Thursday, May 2, 2024
More
    હોમપેજગુજરાતગિફ્ટ સિટી બાદ ધોરડો, કેવડિયામાં પણ મળશે દારૂબંધીમાં છૂટ!: ગુજરાત સરકારના મંત્રી...

    ગિફ્ટ સિટી બાદ ધોરડો, કેવડિયામાં પણ મળશે દારૂબંધીમાં છૂટ!: ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલનું ગર્ભિત નિવેદન કઈ તરફ કરે છે ઈશારો

    આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા અપાયેલા નિવેદનોને લોકો ગર્ભિત ઈશારો સમજી રહ્યા છે, કે સમય જતા સરકાર જેમ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપી છે એમ બીજા જાહેર સ્થળો ઉપર પણ છૂટછાટ આપી શકે છે.

    - Advertisement -

    તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટ સિટી ખાતે અધિકૃત કર્મચારીઓ, અધિકારીઓ અને મુલાકાતીઓ માટે દારૂની શરતી છૂટ અપાયા બાદથી રાજ્યમાં દારૂની છૂટ આપવા વિશે અવનવી ચર્ચાઓ ચાલી રહી છે. તેવામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક પ્રેસ કોન્ફરન્સમાં દારૂની છૂટ અંગે નિવેદનો આપ્યા છે. જે હાલ ચર્ચાનો વિષય બન્યા છે.

    ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુરૂવારે (28 ડિસેમ્બર 2023) એક પ્રેસ કોન્ફરન્સમાં દારૂની છૂટ અંગે ગર્ભિત નિવેદન આપ્યા હતા. મીડિયા દ્વારા જ્યારે દારૂની છૂટ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, “તમારો પ્રશ્ન એ જ છે ને કે, જેમ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અપાઈ એમ રાજ્યના બીજા વિસ્તારો ધોરડો, સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી વેગેરેમાં સરકાર દારૂની છૂટ આપશે કે નહિ?, તો હાલ સરકારે જેમ વિચારીને નિર્ણય લીધો છે તેમ ભવિષ્યનાં નિર્ણયો પણ જરૂરિયાતોને અનુલક્ષીને અને ગુજરાતની પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને લેવાશે.”

    ઉપરોક્ત નિવેદન બાદ હવે સોશિયલ મીડિયામાં ચર્ચાઓ ચાલી રહી છે કે શું ગુજરાત સરકાર રાજ્યના બીજા સ્થળો પર દારૂની છૂટ આપશે કે કેમ? આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા અપાયેલા નિવેદનોને લોકો ગર્ભિત ઈશારો સમજી રહ્યા છે, કે સમય જતા સરકાર જેમ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપી છે એમ બીજા જાહેર સ્થળો ઉપર પણ છૂટછાટ આપી શકે છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે 22 ડિસેમ્બર 2023ના રોજ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપતો આદેશ જાહેર કર્યો હતો. જેમાં એક અખાબરી યાદી જાહેર કરી સરકારે જણાવ્યું હતું કે, “ગિફ્ટ સિટીએ ગ્લોબલ ફાયનાન્સિયલ અને ટેક્નોલોજીનું હબ છે. ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પૂરી પાડવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં ‘વાઇન એન્ડ ડાઇન’ ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશન નિયમોમાં ફેરફાર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.” 

    ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગેની ગાઈડલાઈન જાહેર કરી હતી. જેમાં કોને દારૂની છૂટ મળી શકે એ દર્શાવવામાં આવ્યું હતું. ગાઈડલાઈન મુજબ ગિફ્ટ સિટીમાં માત્ર અધિકૃત કામ કરતાં કર્મચારીઓ અને અન્ય અધિકૃત વ્યક્તિઓને જ દારૂની છૂટ આપી છે.

    ગાઈડલાઈનમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, હેલ્થ પરમિટ, વિઝિટર પરમિટ ધારકો દારૂનું સેવન નહીં કરી શકે. એ ઉપરાંત ટુરિસ્ટ પરમિટ ધારકો પણ ગિફ્ટ સિટીમાં દારૂ નહીં પી શકે. આ તમામ મુદ્દાઓને આવરી લઈને ગાઈડલાઈનમાં 17 નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં LF-3 લાયસન્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં