Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘72 લાખમાં જમીન લઈને કરોડોમાં વેચી મારી, 615 ટકા નફો મેળવ્યો’: મની...

    ‘72 લાખમાં જમીન લઈને કરોડોમાં વેચી મારી, 615 ટકા નફો મેળવ્યો’: મની લોન્ડરિંગ કેસ રદ કરવાની રોબર્ટ વાડ્રાની અરજી કોર્ટે ફગાવી, ધરપકડની લટકતી તલવાર

    રોબર્ટ વાડ્રા અને અન્ય પક્ષકારોએ હાઇકોર્ટમાં અરજી કરીને આ કેસ રદ કરવા માટે માંગ કરી હતી. પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે અને કહ્યું છે કે આ કેસમાં ઇડીની તપાસ ચાલુ રહેશે.

    - Advertisement -

    ગાંધી પરિવારના જમાઈ અને કોંગ્રેસ રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને માથે આફત આવતી જણાઈ રહી છે. વાડ્રા સામે નોંધાયેલ એક મની લોન્ડરિંગ કેસમાં જોધપુર હાઇકોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે. આ સાથે કોર્ટે તેમની ધરપકડ ઉપર 2 અઠવાડિયા માટે રોક લગાવી છે. 

    આ મામલો બિકાનેરમાં જમીનની લે-વેચમાં થયેલ કૌભાંડનો છે. જેમાં રોબર્ટ વાડ્રા ઉપરાંત તેમની માતા મૉરીન વાડ્રાનું નામ પણ છે. કેસની તપાસ ઇડી કરી રહી હતી. જેની સુનાવણી જોધપુર હાઇકોર્ટની સિંગલ જજ બેન્ચ કરી રહી છે. બુધવારે સુનાવણી પૂર્ણ કર્યા બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે ગુરુવારે કોર્ટે નિર્ણય સંભળાવ્યો હતો. 

    રોબર્ટ વાડ્રા અને અન્ય પક્ષકારોએ હાઇકોર્ટમાં અરજી કરીને આ કેસ રદ કરવા માટે માંગ કરી હતી. પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે અને કહ્યું છે કે આ કેસમાં ઇડીની તપાસ ચાલુ રહેશે. જોકે, કોર્ટે તેમને બે અઠવાડિયા માટે રાહત આપી છે અને ધરપકડ પર રોક લગાવી છે. અગાઉ કોર્ટે તેમની ધરપકડ પર રોક લગાવતો વચગાળાનો આદેશ પસાર કર્યો હતો, જે હજુ 2 અઠવાડિયા સુધી લાગુ રહેશે. 

    - Advertisement -

    શું છે બિકાનેર જમીન કૌભાંડ કેસ?

    રિપોર્ટ્સ મુજબ આ તપાસ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના કોલાયત વિસ્તારમાં 275 વીઘાં જમીનની ખરીદીને લઈને ચાલી રહી છે. આ જમીન એક કંપની દ્વારા ખરીદવામાં આવી હતી અને રોબર્ટ વાડ્રા પર આરોપ છે કે તેમણે 72 લાખમાં જમીન ખરીદીને કરોડોમાં વેચી નાંખી હતી અને 615 ટકા જેટલો જંગી નફો મેળવ્યો હતો. 

    વધુ વિગતો અનુસાર, સ્કાઈલાઈટ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડના મેનેજર મહેશ નાગરે વચેટિયાનું કામ કર્યું હતું અને રોબર્ટ વાડ્રા અને મૉરીન વાડ્રાએ આપેલા ચેક દ્વારા પોતાના ડ્રાઈવરના નામે જમીન ખરીદીને આખું કૌભાંડ આચર્યું હતું. કેસમાં મહેશ નાગર પણ આરોપી છે.

    આ મામલે પહેલાં રાજસ્થાન પોલીસે FIR દાખલ કરીને સરકારી કર્મચારી, અધિકારી અને ભૂમાફિયા સાથે સાંઠગાંઠ કરીને દસ્તાવેજો બનાવીને, ખરીદ-વેચાણ કરીને, સરકારી જમીન પચાવી પાડવા મામલે આઇપીસીની કલમ 420, 467, 468, 471 અને 120B હેઠળ FIR દાખલ કરી હતી. 

    આ FIRના આધારે વર્ષ 2016માં ઇડીએ 2016માં એક મની લોન્ડરિંગ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ જાન્યુઆરી 2019માં કોર્ટે રોબર્ટ વાડ્રા અને તેમના માતાને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યાં હતાં. જોકે, પછીથી તેમને જામીન આપી દેવાયા હતા. રોબર્ટ વાડ્રાએ ઇડી દ્વારા દાખલ ECIR રદ કરવા માટે અરજી કરી હતી, જેને આજે કોર્ટે ફગાવી દીધી છે. 

    આમ તો બે અઠવાડિયા સુધી રોબર્ટ વાડ્રાને રાહત આપવામાં આવી છે, પરંતુ પછી તેમની ધરપકડ થઇ શકે તેવું પણ મીડિયા અહેવાલોમાં ચર્ચાઈ રહ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં