મહારાષ્ટ્રના પાટણમાં સૈફ અલી સલીમ નામના 26 વર્ષના એક મુસ્લિમ યુવકે 14 વર્ષની સગીર હિંદુ સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો હોવાનો અને તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી વાયરલ કરવાનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.
વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સલીમ સ્કૂલની પાછળ એક સગીરનો વીડિયો બનાવી રહ્યો છે. આટલું જ નહીં, વીડિયો બનાવ્યા બાદ તેણે તે વીડિયો સોશિયલ મીડિયા પર શેર પણ કર્યો હતો. ઘટના 14 નવેમ્બર 2022ની જણાવવામાં આવી રહી છે. આ ક્લિપ વાયરલ થતાં પીડિત પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ઘટના સતારા જિલ્લાના પાટણને અડીને આવેલા મોરગીરી નામના ગામની છે. આરોપી સલીમે એક વર્ષમાં બે વખત સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. સલીમ પાટણના પેઠશિવાપુરનો રહેવાસી છે અને તેણે સગીરને પ્રેમના બહાને ફસાવી હતી. ત્યારપછી તે સપ્ટેમ્બરમાં તેને એક હોટલમાં લઈ ગયો અને તેની સંમતિ વિના તેના પર બળાત્કાર કર્યો.
14 નવેમ્બરના રોજ આરોપી સલીમે ફરીથી તેને મોરાગીરીમાં તેની સ્કૂલની પાછળ પકડીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન તેણે મોબાઈલથી વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. 9મા ધોરણમાં ભણતી છોકરીએ ફરિયાદમાં જણાવ્યું છે કે નવેમ્બરમાં શાળાએ ગયા પછી સાંજે 5 વાગ્યે આરોપીએ તેની સાથે બળાત્કાર કર્યો હતો.
પીડિતાએ આ અંગે 5 ડિસેમ્બર 2022ના રોજ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. હિંદુ સગીરા સાથે બળાત્કાર થયાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પાટણના લોકોએ 1 દિવસ દુકાનો અને બજારો બંધ રાખી વિરોધ કર્યો હતો અને તેમણે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
આ સાથે જ જિલ્લાના બાર એસોસિએશને આરોપીનો કેસ નહીં લડવાની જાહેરાત કરી છે. વકીલોએ સગીર છોકરીને ન્યાય અપાવવામાં મદદ કરવાની ખાતરી પણ આપી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં મહારાષ્ટ્રના જવાહર તાલુકામાં એક દલિતની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી.