ગુજરાતના રાજકોટમાં મિથુન ઠાકુર નામના હિન્દુ યુવકને નિર્દયતાથી મારનાર સાકીર કડીવારની પોલીસે ધરપકડ કરી છે. આ ઘટના અંગે રાજકોટ ડીસીપી (ઝોન-1) પ્રવિણ કુમારએ જણાવ્યું હતું કે, “અમને ખબર પડી કે મિથુન ઠાકુરને તેની ગર્લફ્રેન્ડ સુમૈયા કડીવારના ભાઈ સાકીરે માર માર્યો હતો. તે જ સમયે આરોપીની બહેને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હવે તેની તબિયત સ્થિર છે.” ન્યૂઝ એજન્સી ANI અનુસાર, આરોપી સાકીરની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Gujarat| Mithun Thakur was beaten to death by his girlfriend’s brother Shakir. We got to know that the accused’s sister had attempted suicide. She is stable now:Pravin Kumar, DCP (Zone-I) of Rajkot
— ANI (@ANI) May 13, 2022
Police arrested the accused Shakir. Case is being registered, police said (12.05) pic.twitter.com/viTy08LJCQ
રિપોર્ટ અનુસાર, 22 વર્ષીય મિથુન ઠાકુર બિહારનો રહેવાસી હતો. તે સ્થાનિક ફેક્ટરીમાં કામ કરતો હતો. ઠાકુર છેલ્લા કેટલાક મહિનાઓથી 18 વર્ષની યુવતી સુમૈયા કડીવાર સાથે પ્રેમસંબંધમાં હતો. તેઓ જંગલેશ્વર મેઈન રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં એક જ વિસ્તારમાં રહેતા હતા. આ દરમિયાન બંને નજીક આવ્યા અને બંને પ્રેમમાં પડ્યા. તેમણે લગ્ન કરવાનું પણ નક્કી કર્યું હતું.
કહેવામાં આવી રહ્યું છે કે સોમવારે (9 મે 2022) મિથુન ઠાકુરે સવારે લગભગ 10 વાગે સુમૈયાને પોતાના મોબાઈલ પર ફોન કર્યો, જ્યારે તેના ભાઈ સાકિરે ફોન ઉપાડ્યો. તેણે ફોન પર ઠાકુરને ગંભીર પરિણામોની ધમકી આપી અને તેને તેની બહેન સુમૈયાથી દૂર રહેવા કહ્યું.
ધમકી આપ્યા બાદ સાકીર વધુ ત્રણ લોકો સાથે મિથુનના ઘરે પહોંચ્યો અને તેને બેરહેમીથી માર માર્યો. જ્યારે એક પાડોશીએ તેને ઘરમાં બેભાન હાલતમાં જોયો ત્યારે તેઓ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેની ગંભીર હાલતને જોતા અને બ્રેઈન હેમરેજના કારણે તેને અમદાવાદ રીફર કરવામાં આવ્યો હતો. ઠાકુરનું બુધવારે (11 મે 2022) અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અવસાન થયું હતું.
જ્યારે સુમૈયાને ઠાકુરના મૃત્યુની જાણ થઈ, ત્યારે તેણે પણ પોતાનું કાંડું કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ તેને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં તેનો જીવ બચી ગયો.
જાણવામાં આવ્યું છે કે સુમૈયાના અમ્મી-અબ્બુના છૂટાછેડા થઈ ગયા છે. તેની માતા પણ ખાનગી કંપનીમાં મજૂર તરીકે કામ કરે છે. મિથુન ઠાકુર અને તેના પિતા બિપીન રાજકોટમાં રહેતા હતા અને કારખાનામાં કામ કરતા હતા.