‘ભિખારી’ શબ્દથી એવા લોકોનો વિચાર આવે છે કે જેઓ ગરીબ છે, ફાટેલા, જૂના કપડાં પહેરે છે અને અવ્યવસ્થિત વાળ ધરાવે છે. જો કે, કેટલાક લોકો ભીખ માંગવાને સફળ અને લાભદાયી વ્યવસાયમાં ફેરવીને એક નવા સ્તરે લઈ ગયા છે. આજે મુંબઈના એવા જ એક ભિખારી, ભરત જૈન વિશે વાત કરવાની છે જે વિશ્વના સૌથી અમીર ભિખારી હોવાનું મનાય છે.
અહેવાલો અનુસાર, ભરત જૈન વિશ્વના સૌથી અમીર ભિખારી છે અને હજુ પણ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના વ્યસ્ત રસ્તાઓ પર ભીખ માંગવાનું તેઓએ ચાલુ રાખ્યું છે.
आखिर मिल ही गया दुनिया का सबसे अमीर भिखारी, ये है भरत जैन, मुंबई में रहते हैं, कुल संपत्ति 7.5 करोड़ हैं
— News24 (@news24tvchannel) July 7, 2023
◆ वे भीख मांगकर हर महीने 60,000-75,000 रुपए कमाते हैं
◆ उनका मुंबई में 1.2 करोड़ रुपए की क़ीमत वाले दो बेडरूम का फ्लैट है
Richest Beggar Bharat Jain | #BharatJain pic.twitter.com/FqedkAvcwB
ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ ભરત જૈન વિશ્વના સૌથી ધનિક ભિખારી છે અને તેમને આજે પણ મુંબઈની શેરીઓમાં ભીખ માંગતો જોઈ શકાય છે. જૈન, જે પરિણીત છે, તેમના પરિવારમાં તેમની પત્ની, બે છોકરાઓ, તેમના ભાઈ અને તેમના પિતાનો સમાવેશ થાય છે. નાણાંકીય અસ્થિરતાને કારણે તેઓ બાળપણમાં શાળામાં અભ્યાસ કરી શક્યા ન હતા.
અહેવાલો અનુસાર જૈને હાલમાં 7.5 કરોડની નેટવર્થ એકઠી કરી છે. ભીખ માંગવાથી તેમની માસિક આવક રૂ. 60,000 થી રૂ. 75,000 ની વચ્ચે રહેતી હોય છે.
World's richest begger, Bharat Jain lives in Mumbai
— Atul Modani (@atulmodani) July 7, 2023
His net worth is few crores
2 flats, 2 shops and monthly income of 1 Lakh https://t.co/qUOYVmmosP
વધુમાં, તેઓ થાણેમાં બે છૂટક સંસ્થાઓ ધરાવે છે જે મહિને રૂ. 30,000 મેળવે છે અને મુંબઇમાં 2BHK ફ્લેટ જેની કિંમત રૂ. 1.2 કરોડ છે. અહેવાલો અનુસાર, જૈન મુંબઈના આઝાદ મેદાન અથવા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) જેવા જાણીતા વિસ્તારોમાં ભીખ માંગે છે.
જૈને આટલી સંપત્તિના માલિક હોવા છતાં નાણાકીય કેન્દ્ર એવા મુંબઈની શેરીઓમાં ભીખ માંગવાનું ચાલુ રાખ્યુ છે. જ્યારે શહેરમાં ઘણા લોકોને લાંબા કલાકો સુધી કામ કર્યા પછી થોડાક રૂપિયા કમાવવાનું મુશ્કેલ લાગે છે, ત્યારે જૈન 10 થી 12 કલાકમાં દરરોજ 2,000 થી 2,500 રૂપિયાની કમાણી કરી લે છે, ભારતીયોની દયાના કારણે.
મુંબઈના પરેલમાં 1BHK ડુપ્લેક્સ રહેઠાણ ભરત જૈન અને તેમના પરિવારનું ઘર છે. તેમના બાળકોએ સ્થાનિક કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ પૂરો કર્યો છે. તેના અન્ય સંબંધીઓ સ્ટેશનરીની દુકાન ચલાવે છે. તેઓ સતત જૈનને ભીખ માંગવાનું બંધ કરવા કહે છે, પરંતુ તેઓ તેમની વાત સાંભળતા નથી અને સતત ભીખ માંગવાનું ચાલુ રાખે છે.