Thursday, October 10, 2024
More
    હોમપેજદેશ'સનાતન ધર્મમાં બલિ પ્રથા અનાદિ કાળથી': કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંઘ, કહ્યું- શ્યામા...

    ‘સનાતન ધર્મમાં બલિ પ્રથા અનાદિ કાળથી’: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંઘ, કહ્યું- શ્યામા માઈ મંદરીમાં રોક લગાવનારા બકરીદ પર રોક લગાવી શકશે?

    સનાતનમાં બલિ આપવાની જે રીત છે તેમાં એક જ વારમાં વધ કરવામાં આવતું હતું. તેને 'ઝટકા' કહેવામાં આવે છે. જ્યારે હલાલમાં પશુનું ધીમે-ધીમે તડપાવીને કતલ કરવામાં આવે છે.

    - Advertisement -

    બિહાર રાજ્ય ધાર્મિક ટ્રસ્ટ પરિષદે દરભંગાના શ્યામા માઈ મંદિરમાં બલિ આપવાની પ્રથા પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો છે. સ્થાનિક લોકો રસ્તા પર ઉતરીને આ હુકમનો વિરોધ કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી અને બિહારના બેગૂસરાયના સાંસદ ગિરિરાજ સિંઘ પણ આ આદેશનો વિરોધ કરી રહ્યા છે. તેમણે પૂછ્યું છે કે શું શ્યામા માઈ મંદિરમાં બલિ પ્રથા પર પર પ્રતિબંધ લગાવનારાઓ બકરીદ પર આવો પ્રતિબંધ લાદી શકે છે?

    મોદી સરકારમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ વિભાગના મંત્રી ગિરિરાજ સિંધે કહ્યું છે કે, “જો બકરીદ તેમના મઝહબનો એક ભાગ છે તો બલિ પ્રથા એ અમારા ધર્મનો એક ભાગ છે.” કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંઘ બોલ્યા કે, સનાતનમાં બલિ આપવાની પરંપરા અનાદિ કાળથી ચાલી આવે છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, હિંદુઓએ માત્ર ઝટકા માંસ જ ખાવું જોઈએ.

    ‘હિંદુઓ ઝટકા માંસનું કરે સેવન’

    પોતાના લોકસભા ક્ષેત્ર બેગૂસરાયમાં રવિવારે (17 ડિસેમ્બર, 2023) તેમણે કહ્યું કે, તેઓ તે મુસ્લિમોના પ્રશંસક છે જેઓ પોતાના મઝહબ પ્રતિ સમર્પિત છે. જેમણે નક્કી કરી રાખ્યું છે કે માત્ર હલાલ માંસનું સેવન કરશે. હિંદુઓએ પણ પોતાની ધાર્મિક પરંપરાઓ માટે આ રીતની પ્રતિબદ્ધતા દેખાડવી જોઈએ. તેમણે કહ્યું કે હિંદુ પોતાના ધર્મની રક્ષા માટે માત્ર ઝટકા માંસનું સેવન કરે. ના મળે તો ના ખાઓ. તેમણે એમ પણ કહ્યું કે, સનાતનમાં બલિ આપવાની જે રીત છે તેમાં એક જ વારમાં વધ કરવામાં આવતું હતું. તેને ‘ઝટકા’ કહેવામાં આવે છે. જ્યારે હલાલમાં પશુનું ધીમે-ધીમે કતલ કરવામાં આવે છે. હિંદુઓએ આ પ્રકારનું માંસ ખાઈને પોતાને ભ્રષ્ટ ના કરવા જોઈએ.

    - Advertisement -

    ‘દુનિયામાં સનાતનથી શ્રેષ્ઠ કોઈ ધર્મ નથી’

    તેમણે સભામાં હાજર લોકોને શપથ લેવડાવ્યા કે, તે સૌ ઝટકા માંસ જ ખાશે અને હલાલ માંસ ખાશે નહીં. તેમણે યુવાનોને અપીલ કરી કે, તેઓ સાંજના સમયે મંદિરે જાય. તેમણે કહ્યું કે આખી દુનિયામાં સનાતનથી શ્રેષ્ઠ કોઈ ધર્મ નથી.

    નોંધનીય છે કે, તાજેતરમાં જ ગિરિરાજ સિંઘે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે ઉત્તર પ્રદેશની તર્જ પર રાજ્યમાં હલાલ ઉત્પાદનોના વેચાણને રોકવાની માંગ કરી હતી. ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે આ વર્ષે નવેમ્બરમાં હલાલ પ્રમાણિત ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં