Thursday, April 25, 2024
More
    હોમપેજસ્પેશ્યલસાહિલ ખાને સાક્ષીની હત્યા કરી એ વિસ્તારનો ગ્રાઉન્ડ રિપોર્ટ: AAP નેતાએ ચૂંટણી...

    સાહિલ ખાને સાક્ષીની હત્યા કરી એ વિસ્તારનો ગ્રાઉન્ડ રિપોર્ટ: AAP નેતાએ ચૂંટણી જીત્યા બાદ બનાવડાવી હતી ગેરકાયદેસર મજાર, મંદિરનું કામ અટકાવાયું હોવાનો સ્થાનિકોનો દાવો

    ક્ષીની હત્યા થયા બાદ પરિસ્થિતિનો તાગ મેળવવા ઑપઇન્ડિયાની ટીમ શાહબાદ ડેરી વિસ્તારમાં પહોંચી હતી અને સ્થાનિકો પાસેથી વધુ જાણકારી મેળવી હતી.

    - Advertisement -

    દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં રવિવારે (28 મે, 2023) સાહિલ ખાન નામના યુવકે 16 વર્ષીય કિશોરી સાક્ષીની હત્યા કરી નાખી. આ ઘૃણાસ્પદ ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો છે હતો કે સાહિલે સાક્ષીની ગરદનથી લઈને પેટ સુધી કુલ 16 જેટલા છરીના ઘા ઝીંક્યા હતા. છરીના ઘાના કારણે સાક્ષીના આંતરડા બહાર આવી ગયા હતા. નરાધમ સાહિલ એટલે સુધી ન અટકતાં તેણે કોન્ક્રીટ સ્લેબથી સાક્ષીનું માથું છૂંદી નાખ્યું હતું.

    સાક્ષીની હત્યા થયા બાદ પરિસ્થિતિનો તાગ મેળવવા ઑપઇન્ડિયાની ટીમ શાહબાદ ડેરી વિસ્તારમાં પહોંચી હતી. આ હત્યા પાછળનું કારણ, વર્તમાન માહોલ, આસપાસની જાણકારી અને ઘટનાથી પ્રભાવિત થયેલા સ્થાનિકો સાથે વાતચીત કરવી એ અમારી પ્રાથમિકતા હતી.

    સ્થાનિક લોકો સાથે વાતચીત કરતા અમે સૌથી પહેલાં એ વિસ્તારમાં પહોંચ્યા જ્યાં સાક્ષીની હત્યા થઈ હતી. એ પહેલાં અમને કેટલાક મીડિયાકર્મીઓ તેમના કેમેરા સાથે એક જગ્યાએ બેઠેલા જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું કે આ જગ્યા આમ આદમી પાર્ટીના ધારાસભ્યની ઓફિસ છે. ત્યાં કોઈ નેતા-ધારાસભ્યની ઓફિસની જેમ બોર્ડ વગેરે લગાવેલું ન હતું. પછી તેની પાછળની વાર્તા પણ જાણવા મળી.

    - Advertisement -

    જ્યાં સાક્ષીની હત્યા થઈ, ત્યાં માહોલ શાંત હતો. એક-બે યુટ્યુબર વિડીયો બનાવી રહ્યા હતા. મેઈનસ્ટ્રીમ મીડિયા દૂર બેઠેલી જોવા મળી હતી. ઘટનાસ્થળથી આમ આદમી પાર્ટીના ધારાસભ્યની ઓફિસ માત્ર 200 મીટર દૂર છે. બંને વચ્ચે એક પાર્ક છે જેમાં વૃક્ષો કે ઘાસ પણ નથી. પાર્કની બાજુમાં અમારું ધ્યાન એક મજાર પર ગયું. અહીં અમને એક સ્થાનિક મળી ગયા જેમનું નામ હતું દલીપ કુમાર.

    ઑપઇન્ડિયાએ સાક્ષીની હત્યાને લઈને દલીપ કુમાર સાથે વાત કરી. દરમિયાન અમે ઘટનાસ્થળથી લગભગ 50 મીટર અંતરે આવેલા પાર્ક અને મજાર વિશે પૂછ્યું. જેના જવાબમાં દલીપ કુમારે કહ્યું:

    “પાર્કમાં પહેલાં મજાર ન હતી. 10-15 વર્ષ પહેલાં અહીં મજારના નામે ઈંટો ગોઠવવામાં આવી હતી. એના થોડા વર્ષો બાદ આમ આદમી પાર્ટી (AAP)ના કાઉન્સિલર જય ભગવાન ઉપકારે (જે હાલમાં ધારાસભ્ય છે) અહીંથી જીત્યા બાદ સૌથી પહેલાં મજારની છત બનાવડાવી હતી. જ્યારે હિંદુઓએ તેનો વિરોધ કર્યો તો પોલીસે મજારનું કામ અટકાવવાના બદલે હિંદુઓને જ ફટકાર લગાવી હતી.”

    દલીપ કુમારનું કહેવું છે કે, આમ આદમી પાર્ટી અને કેજરીવાલ એવા પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે જેમાં મુસ્લિમોના હિતોનું ધ્યાન રાખવામાં આવે છે અને હિંદુઓની અવગણના કરવામાં આવે છે. જો હિંદુઓ વિરોધ કરે તો તેમણે ધમકાવવામાં પણ આવે છે. આ વાતનું એક ઉદાહરણ આપતાં દલીપ કુમારે જણાવ્યું કે, “પાર્કની બાજુમાં આવેલા પીપળાના ઝાડ નીચે એક દેવીની મૂર્તિ હતી. સ્થાનિક હિંદુઓ ત્યાં પૂજા કરતા હતા. મજાર બન્યા બાદ હિંદુઓએ જ્યારે વિરોધ તરીકે મૂર્તિની જગ્યાએ મંદિર બનાવવાનો પ્રયાસ કર્યો તો તેનું નિર્માણ કાર્ય અટકાવી દેવામાં આવ્યું. અર્ધ પૂર્ણ થયેલા મંદિરમાં હજુ પણ મૂર્તિઓ વિરાજમાન છે, પરંતુ મંદિર નથી બનાવવા દેતા.”

    સ્થાનિક ધારાસભ્યના બોર્ડ-બૅનરો ગાયબ કેમ થઈ ગયા?

    જ્યાં સાક્ષીની હત્યા કરવામાં આવી હતી ત્યાંથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જય ભગવાન ઉપકારનું કાર્યાલય માત્ર 200 મીટર દૂર છે. દલીપ કુમારના કહેવા પ્રમાણે, આ ધારાસભ્ય એવા છે, જેમણે સાક્ષીના અંતિમ સંસ્કારમાં પણ હાજરી નહોતી આપી. ધારાસભ્યના મુખ્ય કાર્યાલયની બહાર બોર્ડ-બૅનર શા માટે હટાવવામાં આવ્યા, તે અંગે દલીપે જે કહ્યું તે ચોંકાવનારું છે:

    “હત્યા પહેલાં ધારાસભ્યના કાર્યાલયની બહાર બોર્ડ લાગેલા હતા. પરંતુ, હત્યાના બીજા જ દિવસે બોર્ડ હટાવી નાખવામાં આવ્યા જેથી લોકોને એવું ના લાગે કે ધારાસભ્યના કાર્યાલય પાસે હત્યા થઈ છે.”

    સાહિલ ખાને છરીના ઘા ઝીંકીને સાક્ષીને મોતને ઘાટ ઉતારી નાખી

    ઉલ્લેખનીય છે કે, રવિવારે (28 મે, 2023) સાક્ષી તેની બહેનપણી નીતૂના દીકરાના જન્મદિવસની પાર્ટીમાં જવા નીકળી હતી. ત્યારે સાહિલ ખાને તેને આંતરી હતી અને એકાએક સાક્ષી પર ચાકુ વડે હુમલો કરીને તેને રહેંસી નાખી હતી. છરીના અનેક ઘા ઝીંકાયા બાદ સાક્ષી જમીન પર ફસડાઈ પડી હતી. એ પછી પણ નરાધમ સાહિલ અટક્યો ન હતો અને જમીન પર પડેલો કોંક્રીટના સ્લેબ ઉપાડીને તેનું માથું છૂંદી નાખ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે, સાક્ષીની હત્યા એકાએક નથી કરવામાં આવી. સાહિલ છેલ્લા કેટલાય દિવસોથી આ કૃત્યને અંજામ આપવા માટે કાવતરું ઘડી રહ્યો હતો. તેણે માત્ર સાક્ષી જ નહીં, પરંતુ પાંચ લોકોને મારવાની યોજના બનાવી હતી. સાહિલ ખાન સાક્ષી તેમજ તેના પુરુષ મિત્રોની હત્યા કરવાના ફિરાકમાં હતો. આ પાંચેય લોકો આ રસ્તા પરથી અવરજવર કરે છે તેની રેકી પણ સાહિલે કરી હતી. એ દિવસે તેને આ પાંચમાંથી જે પણ વ્યક્તિ મળત, તેના પર તે છરી વડે હુમલો કરવાનો હતો. સાહિલે હત્યા કરી ત્યારે તે ગાંજા અને દારૂના નશામાં હતો. ઑપઇન્ડિયાએ શાહબાદ ડેરી વિસ્તારનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો જેમાં સામે આવ્યું હતું કે, આ વિસ્તાર ગેરકાયદે દારૂ, ગાંજા અને અફીણનો અડ્ડો છે અને બાંગ્લાદેશી ઘૂસણખોરો પણ તેમાં સંડોવાયેલા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં