Tuesday, November 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાહુલ ગાંધી હજુ નેપાલ પ્રવાસના નશામાં: તેલંગણાની જનસભાના વિષયથી જ અજાણ, પોતે...

    રાહુલ ગાંધી હજુ નેપાલ પ્રવાસના નશામાં: તેલંગણાની જનસભાના વિષયથી જ અજાણ, પોતે હૈદરાબાદમાં હોવા છતાય હિન્દુ મૃતક નાગારાજુના પરિવારને મળવા માટે સમય નહિ

    નેપાળ પ્રવાસમાંથી પરત થયા બાદ રાહુલ ગાંધીને તેલંગાણાની સભાનો વિષય ખબર ન હોવાનો વિડીયો વાયરલ થયો છે તેમજ તેમણે હિંદુ યુવાન નાગારાજુની હત્યા બાદ તેના પરિવારની મુલાકાત લેવાનું પણ યોગ્ય માન્યું ન હતું.

    - Advertisement -

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી નેપાળ પ્રવાસ પરથી ભારત પરત ફર્યા છે. નેપાલમાં ભારતવિરોધી માનસિકતાવાળી પત્રકારના લગ્ન માટે ગયેલ રાહુલ ગાંધીના કાઠમાંડુના નાઈટબારમાં એક વિદેશી મહિલા સાથે પાર્ટી કરતાં વિડીયો વાઇરલ થયા હતા. ભારત આવતાની સાથે જ તેઓ તેલંગાણાના બે દિવસના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમનો એક અન્ય વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કોંગ્રેસના નેતાઓને પૂછતા જોવા મળે છે કે શું કહેવું છે. આ વીડિયો તેલંગાણા કોંગ્રેસના નેતાઓ સાથેની બેઠકનો છે.

    17 સેકન્ડની ક્લિપમાં, રાહુલ ગાંધી ખુરશી પર બેસીને કોંગ્રેસના બાકીના નેતાઓને પૂછતા જોઈ શકાય છે, “આજનો મુખ્ય વિષય શું છે… શું કહેવું છે?” નોંધનીય છે કે શુક્રવારે (6 મે 2022) તેલંગાણા પહોંચેલા રાહુલ ગાંધી ખેડૂતોના મુદ્દે વારંગલમાં જનસભાને સંબોધિત કરવાના હતા.

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારે તેલંગાણાની બે દિવસની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેઓ વારંગલમાં ખેડૂતોના મુદ્દાઓ પર જાહેર સભાને સંબોધવાના હતા. જો કે, આ વાત પર કટાક્ષ કરતા ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ કહ્યું, “જ્યારે તમે ખાનગી વિદેશ પ્રવાસો અને નાઈટક્લબિંગ વચ્ચે રાજકારણ કરો છો ત્યારે આવું થાય છે.”

    - Advertisement -

    દરમિયાન AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ રાહુલ ગાંધીના આ વીડિયો પર ટિપ્પણી કરી હતી. ઓવૈસીએ કહ્યું, “જ્યારે તમે નથી જાણતા કે તમે તેલંગાણાના લોકોને શું સંદેશ આપવા માંગો છો, તો તેઓ શા માટે તમારું સમર્થન કરશે.” ઓવૈસીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો કે “તમારું મન ખાલી છે. તમે TRS સામે કેવી રીતે લડશો? ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે.”

    રાહુલ ગાંધી એટલા વ્યસ્ત કે હૈદરાબાદમાં હોવા છતાં હિન્દુ મૃતક નાગારાજુના પરિવારને મળવાનો સમય નથી

    કોંગ્રેસના નેતા ગીથા રેડ્ડીએ પુષ્ટિ કરી છે કે તેમના વરિષ્ઠ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, જેઓ તેલંગાણાની બે દિવસની મુલાકાતે છે, તેઓ તેમના ‘વ્યસ્ત શિડ્યુલ’માંથી સમય કાઢીને હિન્દુ યુવક નાગારાજુના પરિવારને મળવા માટે સક્ષમ નહીં હોય. હૈદરાબાદમાં તેની મુસ્લિમ પત્ની સાથેના આંતર-ધર્મીય લગ્નને લઈને જાહેરમાં નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.

    મરેડપલ્લીના રહેવાસી 25 વર્ષીય બિલ્લાપુરમ નાગારાજુને બુધવારે રાત્રે સરોરનગર તલાટિની ઓફિસમાં તેની પત્નીના પરિવારના સભ્યોએ ચાકુ મારીને હત્યા કરી દીધી હતી.

    હૈદરાબાદ, તેલંગાણામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના મુખ્ય કાર્યાલય, ગાંધી ભવનની બહાર બોલતા, જ્યાં રાહુલ ગાંધી તેમના પક્ષના કાર્યકરોને મળવાના છે, ગીતા રેડ્ડીએ મીડિયાકર્મીઓને કથિત રીતે જણાવ્યું હતું કે મૃતકના પરિવારને મળવું “રાહુલ ગાંધીની સૂચિમાં નથી.”. તેમના વ્યસ્ત શેડ્યૂલ ઉપરાંત, કોંગ્રેસના નેતાએ રાહુલ ગાંધીની સુરક્ષાની ચિંતાઓને પણ એક કારણ તરીકે ટાંક્યું કે શા માટે તેમને નાગારાજુના પરિવારની મુલાકાત લેવામાં મુશ્કેલી પડશે.

    જ્યારે પૂછવામાં આવ્યું કે શું રાહુલ ગાંધી નાગારાજુના શોકગ્રસ્ત પરિવારને મળવા માટે થોડો સમય કાઢશે, કોંગ્રેસના નેતા ગીતા રેડ્ડીએ અહેવાલ મુજબ ટાઈમ્સ નાઉને જણાવ્યું હતું કે, “તેમની દિલ્હીની ફ્લાઈટ પહેલેથી જ બુક થઈ ગઈ છે, શું તેઓ આ મુલાકાત માટે જશે કે પાછા જતાં રહેશે એ એવી વસ્તુ છે જેનો હું જવાબ આપી શકતી નથી.”

    અહિયાં એ નોંધનીય છે કે જ્યારે જ્યારે કોઈ અપ્રિય ઘટનામાં વિકટીમ મુસ્લિમ હોય છે ત્યારે રાહુલ ગાંધી અલગથી ખાસ સમય નીકળીને એમના પરિવારને મળવા જતાં હોય છે. ભલે એ મુજફ્ફરનગર હોય કે દાદરી હોય કે પનક્કડ હોય.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં