Friday, May 3, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજન'72ના રજનીકાંતે 52 વર્ષના યોગીના ચરણસ્પર્શ કેમ કર્યા': ટ્રોલ ગેંગને 'થલાઈવા'એ આપ્યો...

    ’72ના રજનીકાંતે 52 વર્ષના યોગીના ચરણસ્પર્શ કેમ કર્યા’: ટ્રોલ ગેંગને ‘થલાઈવા’એ આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું- ‘સન્યાસીના ચરણસ્પર્શ કરવા મારા સંસ્કાર’

    ઘણા લોકોનું એવું કહેવું હતું કે રજનીકાંતની ઉંમર સીએમ યોગી કરતાં વધુ છે. એવામાં તેમણે ચરણસ્પર્શ કરવા જોઈતા નહોતા. સોશિયલ મડિયામાં રજનીકાંતની ફિલ્મ ના જોવાની વાત પણ કહેવામાં આવી હતી. પરંતુ હવે રજનીકાંતે ટ્રોલર્સને જવાબ આપીને 'ટ્રોલર ગેંગ'ની બોલતી બંધ કરી દીધી છે.

    - Advertisement -

    ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ચરણસ્પર્શ કર્યા બાદથી પાછળ પડેલા ટ્રોલર્સને ‘થલાઈવા’ના નામથી જાણીતા સુપરસ્ટાર એક્ટર રજનીકાંતે જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે સન્યાસીઓના ચરણસ્પર્શ કરવા એ તેમના સંસ્કાર રહ્યા છે.

    ટ્રોલરો ઉંમરને ટાંકીને આ અંગે સવાલ ઉઠાવી રહયા હતા. ટ્રોલર્સનું કહેવું એવું હતું કે રજનીકાંતની ઉંમર 72 વર્ષ છે. તેમણે પોતાનાથી નાના 52 વર્ષના યોગી આદિત્યનાથના ચરણસ્પર્શ કેમ કર્યા ?

    તેનો ઉત્તર આપતા રજનીકાંતે ચેન્નાઈ એરપોર્ટની બહાર મીડિયાને કહ્યું હતું કે, “ભલે કોઈ મારાથી નાનું હોય. જો તે યોગી કે સન્યાસી હોય તો તેમના આશીર્વાદ મેળવવા માટે તેમના ચરણસ્પર્શ કરવા મારી પરંપરા છે.” ઉલ્લેખનીય છે કે અત્યારે રજનીકાંત બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહેલી પોતાની ફિલ્મ ‘જેલર’ને લઈને પણ ચર્ચામાં છે.

    - Advertisement -

    તે 19 ઓગસ્ટ 2023ના રોજ ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌ પહોંચ્યા હતા. તેમણે સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત પણ કરી હતી. આ દરમિયાન તેમણે યોગી આદિત્યનાથના ચરણસ્પર્શ કર્યા હતા. તેના ફોટા અને વિડીયો પણ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયા હતા.

    તેને લઈને સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા હતા. ઘણા લોકોનું એવું કહેવું હતું કે રજનીકાંતની ઉંમર સીએમ યોગી કરતાં વધુ છે. એવામાં તેમણે ચરણસ્પર્શ કરવા જોઈતા નહોતા. સોશિયલ મડિયામાં રજનીકાંતની ફિલ્મ ના જોવાની વાત પણ કહેવામાં આવી હતી. પરંતુ હવે રજનીકાંતે ટ્રોલર્સને જવાબ આપીને ‘ટ્રોલર ગેંગ’ની બોલતી બંધ કરી દીધી છે.

    નોંધનીય છે કે ‘જેલર’એ 10 ઓગસ્ટ 2023એ રિલીઝ થઈ ત્યારથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મ કમાણીના તમામ રેકોર્ડ તોડી રહી છે. ‘જેલર’ લગભગ 900 સ્ક્રીન પર એક સાથે રિલીઝ થઈ હતી. રાજનીકાંતે ફિલ્મમાં ‘જેલર ટાઈગર’ની ભૂમિકા નિભાવી છે. ફિલ્મમાં રજનીકાંત ઉપરાંત મોહનલાલ, શિવરાજકુમાર અને જેકી શ્રોફની મહત્વની ભૂમિકા છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 550 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં