ મે 2023 સુધીમાં પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કરી શકે છે.

    - Advertisement -

    નોંધનીય છે કે ઉત્તરાખંડ દેશનું પહેલું રાજ્ય છે જેણે યુનિફોર્મ સિવિલ કોડ પર કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે. ઉત્તરાખંડ સરકારની જેમ ગુજરાત સરકારે પણ કમિટી બનાવવાનું નક્કી કર્યું હતું.

    વિધાનસભા ચૂંટણી પહેલા જ ગુજરાતમાં સમિતિની રચનાનો થયો હતો નિર્ણય

    ઉત્તરાખંડ બાદ ગુજરાત સરકારે ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલા સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો હતો. ગયા વર્ષે 29 ઓક્ટોબરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારે યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણનો અભ્યાસ કરવા માટે એક સમિતિ બનાવવાનું નક્કી કર્યું હતું.

    ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આદર્શ આચારસંહિતા લાગુ થાય તે પહેલાં સમિતિની રચના કરવામાં આવશે. નોંધનીય છે કે વિધાનસભા ચૂંટણી પહેલાના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં પણ આ મુદ્દાને સ્થાન મળ્યું હતું.

    અનૂપ બરનવાલ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી

    અનુપ બરનવાલે યુનિફોર્મ સિવિલ કોડ પર કમિટી બનાવવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. જેના પર ચીફ જસ્ટિસ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની ખંડપીઠે સુનાવણી કરી હતી.

    સુનાવણી બાદ CJIએ કહ્યું કે માત્ર સમિતિના બંધારણને પડકારી શકાય નહીં. બંધારણના અનુચ્છેદ 162 હેઠળ રાજ્યોને આવી સમિતિની રચના કરવાનો અધિકાર છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં