Thursday, May 2, 2024
More
    હોમપેજદેશરાજ ઠાકરેએ ચાકુ ઉપાડીને કાપી નાખ્યું ઔરંગઝેબનું ગળું: MNS સુપ્રીમોએ 55મા જન્મદિવસની...

    રાજ ઠાકરેએ ચાકુ ઉપાડીને કાપી નાખ્યું ઔરંગઝેબનું ગળું: MNS સુપ્રીમોએ 55મા જન્મદિવસની કરી ખાસ ઉજવણી, કેક પર બનેલા મસ્જિદના લાઉડસ્પીકર પણ કાપ્યા

    MNSના કાર્યકર્તાઓએ તાજેતરમાં ઔરંગઝેબનું પૂતળું પણ બાળ્યું હતું. તો અહેમદનગરમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા જુલૂસ કાઢવામાં આવ્યું હતું, જેમાં ચાર લોકો ઔરંગઝેબનું પોસ્ટર લઈને આગળ ચાલી રહ્યા હતા. આ જુલૂસનો વિડીયો વાયરલ થયા બાદ ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નારાજગી વ્યક્ત કરી હતી.

    - Advertisement -

    ‘મહારાષ્ટ્ર નવનિર્માણ સેના’ (MNS)ના સ્થાપક રાજ ઠાકરેએ બુધવારે (14 જૂન, 2023) પોતાનો 55મો જન્મદિવસ ઉજવ્યો. આ દરમિયાન તેમની બર્થડે કેક ચર્ચાનો વિષય બની ગઈ છે. પોતાના જન્મદિવસે રાજ ઠાકરેએ કેક કાપી હતી એના પર એક તરફ ઔરંગઝેબની તસ્વીર હતી અને બીજી તરફ મસ્જિદના લાઉડસ્પીકરની તસ્વીર લગાવવામાં આવી હતી. અહીં ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓએ ઔરંગઝેબના નામે કેટલાય સ્થળોએ હિંસા ફેલાવી છે.

    તો રાજ ઠાકરે લાંબા સમયથી એવી માંગણી પણ કરી રહ્યા છે કે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા જોઈએ કારણકે દિવસમાં પાંચ વખત નમાઝથી આસપાસના વિસ્તારના લોકોને ખલેલ પહોંચે છે.

    MNS કાર્યકરો રાજ ઠાકરેના જન્મદિવસ નિમિત્તે રાયગઢથી આ કેક લઈને મુંબઈ પહોંચ્યા હતા. રાજ ઠાકરેએ બાદમાં ચાકુ લઈને પ્રતીકાત્મક રીતે ઔરંગઝેબનું ગળું કાપી નાખ્યું હતું. આ દરમિયાન સમર્થકોએ તાળીઓ પાડીને તેમનું સ્વાગત કર્યું હતું.

    - Advertisement -

    રાજ ઠાકરે પોતાના દમદાર ભાષણો માટે જાણીતાં છે, જેમાં તેઓ અવારનવાર હિંદુ ધર્મ અને મરાઠા ગૌરવ સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠાવે છે. પોતાના 55મા જન્મદિવસે રાજ ઠાકરેએ કેક પર બનેલા મસ્જિદોના લાઉડસ્પીકર પણ કાપી નાખ્યા હતા. મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર પર અઝાનને કારણે પણ ઘણી વખત હિંસા થઈ ચૂકી છે.

    ઉલ્લેખનીય છે કે, ગત 7 જૂનના રોજ કોલ્હાપુરમાં છત્રપતિ શિવાજી મહારાજના સમર્થનમાં એક રેલી કાઢીને ઔરંગઝેબનો મહિમા કરનારાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. 6 જૂન, 2023ના રોજ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના દિવસે કેટલાક મુસ્લિમોએ વોટ્સએપ સ્ટેટસમાં ઔરંગઝેબ અને ટીપુ સુલતાનના ચિત્રો મૂક્યા હતા. જેને પગલે કોલ્હાપુરમાં હિંસા ફાટી નીકળી હતી.

    હિંસાની ઘટનાઓ સામે આવ્યા બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. MNSના કાર્યકર્તાઓએ તાજેતરમાં ઔરંગઝેબનું પૂતળું પણ બાળ્યું હતું. તો અહેમદનગરમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા જુલૂસ કાઢવામાં આવ્યું હતું, જેમાં ચાર લોકો ઔરંગઝેબનું પોસ્ટર લઈને આગળ ચાલી રહ્યા હતા. આ જુલૂસનો વિડીયો વાયરલ થયા બાદ ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નારાજગી વ્યક્ત કરી હતી. આ મામલે 4 વ્યક્તિ સામે ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો કેસ નોંધવામાં આવ્યો હતો.

    મુઘલ સમ્રાટ ઔરંગઝેબે મોટા પાયે હિંદુઓનો નરસંહાર કરાવ્યો હતો અને મંદિરોનો નાશ કર્યો હતો. ઇસ્લામી કટ્ટરપંથીઓએ ઔરંગઝેબની જેમ ટીપુ સુલ્તાનની પણ મહિમા ગાતા પોસ્ટર મૂક્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં