Monday, November 25, 2024
More
    હોમપેજદેશ'શું હરિદ્વાર, 12 જ્યોર્તિલિંગ કે 51 શક્તિપીઠ કોઈ એક જાતિના છે?'- જાતિઓ...

    ‘શું હરિદ્વાર, 12 જ્યોર્તિલિંગ કે 51 શક્તિપીઠ કોઈ એક જાતિના છે?’- જાતિઓ મામલે PM મોદી બાદ હવે RSS સરકાર્યવાહ ભૈયાજી જોશીનું મોટું નિવેદન, હિંદુ એકતાની કરી વાત

    આ પહેલા PM નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં જ આ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ હંમેશા ‘ભાગલાં પાડો રાજ કરો’નો ફોર્મ્યુલા અપનાવી મુસ્લિમ વોટ બેંક બનાવે છે.

    - Advertisement -

    ભારતમાં જાતિવાદની સમસ્યાને (Casteism in India) લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rastriya Svyamsevak Sangh) આગળ આવીને કાર્ય કરી રહ્યો છે. જાતિવાદની સમસ્યાને દૂર કરવાના બદલે વર્ષોથી તેનો રાજનીતિ માટે ઉપયોગ થતો આવ્યો છે. ત્યારે RSS દ્વારા વિવિધ જાતિના લોકો એકસાથે આવે તે માટે અલગ અલગ પ્રકારના સમરસતા વધારનારા કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે જયપુર ખાતે યોજાયેલ વિજયાદશમી ઉત્સવમાં પણ RSS સરકાર્યવાહ સુરેશ ભૈયાજી જોશીએ (Bhaiyaji Joshi) પણ આ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે જાતિગત ભેદભાવને પરે મૂકી હિંદુઓને એક થવા માટે અપીલ કરી હતી.

    RSS દ્વારા ઉજવાતા પ્રમુખ ઉત્સવોમાંનો એક એટલે વિજયાદશમી ઉત્સવ. દેશભરમાં વિવિધ સ્થાનો પર RSS દ્વારા આ ઉત્સવ પથસંચલન કરી શક્તિ પ્રદર્શન કરી ઉજવવામાં આવે છે. ત્યારે જયપુરમાં આયોજિત વિજયાદશમી ઉત્સવમાં RSS સરકાર્યવાહ સુરેશ ભૈયાજી જોશી ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ઉદ્બોધન આપતાં તેમણે ભારતીય સમાજના મુખ્ય દૂષણ જાતિવાદ અંગે વાત કરી હતી.

    ઉદ્બોધન આપતાં જાતિગત ભેદભાવો મામલે પ્રશ્નો ઉઠાવ્યા હતા, તેમણે કહ્યું હતું કે, “આપણે આપણું નામ, ભાષા, ભગવાન મળે છે, આપણે ઘણા મહાપુરુષોના વંશજ કહેવાઈએ છીએ શું એ માત્ર જાતિના કારણે? કોઈ જણાવી શકે કે હરિદ્વાર કઈ જાતિનું છે? 12 જ્યોતિર્લિંગ કોઈ જાતિના છે? દેશના ખૂણે ખૂણે આવેલી 51 શક્તિપીઠો કઈ જ્ઞાતિના છે?”

    - Advertisement -

    આગળ તેમણે જાતિગત ભેદવાનોને દૂર કરવાની અપીલ કરતા કહ્યું કે, “જે દેશના વિવિધ ભાગોમાં રહે છે અને પોતાને હિંદુ માને છે – તેઓ આ બધાને પોતાના માને છે. તો પછી ફરક ક્યાં છે? જેમ રાજ્યની સીમાઓ આપણી વચ્ચે કોઈ વિભાજન કરી શકતી નથી તેમ જન્મના આધારે આપણને કોઈ પણ ચીજ  વિભાજિત કરી શકતી નથી. જો કોઈ ગેરસમજ હોય ​​તો તેને બદલવાની હોય છે, જો કોઈ ભ્રમણા કે નકામો અહંકાર હોય તો તેને ખતમ કરવો પડશે.”

    PM મોદીએ કરી હતી મુસ્લિમોમાં જાતિઓની વાત

    ઉલ્લેખનીય છે કે PM નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં જ આ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ હંમેશા ‘ભાગલાં પાડો રાજ કરો’નો ફોર્મ્યુલા અપનાવી મુસ્લિમ વોટ બેંક બનાવે છે. આગળ તેમણે કહ્યું હતું કે, “આજ સુધી કોંગ્રેસના એક પણ નેતાએ કહ્યું નથી કે આપણા મુસ્લિમ ભાઈ-બહેનોમાં કેટલી જાતિઓ છે. જ્યારે મુસ્લિમ જાતિની વાત આવે છે ત્યારે કોંગ્રેસના નેતાઓ મોઢું બંધ કરીને બેસી જાય છે, પરંતુ જ્યારે પણ હિંદુ સમાજની વાત આવે છે ત્યારે કોંગ્રેસની ચર્ચાઓની શરૂઆત જાતિથી જ થાય છે.”

    હરિયાણામાં જીત મેળવ્યા બાદ PM મોદીએ જાતિવાદ મામલે કોંગ્રેસનો ઉધડો લીધો હતો. તેમણે કોંગ્રેસ વિષે કહ્યું હતું કે કોંગ્રેસ મુસ્લિમોને ડરાવે છે અને પછી તેમના વોટ મેળવે છે. કોંગ્રેસ પોતાની વોટ બેંક ખાતર દેશનું સાંપ્રદાયિકરણ કરી રહી છે. કોંગ્રેસની ફોર્મ્યુલા સ્પષ્ટ છે કે મુસ્લિમોને ડરાવતા રહો, તેમને ડર બતાવો, તેમને વોટ બેંકમાં ફેરવો અને વોટ બેંકને મજબૂત કરો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં