Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપ્રશાસન આગ્રહ કરતું રહ્યું પણ રણબીર-આલિયા અવગણીને મહાકાલ દર્શને ન ગયાં: એમપીના...

    પ્રશાસન આગ્રહ કરતું રહ્યું પણ રણબીર-આલિયા અવગણીને મહાકાલ દર્શને ન ગયાં: એમપીના ગૃહમંત્રીનો ખુલાસો, કહ્યું- તમામ વ્યવસ્થાઓ કરી હતી

    બૉલીવુડ દંપતી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ની રિલીઝ પહેલાં મહાકાલના દર્શને ગયાં હતાં, જ્યાં હિંદુ સંગઠનોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

    - Advertisement -

    બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટ મંગળવારે (6 સપ્ટેમ્બર, 2022) તેમની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની રિલીઝ પહેલા ભગવાન મહાકાલના દર્શન કરવા માટે ઉજ્જૈન પહોંચ્યાં હતાં. પરંતુ હિંદુ સંગઠનોના વિરોધને કારણે તેમને દર્શન કર્યા વિના જ પરત ફરવું પડ્યું હતું. આ અહેવાલોને લઈને મધ્યપ્રદેશના ગૃહમંત્રી ડૉ. નરોત્તમ મિશ્રાએ નિવેદન જાહેર કર્યું છે કે તેમના માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં રણબીર-આલિયા જાણીજોઈને મહાકાલના દર્શને નહોતા ગયાં.

    નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે, ઉજ્જૈન પ્રશાસને અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટના દર્શન માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી, પરંતુ વહીવટીતંત્રની વિનંતી છતાં બંને જાણીજોઈને દર્શન માટે ગયાં ન હતાં. તેમને આગળ જણાવ્યું કે, “પ્રદર્શન થાય તે એક અલગ વિષય છે, પરંતુ દર્શન માટે કોઈ બાધ નથી. તેમની સાથે આવેલા બાકીના લોકો અને અયાન મુખર્જીએ પણ દર્શન કર્યા હતા. પ્રશાશન તરફથી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમને પણ દર્શન માટે વિનંતી કરવામાં આવી હતી. મેં જાતે વહીવટીતંત્ર સાથે વાત કરી હતી. પ્રશાસનની વિનંતી છતાં રણબીર અને આલિયા પોતે દર્શન માટે ગયા ન હતા. કલાકારોએ પણ એવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ જે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડે.”

    અહેવાલો અનુસાર, મંગળવારે (6 સપ્ટેમ્બર, 2022) રણબીર અને તેની પત્ની આલિયા મહાકાલ મંદિરના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યાં હતાં. હિન્દુ સંગઠનોએ મંદિરની બહાર કાળી પટ્ટી બાંધીને તેમનો વિરોધ કર્યો હતો. લોકોએ રણબીર અને આલિયાને મંદિરમાં પ્રવેશવા પણ નહોતા દીધા. લોકોનું કહેવું હતું કે તે રણબીર જેવા ‘ગૌભક્ષકો’ને તેઓ મહાકાલના મંદિરમાં પ્રવેશવા દેશે નહીં.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ‘બ્રહ્માસ્ત્ર’ 9 સપ્ટેમ્બર 2022ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર‘ના અભિનેતાની ‘બીફ’ ટિપ્પણીને લઈને વિરોધ થઈ રહ્યો છે. જેમાં તેણે પોતાને સૌથી મોટો બીફ લવર ગણાવ્યો હતો. ઉપરાંત, આલિયાએ તાજેતરમાં કહ્યું હતું કે જેઓ તેને પસંદ નથી કરતા તેઓ ફિલ્મ જોવા ન જાય. તે જ સમયે ડિરેક્ટર અયાન મુખર્જીએ મહાકાલના સારી રીતે દર્શન કર્યા હતા. તેમણે ધાર્મિક વિધિઓ અનુસાર પૂજા પણ કરી હતી. નિર્દેશકે પૂજા કરતી વખતનો એક ફોટો પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે .

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં