પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદ દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભગવાન રામ સાથે સરખામણી કરવાને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. ભાજપે તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદે તેમને ‘સુપર હ્યુમન’ પણ કહ્યા હતા. વિરોધ બાદ સલમાન ખુર્શીદે પોતાના નિવેદન પર સ્પષ્ટીકરણ આપ્યું છે. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી ભગવાન રામ નથી, પરંતુ તેમના બતાવેલા માર્ગ પર ચાલી શકે છે. સાથે જ તેમણે ભાજપને રાવણના માર્ગ પર ચાલવાવાળા ગણાવ્યા હતા.
પોતાના સ્પષ્ટીકરણમાં તેમણે કહ્યું, “રાહુલ ગાંધી ભગવાન રામ નથી, પરંતુ તેઓ ભગવાન રામના બતાવેલા માર્ગ પર ચાલી શકે છે. તેઓ (ભાજપ) કહી રહ્યા છે કે રાહુલને તેના પર ચાલવાનો કોઈ અધિકાર નથી. અમને તેની સામે વાંધો છે કારણ કે રામને બદલે તે પોતે રાવણના માર્ગે ચાલી રહ્યા છે.”
Delhi | Rahul Gandhi is not Lord Ram, but he can follow the path shown by Lord Ram. They (BJP) are saying that you do not have the right to walk on it. We have objection as they are following the path of Ravana instead of Ram: Congress leader Salman Khurshid pic.twitter.com/GDsShPAk7q
— ANI (@ANI) December 28, 2022
સલમાન ખુર્શીદના એક નિવેદનથી શરૂ થયો હતો વિવાદ
આ સમગ્ર વિવાદની શરૂઆત સલમાન ખુર્શીદના એક નિવેદનથી થઇ હતી જેમાં તેમને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને હિંદુઓન આસ્થાના કેન્દ્ર એવા ભગવાન શ્રીરામ સાથે સરખાવ્યા હતા.
Lord Ram’s ‘khadau’ goes very far. Sometimes when Ram ji is not able to reach, Bharat takes the ‘khadau’ and goes to places. Like that, we have carried the ‘khadau’ in UP. Now that ‘khadau’ has reached UP, Ram ji (Rahul Gandhi) will also come: Congress leader Salman Khurshid pic.twitter.com/vuAQmsvQYG
— ANI (@ANI) December 26, 2022
ગત સોમવારે (26 ડિસેમ્બર 2022) સલમાન ખુર્શીદ રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ને લઈને ઉત્તર પ્રદેશના અમરોહામાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું છે કે ભગવાન રામના ચપ્પલ દૂર દૂર જાય છે. ક્યારેક ચપ્પલ લઈને પણ ચાલવું પડે છે. ભગવાન રામ હંમેશા દરેક જગ્યાએ પહોંચી શકતા નથી. તેમના ભાઈ ભરતજી તેમના ચપ્પલ લઈ જાય છે. ચપ્પલ લઈને અમે ઉત્તર પ્રદેશ પહોંચ્યા છીએ. હવે રામજી પણ પહોંચી જશે. આ અમારો વિશ્વાસ છે.”
આ નિવેદન બાદ ભાજપના મોટા ભાગના નેતાઓએ સલમાન ખુર્શીદની ટીકા કરી હતી અને તેમના પાર હિન્દુઓની ધાર્મિક ભાગના દુભાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. જે બાદ કોંગ્રેસ નેતાએ પોતાની ટિપ્પણી પર યુ-ટર્ન લેવાની ફરજ પડી હતી.