Tuesday, April 23, 2024
More
  હોમપેજક્રાઈમ'મસ્જિદમાં રેપ, હથિયારો અને મહિલાઓની તસ્કરી': પ્રતાડિત થઈને ઈસ્લામ છોડી દેનાર યુવતીએ...

  ‘મસ્જિદમાં રેપ, હથિયારો અને મહિલાઓની તસ્કરી’: પ્રતાડિત થઈને ઈસ્લામ છોડી દેનાર યુવતીએ CM યોગીને લખ્યો પત્ર, કહ્યું- જુમ્માની નમાજ બાદ થાય છે મૌલાનાઓની સેક્સ પાર્ટી

  પીડિતાએ પોતાની ફરિયાદમાં એમ પણ કહ્યું છે કે, આ પાર્ટીમાં નાની-નાની બાળકીઓને માદક પદાર્થ આપીને તેની સાથે રેપ કરવામાં આવે છે. ઈમ્તિયાઝ, મૌલાના રઈસ અને તેની આખી ગેંગ જામિયા મદરેસા રામપુર, બરેલી અને અલીગઢમાં યુવતીઓ અને બાળકીઓને જેહાદી બનાવે છે.

  - Advertisement -

  21 માર્ચ, 2024ના રોજ, ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં એક મૌલાના અને હાજી સહિત કુલ 8 લોકો સામે ગેંગરેપની FIR નોંધવામાં આવી છે. એક વર્ષ પહેલાં ઘર વાપસી કરીને હિંદુ બનેલી પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, બળાત્કારીઓમાંથી ચાર તેના મામા છે. આ પીડિતાનો વધુ એક પત્ર સામે આવ્યો છે. જેમાં પ્રતાડિત યુવતીએ ઉત્તર પ્રદેશના CM આદિત્યનાથ યોગીને મસ્જિદમાં થતી ગેરકાયદેસર ગતિવિધિઓ અંગે ફરિયાદ કરી છે. તેણે મસ્જિદ વિરુદ્ધ મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે.

  આ પત્ર 12 માર્ચ, 2024ના રોજ લખવામાં આવ્યો છે, જેમાં મસ્જિદની અંદર જુમ્માની નમાજ બાદ છોકરીઓ પર બળાત્કાર અને તેની તસ્કરી જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ મામલો યુપીના રામપુર જિલ્લાના શહજાદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં રહેતી પ્રતાડિત યુવતીએ રામપુર શહેરના બેગમ બાગ વિસ્તારમાં આવેલી એક મસ્જિદ વિરુદ્ધ ઉત્તર પ્રદેશના CM યોગીને પત્ર લખ્યો છે. તેણે મસ્જિદમાં થતાં ગેરકાયદેસર કામો વિશે પણ કહ્યું છે.

  ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ ફરિયાદની નકલ અનુસાર, પીડિતાની માતા પર 1992થી 5 વર્ષ સુધી તે મસ્જિદમાં સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. પીડિતાનું કહેવું છે કે, મસ્જિદમાં સતત બળાત્કારને કારણે તેની માતાએ હવે પેડ પહેરવું પડે છે. પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, તેની માતાને 24 કલાકમાં માત્ર એક જ વાર ભોજન આપવામાં આવતું હતું. આ મસ્જિદનો ઈમામ રઈસ નામનો એક શખ્સ છે.

  - Advertisement -

  પીડિતાએ ઈમ્તિયાઝ હુસૈન, બરેલવી જમાતના મૌલાના લતીફ, વાહિદ રઝા, લઈક, તાહિરા, અરમાના, ઈરફાન હાજી, અસરાર હુસૈન, રઈસ મૌલાના અને ઈરફાન મૌલાના પર તેની માતાને બંધક બનાવીને રેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. પીડિતાએ વધુમાં જણાવ્યું કે, તેની એક ગેંગ છે જે છોકરીઓને પણ સપ્લાય કરે છે. તેનો આરોપ છે કે જુમ્માની નમાજ બાદ મસ્જિદમાં વિશાળ પાર્ટીનું આયોજન કરવામાં આવે છે.

  પીડિતાએ પોતાની ફરિયાદમાં એમ પણ કહ્યું છે કે, આ પાર્ટીમાં નાની-નાની બાળકીઓને માદક પદાર્થ આપીને તેની સાથે રેપ કરવામાં આવે છે. ઈમ્તિયાઝ, મૌલાના રઈસ અને તેની આખી ગેંગ જામિયા મદરેસા રામપુર, બરેલી અને અલીગઢમાં યુવતીઓ અને બાળકીઓને જેહાદી બનાવે છે. ફરિયાદ પત્રમાં કેટલીક યુવતીઓના વેચાણનો પણ ઉલ્લેખ છે. આ ગેંગ પર ચરસ, અફીણ અને ગેરકાયદેસર હથિયારો સપ્લાય કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

  ફરિયાદીના જણાવ્યા મુજબ, તેની માતા સાથે મસ્જિદમાં વારંવાર બળાત્કાર કરવામાં આવ્યો હતો એટલું જ નહીં, તેની એક બહેન પર પણ આરોપીઓએ બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં તેને ગુમ કરી દીધી હતી. તેની બહેન આજદિન સુધી મળી નથી. ફરિયાદના અંતે પીડિતાએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે મસ્જિદો અને મદરેસાઓમાં ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે અને કહ્યું છે કે ત્યાં બોક્સમાં હથિયારો રાખવામાં આવે છે.

  મો કાળું કરવા માટે ખૂલ્યા મદરેસા

  ઑપઇન્ડિયા પાસે પીડિતાનું વિડીયો નિવેદન પણ ઉપલબ્ધ છે. જેમાં પીડિતાએ સવાલ કર્યો છે કે, જો મહિલાઓને મસ્જિદમાં જવાની મંજૂરી નથી તો આટલી બધી છોકરીઓ ત્યાં કેવી રીતે પહોંચી? પીડિતાનો દાવો છે કે, આ મસ્જિદમાં કુરાનનું પણ અપમાન થઈ રહ્યું છે. તેની પાસે તેનો વિડીયો પણ છે. વિડીયોમાં એવો સવાલ કરવામાં આવ્યો છે કે, શું મસ્જિદની અંદર છોકરી સાથે સેક્સ કરવું જાયજ છે?

  પીડિતાના જણાવ્યા મુજબ, આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને ભૂતકાળમાં તેણે ઘણા હિંદુઓની હત્યા પણ કરી છે. પોતાને બળાત્કાર પીડિતા ગણાવતા યુવતીએ કહ્યું કે, આરોપીઓનું સંગઠન નૈનીતાલ સુધી સક્રિય છે. એવો આરોપ છે કે, મસ્જિદમાં રાતની છેલ્લી નમાજ બાદ યુવતીઓની અવરજવર શરૂ થઈ જાય છે, જેને સવારની નમાજ પહેલાં જ મસ્જિદમાંથી બહાર કાઢી નાખવામાં આવે છે.

  પીડિતાએ પોતાના વિડીયો નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે, મૌલાનાઓએ પોતાનું મોઢું કાળું કરવા માટે જ મદરેસા ખોલ્યા છે. યુવતીએ એમ પણ કહ્યું કે, આ બધા ખુલાસાથી તેનો જીવ જોખમમાં છે. યુવતીએ ગમે ત્યારે પોતાની હત્યા થવાની આશંકા વ્યક્ત કરી છે. પીડિતાએ CM યોગી અને PM મોદી પાસેથી ન્યાયની આશા વ્યક્ત કરી છે.

  રૂમમાં કોન્ડોમ અને સેક્સવર્ધક દવાઓ

  પીડિતાના વકીલ દ્વારા ઑપઇન્ડિયાને ઘણા વિડીયો આપવામાં આવ્યા છે. આ વિડીયોમાં યુવતી તેની અને તેની માતા સાથે બનેલી ઘટના વિશે માહિતી આપે છે. તેમાંથી કેટલાક વિડીયો મસ્જિદની અંદરના પણ છે. આ વિડીયોમાં ઈમામના પલંગ પર ઘણા હથિયારો અને કારતુસ પડેલા જોવા મળે છે. બેડ પર કેટલાક અશ્લીલ પુસ્તકો પણ પથરાયેલા છે.

  અન્ય એક વિડીયોમાં એક યુવતી મસ્જિદના ઈમામ રઈસને પોલીથીન ખોલવા કહે છે. જે બાદ પોલીથીનમાંથી કોન્ડોમ બહાર નીકળીને પડે છે. પાછળથી આવી રહેલા અવાજમાં કહેવામાં આવી રહ્યું છે કે, ઈમામની પોલીથીનમાં સેક્સવર્ધક દવાઓ પણ છે. યુવતીએ બનાવેલા વિઝ્યુઅલમાં કેટલાક એવા રૂમનો પણ દાવો કરવામાં આવ્યો છે જ્યાં છોકરીઓનું યૌન શોષણ થાય છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં