Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશર્લિન ચોપરાની ફરિયાદ પર રાખી સાવંતની ધરપકડ; બંનેએ એકબીજા પર અભદ્ર ભાષાના...

    શર્લિન ચોપરાની ફરિયાદ પર રાખી સાવંતની ધરપકડ; બંનેએ એકબીજા પર અભદ્ર ભાષાના ઉપયોગનો લગાવ્યો હતો આરોપ

    આ ધરપકડ શર્લિન ચોપરા દ્વારા ગયા વર્ષે રાખી વિરુદ્ધ કરવામાં આવેલી એક ફરિયાદના આધારે કરવામાં આવી છે. આ ધરપકડ અંગે ખુદ શર્લિન ચોપરાએ ટ્વીટ કરી હતી.

    - Advertisement -

    શર્લિન ચોપરા અને રાખી સાવંત વચ્ચેના કાયમી ઝઘડામાં આજે એક નવો જ વળાંક આવ્યો હતો. મુંબઈ પોલીસે શર્લિન ચોપરાની ગત વર્ષની ફરિયાદના આધારે આજે રાખી સાવંતની ધરપકડ કરી છે. રાખી સાવંત છેલ્લા અમુક દિવસોથી તેના લગ્નજીવન બાબતે પહેલાંથી જ ચર્ચામાં છે.

    પતિ આદિલ ખાન દુર્રાની સાથેના ચગડોળે ચડેલા લગ્નજીવનના સમાચારો હજી પણ મુખ્યધારાના મીડિયામાં ચાલી રહ્યાં છે એવામાં રાખી સાવંતે આજે આદિલ સાથે જ પોતાની ડાન્સ એકેડમીનું ઉદ્ઘાટન બપોરે 3 વાગ્યે કરવાનું હતું. પરંતુ તે પહેલાં જ મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

    આ ધરપકડ શર્લિન ચોપરા દ્વારા ગયા વર્ષે રાખી વિરુદ્ધ કરવામાં આવેલી એક ફરિયાદના આધારે કરવામાં આવી છે. આ ધરપકડ અંગે ખુદ શર્લિન ચોપરાએ ટ્વીટ કરી હતી. આ ટ્વીટમાં શર્લિને જણાવ્યું છે કે આંબોલી પોલીસે રાખી સાવંતને FIR 883/2022 ના સંદર્ભે અરેસ્ટ કરી લીધી છે. ગઈકાલે રાખી સાવંતની ABA 1870/2022ને મુંબઈની સેશન્સ કોર્ટે રદ્દ કરી હતી.

    - Advertisement -

    રાખી સાવંત પર ઇન્ડિયન પીનલ કોડ તેમજ આઈટી એક્ટ હેઠળ આરોપ છે કે તેણે ગયા વર્ષે એક પ્રેસ કોન્ફરન્સમાં શર્લિન ચોપરાનો એક વાંધાજનક વિડીયો દેખાડ્યો હતો અને તેના માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો.

    પરંતુ રાખી સાવંતે જ પોલીસને આ સમયે કહ્યું હતું કે શર્લિન ચોપરાએ 6 નવેમ્બર 2022ના રોજ તેનો એક વિડીયો યુટ્યુબ તેમજ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો અને તેણે તેના માટે વાંધાજનક ટીપ્પણી કરી હતી અને અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કર્યો હતો.   

    શર્લિન ચોપરા અને રાખી સાવંત વચ્ચેનો આ ઝઘડો ત્યારે શરુ થયો હતો જ્યારે ચોપરાએ ફિલ્મ ડિરેક્ટર સાજીદ ખાન વિરુદ્ધ જાતીય સતામણીના આરોપ લગાવ્યા હતાં. સાજીદ ખાન તે સમયથી જ ટીવી પ્રોગ્રામ બીગ બોસનો ભાગ છે. શર્લિન ચોપરાએ સાજીદ ખાન વિરુદ્ધ આ આરોપો જુહુ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ રૂપે નોંધાવ્યાં પણ હતાં.

    શર્લિન ચોપરાએ આંબોલી પોલીસ સ્ટેશનમાં રાખી સાવંત ઉપરાંત તેના વકીલ ફાલ્ગુની બ્રહ્મભટ્ટ વિરુદ્ધ આઈપીસીની કલમો 354 A (જાતીય સતામણી), 500 (માનહાની), 504 (જાણીજોઈને કરવામાં આવતું અપમાન), અને 509 (કર્મ, શબ્દ કે સંકેત દ્વારા મહિલાનું કરાતું અપમાન) હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

    રાખી સાવંત હાલમાં જ તેના લગ્નજીવનને લીધે સમાચારમાં આવી છે. તેણે આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન કરી લીધાં હોવાના પુરાવાઓ સોશિયલ મીડિયામાં મુક્યા હતાં અને દુર્રાની પર ફરી જવાનો આરોપ પણ મુક્યો હતો. ત્યારબાદ રાખી અને આદિલ ખાન વચ્ચે સમાધાન પણ થઇ ગયું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં