Tuesday, April 30, 2024
More
    હોમપેજદેશરામભક્તો હવે સરળતાથી કરી શકશે અયોધ્યા યાત્રા: ભારતીય રેલવે દેશભરમાંથી 1,000 વિશેષ...

    રામભક્તો હવે સરળતાથી કરી શકશે અયોધ્યા યાત્રા: ભારતીય રેલવે દેશભરમાંથી 1,000 વિશેષ ટ્રેનો દોડાવશે, પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને લેવાયો નિર્ણય

    અયોધ્યા નગરી 22 જાન્યુઆરીએ નવનિર્મિત રામ જન્મભૂમિ મંદિરના ભવ્ય ઉદ્ઘાટન માટે તૈયાર છે. એ સાથે ભારતીય રેલવે પણ કરોડો લોકોની આસ્થાને ધ્યાને રાખીને સ્પેશ્યલ ટ્રેનો દોડાવવાની તૈયારી કરી રહી છે.

    - Advertisement -

    કરોડો લોકોની આસ્થા જેની સાથે જોડાયેલી છે તે રામ મંદિરના પ્રથમ તબક્કાનું નિર્માણકાર્ય હવે પૂર્ણતાને આરે છે. 22 જાન્યુઆરીના રોજ પવિત્ર યાત્રાધામ અયોધ્યામાં ભગવાન શ્રીરામ બિરાજમાન થવા જઈ રહ્યા છે. જેને લઈને દેશભરમાં તૈયારીઓ ચાલી રહી છે. હવે એ જાણવા મળી રહ્યું છે કે અયોધ્યા આવવા માંગતા ભક્તોની સરળતા હેતુ ભારતીય રેલવે 19 જાન્યુઆરીથી 1,000 સ્પેશ્યલ ટ્રેનો દોડાવવાની તૈયારી કરી રહી છે.

    અયોધ્યા નગરી 22 જાન્યુઆરીએ નવનિર્મિત રામ જન્મભૂમિ મંદિરના ભવ્ય ઉદ્ઘાટન માટે તૈયાર છે. એ સાથે ભારતીય રેલવે પણ કરોડો લોકોની આસ્થાને ધ્યાને રાખીને સ્પેશ્યલ ટ્રેનો દોડાવવાની તૈયારી કરી રહી છે. ભક્તો માટે દેશના વિવિધ ભાગોમાંથી 1,000 જેટલી વિશેષ ટ્રેનો દોડાવવાની યોજના બનાવવામાં આવી છે. આ ટ્રેનોનું સંચાલન 19 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે અને ભવ્ય ઉદ્ઘાટન પછીના 100 દિવસ સુધી સ્પેશયલ ટ્રેનોની સેવા ચાલુ રાખવામાં આવશે. નોંધનીય છે કે સામાન્ય લોકો માટે રામ મંદિરના કપાટ 23 જાન્યુઆરીથી ખુલશે.

    કેટરિંગ સુવિધામાં પણ કરાશે વધારો

    જાણવા મળી રહ્યું છે કે, દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગલોર, પૂણે, કોલકાતા, નાગપુર, લખનૌ, અને જમ્મુ-કાશ્મીરથી અયોધ્યા સુધી આ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. લોકોની માંગને જોતાં ટ્રેનો વધારવાની રેલવે વિભાગની યોજના છે. સ્પેશ્યલ ટ્રેનો દોડવાથી રામભક્તો સરળતાથી અયોધ્યાની યાત્રા કરી શકશે. યાત્રીઓને કોઈપણ પ્રકારની હાલાકી ના ભોગવવી પડે એ હેતુથી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. એ ઉપરાંત IRCTC પણ ઝડપથી કેટરિંગની સુવિધામાં વધારો કરવાં કાર્યરત છે. જેને લઈને બહોળી સંખ્યામાં આવતા યાત્રિકોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

    - Advertisement -

    15 જાન્યુઆરીએ પૂર્ણ થશે સ્ટેશન રિનોવેશનનું કાર્ય

    પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં અયોધ્યા ખાતે લાખો લોકો આવી શકે તેવી સંભાવના છે. વિશાળ સંખ્યામાં આવતા લોકોને હાલાકી ના ભોગવવી પડે તે માટે રેલવે વિભાગ પણ સજ્જ છે. ભારતીય રેલવે તરફથી અયોધ્યા સ્ટેશનનું રિનોવેશન કરાવવામાં આવી રહ્યું છે, જેમાં આ સ્ટેશનની ક્ષમતાને વધારીને 50,000 યાત્રી પ્રતિદિન કરવામાં આવશે. જાણવા મળી રહ્યું છે કે સ્ટેશનનું રિનોવેશન કાર્ય 15 જાન્યુઆરી સુધીમાં સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે. જે બાદ અયોધ્યા આવતા યાત્રાળુઓને કોઈપણ સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

    22 જાન્યુઆરીએ અયોધ્યાના મંદિરમાં બિરાજમાન થશે પ્રભુ શ્રીરામ

    ઉલ્લેખનીય છે કે આગામી 22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ભવ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહેશે. એ સિવાય દેશભરના 7 હજારથી વધુ VVIP અને VIP પણ આ કાર્યક્રમમાં સહભાગી થશે. 22 જાન્યુઆરીના રોજ દેશભરમાં ઉત્સવ મનાવવામાં આવશે. દીપ પ્રગટાવીને રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવશે. દેશના અનેક મંદિરોમાં પણ તે દિવસે ઉજવણી કરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં