Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમિશનરી શાળાના 'ફાધર'ના રૂમમાંથી દારૂની બોટલો, કોન્ડોમ અને અશ્લીલ સાહિત્ય મળી આવ્યું:...

    મિશનરી શાળાના ‘ફાધર’ના રૂમમાંથી દારૂની બોટલો, કોન્ડોમ અને અશ્લીલ સાહિત્ય મળી આવ્યું: રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે કરી મોરેનાની સેંટ મેરી શાળા સીલ

    નોંધનીય છે કે શાળા પરિસરમાં ફાધરના નિવાસ માટે કોઈ જગ્યા અનામત નથી. આમ છતાં તેણે શાળાના પ્રાંગણમાં જ પોતાનો બેડરૂમ બનાવ્યો હતો. આ શાળામાં 1600 છોકરા-છોકરીઓ અભ્યાસ કરે છે.

    - Advertisement -

    મધ્યપ્રદેશ બાળ સુરક્ષા આયોગના અધ્યક્ષ નિવેદિતા શર્માએ શનિવારે સવારે જિલ્લા શિક્ષણ અધિકારી, મહિલા બાળ વિકાસ અધિકારી અને પોલીસ દળ સાથે સેન્ટ મેરી મિશનરી સ્કૂલ, મોરેનાનું ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું. શંકા જતાં તેઓએ ફાધરના બેડરૂમમાં પણ તપાસ કરી કારણ કે ફાધરના બેડરૂમમાં જવાનો રસ્તો શાળાના વર્ગખંડ તરફ જતો હતો. નિવેદિતાનો દાવો છે કે બેડરૂમમાંથી દારૂની બોટલો અને કોન્ડોમના પેકેટ મળી આવ્યા હતા.

    નિવેદિતા શર્માના રિપોર્ટ પર મોરેના કલેક્ટર અંકિત અસ્થાનાએ સેન્ટ મેરી સ્કૂલને સીલ કરવાનો આદેશ આપ્યો હતો. નિવેદિતા શર્માએ એક્સાઇઝ વિભાગની ટીમને સ્થળ પર બોલાવી હતી અને ફાધર ડાયોનિસિયસ આર્બીના બેડરૂમમાંથી દારૂની બોટલો જપ્ત કરાવી હતી.

    નોંધનીય છે કે ફાધર ડાયોનિસિયસ આર્બીના રૂમમાંથી દારૂની જુદી જુદી 19 બોટલો, કોન્ડમના પેકેટ, ગર્ભ-નિરોધક દવાઓ અને અશ્લીલ સાહિત્ય પણ મળી આવ્યું હતું.

    - Advertisement -

    ફાધર (પ્રિન્સિપાલ)એ ગેરકાયદેસર રીતે શાળામાં જ બનાવ્યો પોતાનો બેડરૂમ

    સેન્ટ મેરી મિશનરી શાળાના પહેલા અને બીજા માળના વર્ગખંડો, પુસ્તકાલય, શૌચાલય અને અન્ય પરિસરની તપાસ કર્યા બાદ ટીમ શાળાના મુખ્ય બિલ્ડીંગના એક ભાગમાં બનેલ બિલ્ડીંગની અંદર પ્રવેશી હતી. તે એક રહેણાંક સંકુલ હતું, જેમાં વિવિધ સ્થળોએ 12 પથારીઓ હતી. આ ઇમારતના એક ભાગમાં શાળાના આચાર્ય (ફાધર) ડાયોનિસિયસ આરબીનું નિવાસસ્થાન હતું.

    નોંધનીય છે કે શાળા પરિસરમાં ફાધરના નિવાસ માટે કોઈ જગ્યા અનામત નથી. આમ છતાં તેણે શાળાના પ્રાંગણમાં જ પોતાનો બેડરૂમ બનાવ્યો હતો. આ શાળામાં 1600 છોકરા-છોકરીઓ અભ્યાસ કરે છે.

    ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ડિંડોરીમાં એક શાળામાં ગુનાહિત ગતિવિધિઓનો પર્દાફાશ થયો હતો. આ મામલે ફોજદારી કેસ નોંધવામાં આવ્યા છે અને ધરપકડ પણ કરવામાં આવી છે. છોકરીઓના નિવેદનમાં કેટલાક એવા ખુલાસા થયા છે, જે સમગ્ર શિક્ષક સમુદાયને શરમમાં મુકી દે તેવા છે. સૂત્રોનું કહેવું છે કે નિવેદિતા શર્માને ફરિયાદ મળી હતી કે મુરેનાની સેન્ટ મેરી સ્કૂલમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં