ગઈકાલે ચર્ચાસ્પદ બનેલા વિડીયો જેમાં અજમેરની દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીએ ભાજપના પૂર્વ નેતા અને પ્રવક્તા નુપુર શર્માનું માથું લાવનારને પોતાનું મકાન આપી દેવાની વાત કરી હતી તે રાજસ્થાનમાંથી જ ઝડપાઈ ગયો છે.
રાજસ્થાનના અધિક પોલીસ સુપ્રિટેન્ડેન્ટ વિકાસ સંગવાને માહિતી આપતા કહ્યું છે કે ગઈ રાત્રે સલમાન ચિશ્તીને રાજસ્થાન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.
Rajasthan | Ajmer Police arrested Salman Chishti, Khadim of Ajmer Dargah last night for allegedly giving a provocative statement against suspended BJP leader Nupur Sharma: Additional Superintendent of Police, Vikas Sangwan pic.twitter.com/6U3WCjVar7
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 6, 2022
વિકાસ સંગવાને ANIને જણાવ્યું હતું કે સલમાન ચિશ્તી હિસ્ટ્રીશીટર છે અને જ્યારે તેણે વિડીયો બનાવ્યો હતો ત્યારે તે નશાની હાલતમાં હતો.
Ajmer, Rajasthan | It was brought to my notice that Salman Chishti, Khadim of Ajmer Dargah shared an objectionable video & FIR was filed. He was nabbed from his house & is being questioned. It seems he was in an inebriated state when video was made. He is a history-sheeter: ASP pic.twitter.com/uH3ukU2PDR
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 6, 2022
સપ્તાહ અગાઉ જ્યારે ઉદયપુરના ટેલર કન્હૈયાલાલની હત્યા થઇ હતી અને તે અગાઉ જે રીતે તેના બંને હત્યારાઓ દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો એવો જ વિડીયો સલમાન ચિશ્તીએ પણ વાયરલ કર્યો હતો. આ વિડીયોમાં તેણે પોતાની માતાના અને પૂર્વજોના સોગંધ ખાધા હતા કે તે નપુર શર્માને જાહેરમાં ગોળી મારી દેશે. ત્યારબાદ તેણે પોતાના બાળકોના પણ સોગંધ ખાધા હતા અને કહ્યું હતું કે જે કોઈ પણ વ્યક્તિ નુપુર શર્માનું માથું વાઢીને લાવશે તેને તે પોતાનું ઘર આપી દેશે.
સલમાન ચિશ્તી જે પોતાને ખ્વાજાનો સાચો સૈનિક ગણાવે છે તે અજમેરના દરગાહ પોલીસ સ્ટેશનમાં હિસ્ટ્રીશીટર પણ છે. 17મી જુનના રોજ અજમેરની દરગાહ બહાર એક મૌન સરઘસ નીકળ્યું હતું અને સરઘસ પત્યા બાદ તસલમાન ચિશ્તીએ તો મુસ્લિમોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો જ હતો પરંતુ આ દરગાહના એક અન્ય ખાદિમ ગૌહર ચિશ્તીએ પણ ઉશ્કેરણીજનક ભાષણ આપતા “ગુસ્તાખ-એ-રસુલ કી એક હી સઝા, સર તન સે જુદા” ના નારા પણ લગાડ્યા હતા.
જો કે નુપુર શર્માનો વિવાદ વણસતા અજમેર દરગાહના દિવાન જૈનુલ આબેદીન અલી ખાને દાવો કર્યો હતો કે ભારતમાં તાલીબાની શાસન નહીં આવે. તેમ છતાં તેમની જ નજર નીચે આ દરગાહના ખાદિમ સલમાન ચિશ્તી અને ખાદિમ ગૌહર ચિશ્તીએ ભડકાવનારા ભાષણ અને નારા લગાડ્યા હતા.
ગત મહિનાના અંતમાં ઉદયપુરના એક ટેલર કન્હૈયાલાલની દુકાનમાં બે વ્યક્તિઓએ ગ્રાહકોનો ડોળ કરીને તેનું ગળું કાપી નાખ્યું હતું. આ ઘટના અગાઉ અને બાદમાં આ હત્યારાઓએ વિડીયો જાહેર કર્યા હતા. કન્હૈયાલાલની હત્યા બાદ જાહેર કરવામાં આવેલા વિડીયોમાં તેના બંને હત્યારાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ હત્યા કરવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ હતી અને આ જઘન્ય હત્યા અંગે હિંદુઓનો રોષ ફાટી નીકળ્યો હતો.