Saturday, July 20, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટતકરીરોમાં મહિલાઓને વાસના સંતોષવાનું સાધન ગણાવતા મૌલાનાએ નિકાહના બહાને યુવતી પર બળાત્કાર...

  તકરીરોમાં મહિલાઓને વાસના સંતોષવાનું સાધન ગણાવતા મૌલાનાએ નિકાહના બહાને યુવતી પર બળાત્કાર ગુજારી વિડીયો બનાવ્યા, 10 વર્ષની જેલ

  મહિલાઓને માત્ર વાસના સંતોષવાનું સાધન ગણતા મૌલાના જર્જીસને ઉત્તર પ્રદેશની એક કોર્ટે બળાત્કારના મામલામાં 10 વર્ષની કેદની સજા આપી છે.

  - Advertisement -

  મુસ્લિમ મહિલાઓના કપડા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર અને પોતાની તકરીરોમાં મહિલાઓને વાસના સંતોષવાનું સાધન ગણાવતા બળાત્કારી મૌલાના જર્જિસને વારાણસીની કોર્ટે 10 વર્ષની સખત કેદ ફટકારી છે. આ સાથે મૌલાના પર 10 હજાર રૂપિયા સુધીનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. તો બીજી તરફ મૌલાનાના વકીલે હાઈકોર્ટમાં જવાની વાત કરી છે.

  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૌલાના જરજીસને કોર્ટે લગ્નના બહાને એક મહિલા પર બળાત્કાર ગુજારવા બદલ સજા સંભળાવી છે. મૌલાનાને બુધવારે (21 સપ્ટેમ્બર 2022) વારાણસીની ફાસ્ટ ટ્રેક કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. તેના પર મહિલા પર બળાત્કાર કરવાનો અને પછી તેનો વીડિયો બનાવીને તેને ધમકી આપવાનો આરોપ હતો.

  શું છે સમગ્ર મામલો

  - Advertisement -

  પીડિત મહિલા જેતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી છે. તેણે મૌલાના જરજીસ પર આરોપ લગાવ્યો હતો કે સાડા છ વર્ષ સુધી મૌલાનાએ નિકાહના બહાને મહિલા પર બળાત્કાર કર્યો અને બાદમાં તેને ધમકીઓ આપવાનું શરૂ કર્યું. મહિલાએ જણાવ્યું કે મૌલાનાએ બળાત્કાર દરમિયાન તેનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો હતો અને તેના આધારે તેને બ્લેકમેલ કરતો હતો.

  સમગ્ર ઘટના અંગે માહિતી આપતા મહિલાએ કહ્યું કે મૌલાના જરજીસ હંમેશા બનારસમાં તકરીર કરવા આવતો હતો. તે દરમિયાન તે એક હોટલમાં રોકાયો હતો. તકરીર દરમિયાન મહિલાનો પરિચય વર્ષ 2013માં મૌલાના સાથે થયો હતો. તે પછી હું તેને ઘણી વખત મળી. ત્યારપછી જ્યારે પણ મૌલાના જરજીસ બનારસ આવતો ત્યારે તે મહિલાને હોટલમાં બોલાવતો હતો.

  પીડિતાના કહેવા મુજબ લગ્નની લાલચમાં તે હોટલમાં જતી હતી. મૌલાનાએ મહિલાને હોટલમાં બોલાવીને ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો અને તેનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો હતો. મહિલાએ જણાવ્યું કે જ્યારે પણ તે વીડિયો પછી બનારસ આવતો ત્યારે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને રેપ કરતો હતો. આટલું જ નહીં 19 નવેમ્બર 2015ના રોજ મૌલાના મહિલાના ઘરે પહોંચ્યો અને તેને એક રૂમમાં લઈ ગયો અને તેની સાથે રેપ કર્યો.

  તેમની ધમકીઓથી પરેશાન થઈને પીડિતાએ આખરે ડિસેમ્બર 2015માં જેતપુરા પોલીસ સ્ટેશનમાં મૌલાના જરજીસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

  ઉલ્લેખનીય છે કે કોર્ટમાં હાજરી દરમિયાન મૌલાના કોર્ટ પરિસરમાં હસતો જોવા મળ્યો હતો, પરંતુ સજા સાંભળ્યા બાદ તેના ચહેરા પરથી હાસ્ય ગાયબ થઈ ગયું હતું.

  મોઢું ન ઢાંકતી મુસ્લિમ મહિલાઓ પર અભદ્ર ટીપ્પણી

  ઉલ્લેખનીય છે કે મૌલાના જરજીસે ગયા વર્ષે એક તકરીર દરમિયાન મોઢું ન ઢાંકતી યુવતીઓ સામે ઝેર ઓક્યું હતું . આ દરમિયાન યુવતીઓ મોઢું ઢાંક્યા વગર ફરી રહી હતી તે જોઇને તે આખા સમુદાયને મૃત અને આઈસીયુમાં પડેલો કહી રહ્યો હતો. મૌલાનાના સંબોધનનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં મૌલાનાએ પીએમ મોદી અને સીએમ યોગી પર પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

  જેમાં મૌલાના કહે છે કે જુલૂસમાં છોકરીઓ એવીરીતે સજી ધજીને આવે છે જાણે કે તેમના લગ્ન હોય હોય અને છોકરાઓ એટલા માટે આવે છે કારણ કે તેઓ પસંદ કરી શકે કે તેઓ કોની સાથે લગ્ન કરશે. મૌલાનાએ કહ્યું કે આ બધું જોઈને તેમને એવું લાગે છે કે એક કુ%$ની પાછળ દસ દસ કુ% છે. તેણે કહ્યું કે કેટલી વાર કહેવામાં આવે કે કોની દીકરી, કોની બહેન જેની માતા ઢાંકપિછોડો કર્યા વિના ફરે છે, તે ગુસ્સે છે.

  મહિલાઓને વાસના સંતોષવાનું સાધન ગણે છે મૌલાના

  આ પહેલા પણ મૌલાનાનો એક વિડીયો સામે આવ્યો હતો જમા તે મહિલાઓને માત્ર વાસના સંતોષવાનું સભાન ગણાવે છે, વિડીયોમાં મૌલાના કહેતો સાંભળી શકાય છે કે સ્ત્રીઓએ તેમના પતિની તમામ શારીરિક જરૂરિયાતો સંતોષવી જોઈએ, પછી ભલે તે બાળકને જન્મ આપવાની તૈયારીમાં કેમ ન હોય. આમ ન કરવાથી તેમના પતિ પરસ્ત્રી પાસે જવા મજબુર થશે, તેથીજ મહિલાઓએ તેમના શોહરની તમામ જરૂરિયાતો જીવના ભોગે પણ પૂરી કરવીજ જોઈએ.

  મૌલાનાના કહેવા મુજબ ઇસ્લામમાં સ્ત્રીઓ માત્ર પુરુષોના સંતોષનું સાધન છે, આ પ્રકારની માનસિકતા ધરાવનાર મૌલાનાને કોર્ટે બળાત્કારના આરોપમાં દોષી ઠેરવી 10 વર્ષની આકરી જેલની સજા ફટકારી છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં