રાજસ્થાનમાં વિદ્યાર્થી સંઘ ચૂંટણી 2022ના પરિણામો શનિવારે (27 ઓગસ્ટ, 2022) જાહેર કરવામાં આવ્યા હતા જે બાદ NSUIનો દેશદ્રોહી ચહેરો સામે આવ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. ચૂંટણી પરિણામો બાદ પાલી જિલ્લામાંથી એક વીડિયો સામે આવ્યો છે. વાયરલ વીડિયોમાં કેટલાક NSUIના વિદ્યાર્થી કાર્યકર્તાઓ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવતા સાંભળી શકાય છે. હાલ આ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સમગ્ર મામલો પાલી જિલ્લાની મારવાડ જંક્શન કોલેજનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 2022ની વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં NSUI ઉમેદવારોએ તમામ પદો પર જીત મેળવી હતી. પરંતુ, આ દરમિયાન આ લોકો ઉમેદવારની જીતની ખુશીમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં NSUIનો દેશદ્રોહી ચહેરો સાફ જોઈ શકાય છે.
@ashokgehlot51 जी! #Pali #पाली में @NSUIRajasthan के टिकेट से उपाध्यक्ष पद पर #फिजा_खान के जीतने पर #pakistan जिंदाबाद के नारे लगाए गए है,क्या @nsui
— Sujeet Swami️ (@shibbu87) August 27, 2022
पाकिस्तान की पार्टी है? @HMOIndia@PMOIndia @DrSatishPoonia@ABVPVoice @ABVPRaj pic.twitter.com/ixs6bc1JqQ
જ્યારે એનએસયુઆઈના કાર્યકર્તા ફીઝા ખાન ઉપપ્રમુખ પદ પર જીત્યા ત્યારે આ પ્રકારના દેશ દ્રોહના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મામલો પ્રકાશમાં આવતાં જ લોકોમાં આ અંગે રોષ જોવા મળ્યો હતો. આ પછી કેટલાક લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ઘટના વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું હતું. જેમાં તેમણે માંગ કરી છે કે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવનારા લોકો સામે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે. તેમણે આવા લોકોને સમાજ પર કલંક ગણાવ્યા હતા.
ઝારખંડમાં પણ ચૂંટણી સમયે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા ગુંજ્યા હતા.
આ પહેલીવાર નથી કે જ્યારે ચૂંટણી જીત્યા બાદ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લાગ્યા હોય. મે 2022 માં , ઝારખંડના હજારીબાગમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણીની મતગણતરી પછી, બરકાથા બ્લોકની શિલાડીહ પંચાયતમાં પંચાયત સમિતિના સભ્યના પદ પર અમીના ખાતૂનની જીતની ઉજવણીમાં પણ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા સાંભળવા મળ્યા હતા.
ત્યારબાદ આ મામલે કાર્યવાહી કરતા પોલીસે ચૂંટાયેલા પ્રતિનિધિ સહિત લગભગ 62 લોકો સામે કેસ પણ નોંધ્યો હતો, જેમાં 12ના નામ હતા. ત્યાર બાદ એસપી મનોજ રતન ચૌથે કહ્યું હતું કે અમીના ખાતૂનના વિજય સરઘસમાં આવા નારા લગાવવાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કોરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધી હતી, જેમાં 12 લોકોના નામ હતા. આ સિવાય આ કેસમાં 50 અજાણ્યા લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા.