Wednesday, November 20, 2024
More
    હોમપેજમિડિયાવિનોદ તાવડે પર એક પછી એક પોસ્ટનો મારો, સુપ્રિયા સુલેના ‘બિટકોઈન સ્કેમ’...

    વિનોદ તાવડે પર એક પછી એક પોસ્ટનો મારો, સુપ્રિયા સુલેના ‘બિટકોઈન સ્કેમ’ પર મૌન: પિતા પર શરદ પવારે કર્યો હતો જે ‘ઉપકાર’, તેનું ઋણ ચૂકવી રહ્યા છે રાજદીપ?

    આટલું બધું થયું હોવા છતાં સુપ્રિયા સુલે વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપો પર રાજદીપ સરદેસાઈએ એક પણ ટ્વિટ કર્યું નથી. હવે સવાલ થશે કે તેની પાછળ શું કારણ હોય શકે? કારણ શરદ પવાર અને રાજદીપ સરદેસાઈના પિતા વચ્ચેનો સંબંધ છે.

    - Advertisement -

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી-2024 (Maharashtra Election) માટે મતદાન ચાલી રહ્યું છે. મતદાનના થોડા કલાકો પહેલાં જ વિપક્ષે ભાજપ નેતા વિનોદ તાવડે (Vinod Tawde) પર લોકોને પૈસા વહેંચવાનો આરોપ લગાવ્યો. બીજી તરફ, મહાવિકાસ આઘાડીના શરદ પવારવાળી NCPનાં નેતા અને પવારનાં પુત્રી સુપ્રિયા સુલે (Supriya Sule) પર બિટકોઈન કૌભાંડના પૈસાનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો છે. આ બધાની વચ્ચે ઈન્ડિયા ટુડેના ‘પત્રકાર’ રાજદીપ સરદેસાઈએ (Rajdeep Sardesai) ફરી પક્ષપાતી વલણ અપનાવ્યું છે. 

    બન્યું એવું કે મહારાષ્ટ્રના પાલઘરમાં મંગળવારે (19 નવેમ્બર) બહુજન વિકાસ આઘાડીના કાર્યકર્તાઓએ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર મતદારોને પૈસા વહેંચવાનો આરોપ લગાવ્યો. ત્યારબાદ રાજદીપ સરદેસાઈએ આ મુદ્દે એક પછી એક ટ્વિટ્સનો મારો ચલાવ્યો. જોકે, મામલો હજુ તપાસનો વિષય છે પણ રાજદીપે પોતાનો રાજકીય ઝુકાવ કઈ તરફ છે એ પ્રદર્શિત કરવામાં ઝાઝો સમય ન લગાડ્યો. 

    એક ટ્વિટમાં રાજદીપ લખે છે કે, “ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને વિરારની એક હોટેલમાં BVAના એક ધારાસભ્યે ઘેર્યા. તેમની ઉપર 5 કરોડ રૂપિયા કૅશ ભરેલી બેગ રાખવાનો આરોપ છે. સાથે તેમની પાસે એક ડાયરી પણ છે, જેમાં જેમને પૈસા આપવામાં આવ્યા તે લોકોનાં નામ છે. ભાજપ અને BVA કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું. જો વૉટ ‘ખરીદી’ શકાય તો ચૂંટણી સ્વતંત્ર અને નિષ્પક્ષ કઈ રીતે હોય શકે? શું ચૂંટણી પંચ ફરી એક વખત તપાસ અને કાર્યવાહી કરશે કે ચૂપ રહેશે? 

    - Advertisement -

    ઘટનાથી ઉત્સાહિત થઈ ગયેલા રાજદીપે વધુ એક ટ્વિટ કરીને લખ્યું, “બ્રેકિંગ: મહારાષ્ટ્રમાં કૅશ ફોર વૉટ મામલે કુલ ત્રણ FIR નોંધાઈ. ભાજપ ઉમેદવાર 2 FIRમાં આરોપી. એક FIRમાં વિનોદ તાવડેનું નામ છે. એક FIRમાં BVAનું પણ નામ છે. કુલ 9 લાખ 53 હજાર 900 રૂપિયા કૅશ મળ્યા. કુલ ત્રણ FIR દાખલ કરવામાં આવી છે.”

    રાજદીપ વિનોદ તાવડે સંબંધિત સમાચારો સતત આપતા રહેતા હતા. હવે કોઈ એમ પણ વિચારી શકે કે રાજદીપ એક પત્રકાર છે અને જો પોતાનાં ટ્વિટ્સમાં જાણકારી આપતા હોય તો તેમ ખોટું શું છે. પણ ખોટું છે. જે સમયે તાવડે પર આ આરોપ લાગ્યો, એ જ સમયે શરદ પવારની સાંસદ પુત્રી સુપ્રિયા સુલે પર પણ બિટકોઈન સ્કેમના પૈસાનો વિધાનસભા ચૂંટણીમાં ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો. ભાજપે આ મુદ્દો ઉઠાવ્યો પણ છે. 

    જોકે, રાજદીપે સુપ્રિયા પર લગાવવામાં આવેલા આરોપો પર એક પોસ્ટ કરી નથી. સુપ્રિયા પર આરોપ લગાવનાર વ્યક્તિ પૂર્વ IPS અધિકારી છે. સુલેની વાતચીતનો એક ઓડિયો પણ સામે આવ્યો છે અને તેને લઈને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે, તેમાં અવાજ સુપ્રિયા સુલેનો જ છે અને તેઓ અવાજ બહુ સારી રીતે જાણે છે. 

    આટલું બધું થયું હોવા છતાં સુપ્રિયા સુલે વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપો પર રાજદીપ સરદેસાઈએ એક પણ ટ્વિટ કર્યું નથી. હવે સવાલ થશે કે તેની પાછળ શું કારણ હોય શકે? કારણ શરદ પવાર અને રાજદીપ સરદેસાઈના પિતા વચ્ચેનો સંબંધ છે. શરદ પવારે રાજદીપના પિતા પર એક ઉપકાર કર્યો હતો, જેનું ઋણ તેઓ આજે પણ ચૂકવી રહ્યા છે. 

    સોશિયલ મીડિયા સાઇટ X પર એક જાણીતા હેન્ડલ એમિનેન્ટ ઇન્ટલેક્ચ્યુઅલે આનો ઘટસ્ફોટ કર્યો છે. 

    વાસ્તવમાં, ઑક્ટોબર, 1993માં રાજદીપ સરદેસાઈના પિતાને મની લોન્ડરિંગના આરોપમાં પકડવામાં આવ્યા હતા. તે સમયે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શરદ પવાર હતા. પણ પછીથી આ આખો મામલો ગાયબ જ કરી દેવામાં આવ્યો. સંભવતઃ આ જ કારણ છે કે રાજદીપ શરદ પવાર પ્રત્યે આજે પણ આટલા કૃતજ્ઞ દેખાય છે. 

    રાજદીપના પિતા દિલીપ સરદેસાઈ એક ક્રિકેટર હતા. 20 ઑક્ટોબર, 1993ના એક સમાચાર અનુસાર, દિલીપ સરદસાઈ અને પુણેના એક ઉદ્યોગપતિ જયંત વિઠ્ઠલદાસને 6.89 અમેરિકન ડૉલર (આજના હિસાબે જોઈએ તો લગભગ 58 કરોડ રૂપિયા થાય) મની લોન્ડરિંગ મામલે પકડીને 29 ઑક્ટોબર સુધી હિરાસ્તમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ધરપકડ વિઠ્ઠલદાસના ઠેકાણે ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા બાદ થઈ હતી. 

    આ કેસનું શું થયું તેની પછીથી કોઈને ખબર નથી. કહેવાય છે કે શરદ પવારની કૃપાથી દિલીપ સરદેસાઈ તેમાં બેદાગ નીકળી ગયા. કદાચ એ જ કારણ હોય શકે કે શરદ પવારની એ ‘કૃપા’નું ફળ રાજદીપ સરદેસાઈ આજે પણ મેળવી રહ્યા છે. સુપ્રિયા સુલે પર આટલો મોટો આરોપ લાગ્યો પણ તેમણે એક પોસ્ટ કરી નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં