Monday, May 20, 2024
More
    હોમપેજરાજકારણમોદી શાસન દરમિયાન રાહુલ ગાંધીની સંપતિમાં 115% નો વધારો, ભાજપ સરકારની યોજનાઓમાં...

    મોદી શાસન દરમિયાન રાહુલ ગાંધીની સંપતિમાં 115% નો વધારો, ભાજપ સરકારની યોજનાઓમાં કરે છે રોકાણ: કોંગ્રેસ નેતા પર પોક્સો સહિત 18 કેસ

    તેની સામે 18 ફોજદારી કેસો છે, જેમાંથી સુરતમાં તેની સામે નોંધાયેલા કેસમાં તેને 2 વર્ષની કેદની સજા પણ થઈ છે. સગીર બળાત્કાર પીડિતાના માતા-પિતાની ઓળખ છતી કરવા બદલ તેની સામે પોક્સો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

    - Advertisement -

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અર્થવ્યવસ્થાને લઈને છેલ્લા 10 વર્ષથી મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. તેઓ દાવો કરતા રહ્યા છે કે દેશમાં ગરીબી અને બેરોજગારી વધી રહી છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે આ સમયગાળા દરમિયાન લોકોની કમાણી ઘટી છે. રાહુલ ગાંધીના આ દાવાઓ તેમના માટે યોગ્ય નથી. છેલ્લા 10 વર્ષમાં રાહુલ ગાંધીની સંપત્તિમાં 115%નો વધારો થયો છે. સાથે જ તેમના પર નોંધાયેલા વિવિધ કેસમાં પોક્સો પણ સામેલ. આ માહિતી તેમના દ્વારા લોકસભા ચૂંટણી માટે સબમિટ કરવામાં આવેલા એફિડેવિટમાંથી મળી છે.

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે (3 માર્ચ, 2024) કેરળના વાયનાડમાં રોડ શો પછી નામાંકન દાખલ કર્યું. અહીં દાખલ કરાયેલ એફિડેવિટમાં, તેમણે જણાવ્યું કે તેમની પાસે ₹20.39 કરોડની કુલ જંગમ અને અચલ સંપત્તિ છે. 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન અમેઠીમાં દાખલ કરાયેલી એફિડેવિટમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેમની પાસે કુલ ₹9.4 કરોડની સંપત્તિ છે. જો આ રીતે જોવામાં આવે તો છેલ્લા 10 વર્ષમાં તેમની સંપત્તિમાં 115%નો વધારો થયો છે.

    રાહુલ ગાંધીએ પોતાના સોગંદનામામાં તમામ માહિતી આપી છે. આ એફિડેવિટ અનુસાર, રાહુલ ગાંધીએ નાણાકીય વર્ષ 2022-23માં ₹1.02 કરોડની કમાણી કરી છે. અગાઉના 4 વર્ષમાં પણ તેણે સરેરાશ ₹1.25 કરોડની કમાણી કરી હતી. તેમની પાસે હાલમાં ₹55000 રોકડ છે.

    - Advertisement -
    પાછલા વર્ષોમાં રાહુલ ગાંધીની કમાણી

    ITC, Tata Consultancy Services, Hindustan Unilever, Infosys સહિત ઘણી પ્રખ્યાત કંપનીઓમાં તેમની પાસે શેર છે. તેઓ ₹4.33 કરોડના બજારમૂલ્ય સાથે કુલ 25 કંપનીઓમાં શેર ધરાવે છે. કોંગ્રેસ અખબાર નેશનલ હેરાલ્ડની માલિકી ધરાવતી કંપની યંગ ઈન્ડિયામાં તેમની પાસે ₹1.9 લાખના શેર પણ છે. રાહુલ ગાંધીએ અનેક પ્રકારના મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કર્યું છે.

    રાહુલે મ્યુચ્યુઅલ ફંડમાં પણ કર્યું છે રોકાણ

    રાહુલ ગાંધીના એફિડેવિટ મુજબ તેમની પાસે HDFC બેંકના 4 મ્યુચ્યુઅલ ફંડ છે જે અલગ-અલગ કેટેગરીના છે. આ મ્યુચ્યુઅલ ફંડ્સમાં તેમનું ₹3.81 કરોડનું રોકાણ છે. આ ઉપરાંત, તેણે ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલા ગોલ્ડ બોન્ડમાં પણ ₹15.21 લાખનું રોકાણ કર્યું છે. આ યોજના મોદી સરકારે નવેમ્બર 2015માં શરૂ કરી હતી.

    રાહુલ ગાંધી પાસે પણ ₹4.20 લાખનું સોનું છે. આ સિવાય તેણે PPF એકાઉન્ટમાં ₹61.52 લાખનું રોકાણ પણ કર્યું છે. તેમની સ્થાવર મિલકતોની કુલ કિંમત ₹9.24 કરોડ છે.

    રાહુલ ગાંધીની જંગમ મિલકત

    રાહુલ ગાંધીની દિલ્હીમાં તેમની બહેન પ્રિયંકા ગાંધી સાથે સંયુક્ત માલિકીની જમીન છે. તે મહેરૌલી, દિલ્હીમાં સ્થિત છે અને તેની કિંમત ₹2.10 કરોડ છે. આ સિવાય તેણે ગુરુગ્રામમાં ઓફિસની બે જગ્યાઓ પણ લીધી છે, જેની ખરીદી સમયે કિંમત ₹7.93 કરોડ હતી. આ સ્થાવર મિલકતોની વર્તમાન બજાર કિંમત ₹11.15 કરોડ છે. રાહુલ ગાંધીની વર્તમાન સંપત્તિ ₹20.39 કરોડ છે. તેની પાસે ₹49 લાખનું લેણું પણ છે. જો 2019ની સરખામણી કરીએ તો તેમની સંપત્તિમાં વધારો થયો છે.

    રાહુલ ગાંધીની અચલ સંપતિ

    રાહુલ ગાંધી વિરુદ્ધ છે 18 કેસ

    તેમણે આ સોગંદનામામાં જણાવ્યું છે કે તેની સામે 18 ફોજદારી કેસો છે, જેમાંથી સુરતમાં તેની સામે નોંધાયેલા કેસમાં તેને 2 વર્ષની કેદની સજા પણ થઈ છે. તેમને આ સજા ‘બધા મોદી ચોર છે’ના નિવેદન પર મળી છે. સુપ્રીમ કોર્ટે આના પર પ્રતિબંધ મૂક્યો છે. સગીર બળાત્કાર પીડિતાના માતા-પિતાની ઓળખ છતી કરવા બદલ તેની સામે પોક્સો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

    રાહુલ ગાંધીએ પોતાના શિક્ષણ વિશે જણાવ્યું કે, તેમણે 1989માં CBSEમાંથી સિનિયર સેકન્ડરી, 1994માં ફ્લોરિડા, USAથી BA અને કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કૉલેજમાંથી M.Phil કર્યું છે. તેમણે 1995માં એમ.ફિલ કર્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં