Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોર્ટે ટી રાજાના જામીન મંજૂર કર્યા બાદ હૈદરાબાદમાં આખી રાત વિરોધ પ્રદર્શન...

    કોર્ટે ટી રાજાના જામીન મંજૂર કર્યા બાદ હૈદરાબાદમાં આખી રાત વિરોધ પ્રદર્શન ચાલ્યું: ‘સર તન સે જુદા’ના નારા લગાવતા ટોળાએ સબ ઈન્સ્પેક્ટર સહિત 4 લોકોને ગંભીર રીતે ઘાયલ કર્યા

    જૂના શહેરમાં હાઈ એલર્ટ અપાયા બાદ શાલીબંદામાં ટોળા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    કોર્ટે ટી રાજાના જામીન મંજૂર કર્યા બાદ હૈદરાબાદમાં આખી રાત વિરોધ પ્રદર્શન ચાલ્યું હતું, પયગંબર મોહમ્મદ પર તથાકથિત ટિપ્પણી કરનાર બીજેપી ધારાસભ્ય ટી રાજા સિંહની મંગળવારે સવારે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ રાત સુધીમાં તેમને જામીન મળી ગયા હતા. કોર્ટે ટી રાજાના જામીન મંજૂર કર્યા તેના વિરોધમાં હૈદરાબાદમાં અલગ-અલગ સ્થળોએ લોકોએ આખી રાત હિંસક હુલ્લડો કર્યા. આ વિરોધ પ્રદર્શનોમાં સબ ઈન્સ્પેક્ટર સહિત ચાર લોકો ઘાયલ થયા હતા.

    અહેવાલો મુઈજબ મોટી સંખ્યામાં મુસ્લિમ ટોળાઓએ ગોશામહલ તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને રસ્તામાંજ અટકાવ્યા હતા. અંબરપેટ, તલ્લાબકટ્ટા, મોગલપુરા, ખિલવત, બહાદુરપુરા અને ચંચલગુડાથી ઉગ્ર વિરોધ અને હુલ્લડોના અહેવાલો મળી રહ્યા છે.

    ‘સર તન સે જુદા’ ના નારા લાગ્યા

    - Advertisement -

    સોમવારે રાત્રે પણ હૈદરાબાદમાં વિવિધ સ્થળોએ દેખાવો થયા હતા. ત્યારે સિંહની ધરપકડની માંગ કરવામાં આવી હતી, પરંતુ ધરપકડ બાદ જામીન મળ્યા બાદ મંગળવારે રાત્રે ભીડે ‘ગુસ્તાખે નબી કી એક જાઝના, સર તન સે જુદા’ના નારા લગાવ્યા હતા.

    જૂના શહેરમાં હાઈ એલર્ટ

    હૈદરાબાદમાં લોકો જામીન મળવાનો વિરોધ કરી રહ્યા છે. ભાજપના ધારાસભ્ય રાજા સિંહના વિરોધમાં મોગલપુરામાં ટોળા દ્વારા પોલીસની પેટ્રોલ કારની તોડફોડ કરવામાં આવી હતી. સ્થળ પર તૈનાત પોલીસે સ્થિતિને કાબુમાં લીધી હતી

    અહેવાલો મુજબ જૂના શહેરમાં હાઈ એલર્ટ અપાયા બાદ શાલીબંદામાં ટોળા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. ભાજપના સસ્પેન્ડેડ ધારાસભ્ય રાજા સિંહ સામે ગેરકાયદેસર રીતે એકઠા થયેલા સેંકડો લોકો સામે પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લાવવા પ્રયાસ કરી રહી છે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા વધારાના દળો અને વોટર કેનન પણ બોલાવી હતી. હૈદરાબાદના જૂના શહેરમાં પયગંબર મુહમ્મદ વિશે અપમાનજનક ટિપ્પણી બદલ ભાજપના ધારાસભ્ય રાજા સિંહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન હજુ પણ ચાલુ છે. શાલીબંદામાં સેંકડો કટ્ટરવાદી લોકો એકઠા થયા હતા અને ધારાસભ્ય રાજા સિંહનું પૂતળું બાળ્યું હતું અને ‘સર તન સે જુડા’ના નારા લગાવ્યા હતા. પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.

    શું છે સમગ્ર વિવાદ ?

    તેલંગાણામાં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય ટી રાજા સિંહને આજે ધાર્મિક લાગણી દુભાવવાના આરોપ સર ધરપકડ કરી લેવાયા હતા, કારણકે તેમના પર કટ્ટરપંથીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમણે પોતાના એક વિડીયોમાં મુહમ્મદ પૈગંબરનું અપમાન કર્યું છે.

    આ વિડીયો સોમવારની રાત્રે મુનવ્વર ફારૂકીના શોની વિરુદ્ધ બનાવવામાં આવ્યો હતો. આ વિડીયોમાં ટી રાજા સિંહે મુહમ્મદ પૈગંબર તેમજ તેમના નિકાહ વિષે વિવાદિત ટીપ્પણી કરી હતી. આ વિડીયો જોઇને મુસ્લિમો ભડકી ગયા હતા અને મોડી રાત્રે હૈદરાબાદના રસ્તાઓ પર તેમણે ભીડ એકઠી કરીને ખુલ્લેઆમ ‘સર તન સે જુદા’ના નારા લગાવ્યા હતા.

    અત્રે એ નોંધવું જરૂરી છે કે ટી રાજા સિંહ હૈદરાબાદમાં મુનવ્વર ફારુકીનો શો રદ્દ કરાવવા માટે સતત નિવેદનો આપી રહ્યા હતાં. પરંતુ સોમવારે તેમણે મુનવ્વર ફારૂકીની હિંદુવિરોધી કોમેડી પર નિશાન તાંકતા એક વિડીયો બનાવ્યો હતો જેમાં તેમણે એક વૃદ્ધ વ્યક્તિની વાત કરી હતી. મુસ્લિમ કટ્ટરપંથીઓએ આ બાબતને સીધી મુહમ્મદ પૈગંબર સાથે જોડી દીધી હતી અને તેઓ મોટી સંખ્યામાં રસ્તાઓ પર આવી ગયા હતા. હવે આ ક્લિપ સોશિયલ મિડીયામાં વાયરલ થઇ ગઈ છે અને મુસ્લિમો તેને જોઇને ભડકી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં