Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદેવાના ડુંગર તળે પંજાબઃ મફતના રાજકારણના કારણે તિજોરી તળિયા ઝાટક, અર્થશાસ્ત્રીઓએ દેવામુક્ત...

    દેવાના ડુંગર તળે પંજાબઃ મફતના રાજકારણના કારણે તિજોરી તળિયા ઝાટક, અર્થશાસ્ત્રીઓએ દેવામુક્ત થવા આપ્યાં સૂચનો

    રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેટા અનુસાર, પંજાબ સરકાર દ્વારા વિવિધ સ્ત્રોતોમાંથી ઉધાર લીધેલી રકમ તેના ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) ના 53.3% છે. જ સરકારની તમામ આર્થીક નીતિઓ નિષ્ફળ થઇ છે તેનું સૂચક છે. 

    - Advertisement -

    પંજાબ સરકાર હાલમાં આર્થિક સંકટોમાંથી પસાર થઇ રહી છે. ત્યારે જ ત્રણ અર્થશાસ્ત્રીઓએ સરકારને કેટલાક સૂચનો આપીને પંજાબને દેવા મુક્ત કરવા માટે અપીલ કરી છે. ઘણા બધા સૂચનોમાનું એક સુચન એ છે કે મદદ કોષનું ગઠન કરવામાં આવે જેમાં દેશ વિદેશમાં રહેલા પંજાબીઓ પાસે મદદ માંગવી જોઈએ. પંજાબીઓ આમ પણ મદદ કરવા માટે તત્પર હોય છે. ભેગા થયેલા નાણાનો ઉપયોગ ફક્ત દેવું ચુકવવા માટે કરવો જોઈએ, સાથે જ તેમણે અન્ય રાજકીય પક્ષોની પણ મદદ લેવા માટે અપીલ કરી હતી. 

    ત્રણેય અર્થશાસ્ત્રીઓમાં લખવિંદર સિંહ, સુખવિંદર સિંહ અને કેસર સિંહ ભાંગુ છે. જેઓ અર્થતંત્ર બાબતે ઊંડો અનુભવ ધરાવે છે. એક રિપોર્ટ અનુસાર, અર્થશાસ્ત્રી લખવિંદર સિંહ નવી દિલ્હીમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન ડેવલપમેન્ટ (IHD)માં વિઝિટિંગ પ્રોફેસર છે. સુખવિન્દર સિંહ પંજાબ ફાઇનાન્સ કમિશન, ચંદીગઢના ભૂતપૂર્વ પ્રોફેસર અને સલાહકાર છે. તેમજ કેસર સિંહ ભાંગુ પંજાબ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના ભૂતપૂર્વ પ્રોફેસર છે.આ લોકોએ  અભ્યાસ કરીને એક રીપોર્ટ પણ તૈયાર કર્યો છે, તે અનુસાર તેના સમાધાનોનું સુચન પણ કર્યા છે. 

    વિશ્લેષકોએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં પંજાબ રાજ્ય સરકારે દર વર્ષે લગભગ રૂ. 35,201.87 કરોડની લોન લીધી હતી. આ માટે તે રૂ. 18,209.8 કરોડનું વ્યાજ ચૂકવે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેટા અનુસાર, પંજાબ સરકાર દ્વારા વિવિધ સ્ત્રોતોમાંથી ઉધાર લીધેલી રકમ તેના ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) ના 53.3% છે. જ સરકારની તમામ આર્થીક નીતિઓ નિષ્ફળ થઇ છે તેનું સૂચક છે. 

    - Advertisement -

    તેમનું કહેવું છે કે વર્ષ 2015-16થી જ પંજાબ રાજ્ય દેવાના ડુંગર તળે દાબવાનું ચાલુ થયું હતું, પરંતુ કોઈએ ધ્યાન આપ્યું નથી. વર્તમાન સરકાર પણ આ મામલે પગલા લેવાના બદલે ફ્રી વીજળી અને સબસીડીના વાયદાઓના કારણે રાજ્ય પર ભાર વધારી જ રહી છે. તમને જણાવી દઈએ કે સત્તામાં આવ્યા બાદ પ્રથમ 11 મહિનામાં જ માન સરકારે 35,000 કરોડ રૂપિયાથી વધુની લોન લીધી છે. પંજાબ સરકારે પગાર ચુકવવા માટે પણ લોન લેવી પડી રહી છે. નાણાના અભાવના કારણે જ ચુંટણીમાં કરેલા કેટલાય વાયદાઓ પડતા મુકવામાં આવ્યા છે, જેમાં મહિલાને ફ્રી બસ સેવાનો વાયદો પણ સંપૂર્ણ પૂરો થયો નથી. જો કે રાજ્ય સરકારે હમણા ત્રણ ટોલ ફ્રી કર્યા હતા, જેના કારણે રાજ્યની વધુ એક આવક બંધ થશે, જો કે સરકારે આને પ્રજા હિતનું પગલું ગણાવ્યું હતું. 

    આ તમામ બાબતો પર રાજ્ય સરકાર તર્ક આપી રહી છે કે તેમણે ઘણી જમીનો છૂટી કરાવી છે. જેને ભાડે આપીને તેની આવક થશે તેનાથી રાજ્યને ઘણો ફાયદો થશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં