દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે (15 સપ્ટેમ્બર) મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની ઘોષણા કરી. એક તરફ તેમની પાર્ટી અને ‘ક્રાંતિકારી પગલું’ ગણાવી રહી છે ત્યાં વિપક્ષોએ આને નાટકથી વિશેષ કશું ગણ્યું નથી. ભારતીય જનતા પાર્ટી તો ઠીક પણ જે કોંગ્રેસ પાર્ટી સાથે કેજરીવાલની AAP ગઠબંધનમાં છે તેના નેતા સંદીપ દીક્ષિતે પણ આને નાટક જ ગણાવ્યું છે.
દીક્ષિતે કેજરીવાલના રાજીનામાને લઈને કહ્યું કે, “CM બનવા-ન બનવાનો કોઇ અર્થ નથી. અમે તો ઘણા સમયથી કહેતા હતા કે CM પદ છોડી દેવું જોઈએ. આ માત્ર એક નાટક છે. ઇતિહાસમાં પહેલી વખત બન્યું હશે કે સત્તા પર બેઠેલા વ્યક્તિ જેને જેલ થઈ હોય તેને સુપ્રીમ કોર્ટે જામીન આપીને ખુરશી પર બેસવાની કે ફાઈલો પર હસ્તાક્ષર કરવાની ના પાડી હોય. હેમંત સોરેન પણ જેલ ગયા હતા, અન્ય ઘણા મંત્રીઓ પણ જેલ જઈ આવ્યા છે, તેમની ઉપર જામીન આપતી વખતે ક્યારેય કોઇ શરત લગાવવામાં આવી નથી. માત્ર આમની જ ઉપર શરત કેમ લગાવાઈ?”
#WATCH | On Delhi CM Arvind Kejriwal's 'I am going to resign from the CM position after 2 days' statement, Congress leader Sandeep Dikshit says, "There is no question of becoming the CM again. We have been saying this for a long time that he should resign as the CM… This is a… pic.twitter.com/zn0bgXMryd
— ANI (@ANI) September 15, 2024
તેમણે આગળ કહ્યું કે, “જામીન આપવું બરાબર છે અને અમે પણ તેનું સમર્થન કરીએ છીએ. સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે અને સુપ્રીમ કોર્ટને પણ ડર છે કે આ વ્યક્તિ જઈને પુરાવાઓ નષ્ટ કરશે કે સાક્ષીઓને ડરાવશે-ધમકાવશે. જ્યારે મુખ્યમંત્રી જેવા વ્યક્તિને કહેવામાં આવે કે ખબરદાર જો કોઇ સાક્ષીને મળ્યા, તો તેનો અર્થ એ થયો કે સુપ્રીમ કોર્ટ તેમને એક ક્રિમિનલ તરીકે જોઈ રહી છે. તો પછી કોઇ નૈતિકતા રહેતી નથી. પરંતુ મને નથી લાગતું કે કેજરીવાલ અને નૈતિકતામાં આસપાસનો પણ કોઈ સંબંધ હોય.”
બીજી તરફ, ભાજપે પણ આ મામલે કેજરીવાલ પર પ્રહાર કર્યા છે. ભાજપ પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કેજરીવાલના આ નિર્ણયને PR સ્ટંટ ગણાવ્યો અને કહ્યું કે, તેઓ ‘ભ્રષ્ટાચારી’ તરીકેની પોતાની છબી સુધારવાના પ્રયાસ કરી રહ્યા છે.
તેમણે આગળ કહ્યું કે, “કેજરીવાલ ‘સોનિયા ગાંધી મોડેલ’ અપનાવી રહ્યા છે. જેમાં તેમણે ડૉ. મનમોહન સિંઘને વડાપ્રધાન બનાવીને પડદા પાછળની સરકાર ચલાવી હતી. તેમણે ઉમેર્યું કે, કેજરીવાલ જાણી ગયા છે કે આમ આદમી પાર્ટી દિલ્હીની ચૂંટણી હારી રહી છે અને હવે લોકો તેમના નામે મત આપવાના નથી એટલે કોઇ બીજાને બલિનો બકરો બનાવવા માંગે છે.”