Wednesday, May 8, 2024
More
    હોમપેજદેશતારીખ-22 જાન્યુઆરી, 2024, સમય-12:30…. અયોધ્યાના મંદિરમાં બિરાજમાન થશે પ્રભુ શ્રીરામ, ટ્રસ્ટનું અધિકારિક...

    તારીખ-22 જાન્યુઆરી, 2024, સમય-12:30…. અયોધ્યાના મંદિરમાં બિરાજમાન થશે પ્રભુ શ્રીરામ, ટ્રસ્ટનું અધિકારિક એલાન: પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ માટે PM મોદીને આમંત્રણ અપાયું

    શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને આમંત્રણ પાઠવ્યું. PMએ કહ્યું- હું ધન્યતા અનુભવું છું. આ મારું સૌભાગ્ય છે કે પોતાના જીવનકાળમાં આ ઐતિહાસિક અવસરનો સાક્ષી બનીશ.”

    - Advertisement -

    અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ક્યારે યોજાશે તેની અધિકારિક તારીખ સામે આવી ગઈ છે. 22 જાન્યુઆરી, 2024ના રોજ ભગવાન મંદિરમાં બિરાજશે. રામમંદિરમાં યોજનારા પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આજે પીએમ મોદીને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. 

    વડાપ્રધાને X પર એક પોસ્ટ કરીને લખ્યું કે, “આજનો દિવસ ભાવનાઓથી ભરેલો છે. હમણાં શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારી મને મળવા મારા નિવાસસ્થાને આવ્યા હતા. તેમણે મને શ્રીરામ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠાના અવસર પર અયોધ્યા આવવા માટે નિમંત્રિત કર્યો છે. હું ધન્યતા અનુભવું છું. આ મારું સૌભાગ્ય છે કે પોતાના જીવનકાળમાં આ ઐતિહાસિક અવસરનો સાક્ષી બનીશ.”

    આ મુલાકાત બાદ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે એક નિવેદનમાં જણાવ્યું કે, “શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી, કોષાધ્યક્ષ, મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ અને મહામંત્રી આજે (બુધવારે) પીએમ મોદીને મળવા માટે ગયા હતા. અમે તેમને 22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યા પધારીને નવા બની રહેલા મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા પોતાના વરદ હસ્તે કરવાનું આમંત્રણ આપ્યું. પ્રસન્નતાની વાત છે કે વડાપ્રધાને અમારું આમંત્રણ સ્વીકાર કર્યું છે. તેઓ પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે અયોધ્યામાં ઉપસ્થિત રહેશે.” 

    - Advertisement -

    તેમણે અધિકારિક રીતે જણાવ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ 22 જાન્યુઆરી, 2024 હવે નિશ્ચિત થઈ ગઈ છે. અમુક રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે કે આ કાર્યક્રમ બપોરે 12:30  કલાકે યોજાશે. 

    રામમંદિરના નિર્માણની વાત કરવામાં આવે તો પાયો તૈયાર થઈ ગયો છે અને હાલ ગર્ભગૃહનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ભગવાનનું મંદિર તૈયાર કરવા માટે હજારો લોકો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. ગત 18 ઓક્ટોબરના રોજ મંદિર ટ્રસ્ટ દ્વારા શૅર કરવામાં આવેલ ફોટોગ્રાફમાં ભવ્ય મંદિર આકાર લેતું જોઈ શકાય છે. 

    મંદિર નિર્માણનો પ્રથમ તબક્કો ડિસેમ્બર, 2023માં પૂર્ણ કરી લેવામાં આવશે. ત્યારબાદ જાન્યુઆરીમાં પ્રાણપ્રતિષ્ઠા થશે. જેની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી અને હવે તારીખ પણ નક્કી થઈ ગઈ છે. જોકે, મંદિરનું નિર્માણ ત્યારપછી પણ ચાલતું રહેશે પરંતુ રામલલાના દર્શન થઈ શકશે. સમગ્ર મંદિર પરિસર તૈયાર થતાં વર્ષ 2025 આવી જશે તેવું અનુમાન છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં