Friday, May 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશિવસેના સાંસદ સંજય રાઉતની ઓડિયો ક્લિપ વાયરલ: મહિલાને બેફામ અપશબ્દો કહીને ધમકી...

    શિવસેના સાંસદ સંજય રાઉતની ઓડિયો ક્લિપ વાયરલ: મહિલાને બેફામ અપશબ્દો કહીને ધમકી આપી, ફરિયાદ દાખલ

    70 સેકન્ડની ઓડિયો ક્લિપમાં શિવસેના સાંસદ 27 વખત મહિલાને અપશબ્દો કહેતા સાંભળવામાં આવે છે.

    - Advertisement -

    ગુરુવારે (28 જુલાઈ 2022) શિવસેના સાંસદ સંજય રાઉત અને મરાઠી ફિલ્મ નિર્માતા ડૉ. સ્વપ્ન પાટકર વચ્ચેની કથિત વાતચીતની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. આ લીક થયેલા ઓડિયોમાં એક પુરુષને અત્યંત અભદ્ર ભાષામાં વાતચીત કરતો અને મહિલાને ધમકી આપતો સંભળાય છે. વાતચીતમાં સંભળાતા આ અવાજ સંજય રાઉત અને સ્વપ્ના પાટકરના હોવાનું કહેવાય છે. 

    ઓડિયોમાં પુરુષ કહેતો સંભળાય છે કે, “આ કૉલ રેકોર્ડ કરીને પોલીસને મોકલ કે તારે જે કરવું હોય તે કર. સંપત્તિ ક્યાં તો મારા નામે અથવા સુજીતના નામે કરી દે.” જે બાદ તે મહિલા માટે અત્યંત અભદ્ર ભાષા વાપરીને, અપશબ્દો ‘સા*’, ‘મા&@#દ’ અને ‘બે$*દ’ જેવા અપશબ્દો કહીને ધમકી આપતો સંભળાય છે. 

    આ ઓડિયો ક્લિપનું એક એડિટેડ વર્ઝન નવભારત ટાઈમ્સ દ્વારા શૅર કરવામાં આવ્યું છે, જે 70 સેકન્ડની ઓડિયો ક્લિપ હોવાનું કહેવાય છે. જેમાં શિવસેના સાંસદ સંજય રાઉત 27 વખત મહિલાને અપશબ્દો કહેતા સાંભળવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે પાટકર અગાઉ 2021માં શિવસેના સાંસદ અને ‘સામના’ના તંત્રી સંજય રાઉત પર માનસિક ત્રાસ આપવાનો અને ટોર્ચર કરવાનો આરોપ લગાવી ચૂક્યાં છે. 

    - Advertisement -

    દરમ્યાન, SSR Warriors નામની એક યુ-ટ્યુબ ચેનલ ઉપર ઇન્ટરવ્યૂ આપતાં શુક્રવારે (29 જુલાઈ 2022) સ્વપ્ના પાટકરે પુષ્ટિ કરી હતી કે વાયરલ થઇ રહેલી કથિત ટેપમાં થતી વાતચીત તેમની અને સંજય રાઉત વચ્ચેની જ છે. જોકે, ઓડિયો ઇન્ટરવ્યૂમાં સંભળાતો મહિલાનો અવાજ સ્વપ્ના પાટકરનો જ છે કે કેમ તે અંગે ઑપઇન્ડિયા સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી શક્યું નથી. આગળ તેઓ કહે છે કે, છેલ્લા 18 મહિનામાં તેમને અનેક વખત ધમકીઓ મળી ચૂકી છે. 

    ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, તેમણે ધમકીભર્યો પત્ર અને ઓડિયો ક્લિપ સબંધિત વિભાગને જમા કરાવ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું કે તેમણે મુંબઈ પોલીસ કમિશનર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પણ પત્ર લખીને તેમને મળી રહેલી ધમકીઓ બાબતે જાણ કરી હતી. 

    સ્વપ્ન આગળ કહેતાં સંભળાય છે કે તેઓ અને સંજય રાઉતનાં પત્ની વર્ષા અલીબાગમાં એક સંપત્તિની સંયુક્ત માલિકી ધરાવતાં હતાં.. જે એક કેસની તપાસ દરમિયાન ઇડીએ જપ્ત કરી લીધી હતી. એજન્સીએ હવે અલગ રહેતા તેમના પતિ સુજીત પાટકરના ઠેકાણે તપાસ કરતાં ત્યાંથી આ સંપત્તિના દસ્તાવેજો મળી આવ્યા હતા. સુજીત પાટકરની ગણતરી સંજય રાઉતના નજીકના માણસોમાં થાય છે.

    ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં સ્વપ્ના પાટકરની પૂછપરછ શરૂ કરતાં જ તેમને બળાત્કાર અને હત્યાની ધમકીઓ મળવાની શરૂ થઇ ગઈ હોવાનું તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું કે, તેમને સંજય રાઉત વિરુદ્ધ આપવામાં આવેલાં નિવેદન પરત ખેંચી લેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. 

    નોંધવું જોઈએ કે ગત અઠવાડિયે પણ સ્વપ્ના પાટકરને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો અને જેમાં ઇડી સામે કંઈ પણ ખુલાસા કરવા પર બળાત્કાર કરવાની ધમકી આપવામાં આવી હતી. જે બાદ તેમણે આ અંગે વકોલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, તેઓ મીડિયાને જણાવે કે તેઓ ભાજપ નેતા કિરીટ સોમૈયાના કહેવાથી આ બધું કરી રહ્યાં છે.

    આ મામલે પ્રતિક્રિયા આપતાં ભાજપ નેતાએ એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેઓ આજે વકોલા પોલીસ મથકે જઈને સંજય રાઉત સમર્થકોના ધમકી, અપશબ્દો, પત્ર અને ઓડિયો અંગે ફરિયાદ નોંધાવશે. 

    અહીં નોંધવું જોઈએ કે એપ્રિલ 2021માં પણ સ્વપ્ના પાટકરે કેટલાંક ટ્વિટ કરીને ખુલાસો કર્યો હતો કે શિવસેના નેતા સંજય રાઉતે તેમની માતાને ધમકી આપી હતી તેમજ તેમના પરિજનોને ટોર્ચર કરી મિત્રોને ખોટા કેસમાં ફસાવી દીધા હતા. 

    પીએમ મોદી સમક્ષ ન્યાયની માંગણી કરતા એક પત્રમાં તેમણે દસ્તાવેજી પુરાવા સાથે તમામ વિગતો આપી હતી. તેમણે આરોપ લગાવતાં કહ્યું હતું કે, તેમને શિવસેના સાંસદ સંજય રાઉત તરફથી છેલ્લા 8 વર્ષથી હેરાન કરવામાં આવી રહ્યાં છે.

    ડૉ. સ્વપ્નાએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, તેઓ વર્ષ 2009 થી 2014 દરમિયાન શિવસેનાના મુખપત્ર ‘સામના’ માટે કોલમ લખતાં હતાં તેમજ સંજય રાઉતના રાજ્યસભાના કામકાજ પણ જોતાં હતાં. જોકે, જ્યારે તેમણે આ કામ છોડવાનો નિર્ણય કર્યો ત્યારે સંજય રાઉત નારાજ થઇ ગયા હતા અને તેમને હેરાન કરવાનું શરૂ કર્યું હતું તેવો તેમણે આરોપ લગાવ્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં