Tuesday, November 19, 2024
More
    હોમપેજરાજકારણ‘ગુરુઘરમાં રાહુલ ગાંધીને VIP ટ્રીટમેન્ટ કેમ?’: પંજાબ પેટાચૂંટણી પહેલા અમૃતસરના સુવર્ણ મંદિર...

    ‘ગુરુઘરમાં રાહુલ ગાંધીને VIP ટ્રીટમેન્ટ કેમ?’: પંજાબ પેટાચૂંટણી પહેલા અમૃતસરના સુવર્ણ મંદિર પહોંચ્યા હતા વિપક્ષ નેતા, શ્રદ્ધાળુ યુવતીનો આરોપ- શું રાહુલ ગુરૂજી કરતા પણ ઉપર?

    રાહુલ પર એવો આરોપ લાગ્યો હતો કે તેમને VIP ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. રાહુલને મંદિર પરિસરમાં VIP ટ્રીટમેન્ટ આપવા મામલે એક જલંધરની રહેવાસી દલજિત કૌર નામક યુવતી ગુસ્સે થઈ ગઈ હતી અને તેણે મંદિર પરિસરમાં જ આ બાબતનો વિરોધ ઉઠાવ્યો હતો.

    - Advertisement -

    પંજાબમાં (Punjab) 20 નવેમ્બરે વિધાનસભા સીટો માટે પેટા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીઓના સમયગાળા વચ્ચે જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પંજાબના અમૃતસર ખાતે ગોલ્ડન ટેમ્પલ (Golden Temple) પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે ગુરુદ્વારામાં સેવા પણ આપી હતી. જોકે આ દરમિયાન જ એક શ્રદ્ધાળુ યુવતીએ રાહુલ ગાંધીને આપવામાં આવી રહેલી VIP ટ્રીટમેન્ટનો (VIP Treatment) વિરોધ કરતા ભારે હોબાળો મચી ગયો હતો. યુવતીનો વિડીયો વાયરલ થયો હતો જેમાં તે કહી રહી હતી કે ગુરુના દરબારમાં બધા જ એક સમાન છે. તેથી કોઈને VIP ટ્રીટમેન્ટ આપવી યોગ્ય નથી.

    નોંધનીય છે કે રાહુલ ગાંધી તેમનું પ્રાઇવેટ જેટ લઈને ઝારખંડથી સીધા અમૃતસર પહોંચ્યા (Amritsar) હતા. જ્યાં તેઓ સુવર્ણ મંદિરમાં લોકોને મળ્યા હતા અને દરબારમાં માથું ટેકવ્યા બાદ સેવા કરતા જોવા મળ્યા હતા. આ સમય દરમિયાન તેમણે પાણી આપવા અને વાસણો ધોવાની સેવા કરી. આ દરમિયાન રાહુલ ગાંધીની સાથે ગુરજીત સિંહ ઔજલા અને પૂર્વ ડેપ્યુટી સીએમ ઓમ પ્રકાશ સોની સહિત ઘણા નેતાઓ હતા.

    ઉલ્લેખનીય છે કે આ દરમિયાન રાહુલ પર એવો આરોપ લાગ્યો હતો કે તેમને VIP ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. રાહુલને મંદિર પરિસરમાં VIP ટ્રીટમેન્ટ આપવા મામલે એક જલંધરની રહેવાસી દલજિત કૌર નામક યુવતી ગુસ્સે થઈ ગઈ હતી અને તેણે મંદિર પરિસરમાં જ આ બાબતનો વિરોધ ઉઠાવ્યો હતો. યુવતીનો આરોપ છે કે રાહુલ ગાંધીને સુવર્ણ મંદિરમાં VIP ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી.

    - Advertisement -

    શું રાહુલ ગુરુજી કરતા પણ ઉપર?

    દલજિતે આરોપ લગાવ્યો હતો કે લોકોને કતારમાં ઉભા રાખીને રાહુલ ગાંધીને આગળ લઈ જવામાં આવ્યા હતા અને તેમને અલગથી દર્શન આપવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં યુવતી કહી રહી છે કે ગુરુઘરની બહાર જેને જે કરવું હોય એ કરે પણ અહિયાં તો માણસે સામાન્યની જેમ જ આવવું જોઈએ. યુવતી એમ પણ કહી રહી હતી કે શું રાહુલ ગાંધી ગુરૂગ્રંથ સાહેબ કરતા પણ ઉપર છે તો એમને VIP ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે.

    નોંધનીય છે કે સમગ્ર ઘટનાક્રમ દરમિયાન યુવતી એક જ વાત બોલી રહી હતી કે રાહુલ ગાંધી VIP હોય તો ગુરુઘરની બહાર. ગુરુના દરબારમાં બધા એક સમાન છે તો પછી રાહુલ ગાંધીને VIP ટ્રીટમેન્ટ શા માટે આપવામાં આવી રહી છે. હોબાળા દરમિયાન લોકો યુવતીને શાંત કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે છતાં યુવતી વારંવાર એક જ મુદ્દો ઉઠાવી રહી છે કે જો ગુરુના દરબારમાં બધા એક સમાન હોય તો રાહુલને VIP ટ્રીટમેન્ટ કેમ આપવામાં આવી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં