Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલોટને લિટરમાં માપવા નીકળ્યા રાહુલ ગાંધી, લોકો થયા લોટપોટ, કહ્યું- રવિવારના દિવસે...

    લોટને લિટરમાં માપવા નીકળ્યા રાહુલ ગાંધી, લોકો થયા લોટપોટ, કહ્યું- રવિવારના દિવસે મફત મનોરંજન મળ્યું

    રાહુલ ગાંધીએ 'હલ્લા બોલ' રેલી તો કરી, પરંતુ એવી ગડબડ કરી કે લોકોએ તેમની મજાક ઉડાવવાની શરૂ કરી દીધી છે.

    - Advertisement -

    ઘણા સમય પછી પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી ચર્ચામાં છે. ફરી એક વખત તેમના ચર્ચામાં આવવાનું કારણ તેમનું ભાષણ છે. આજે રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરવા અને કેન્દ્ર સરકારને ઘેરવા માટે એક રેલી યોજી હતી અને તેમાં ભાષણ કર્યું હતું. જોકે, હવે આ રેલીના મુદ્દાઓની ઓછી અને રાહુલ ગાંધીના ભાષણની ચર્ચા વધુ થઇ રહી છે. કારણ કે આ ભાષણમાં રાહુલ ગાંધીએ લોટ લિટરમાં માપ્યો હતો!

    રાહુલ ગાંધીના આ ભાષણની સોશિયલ મીડિયા પર ખૂબ મજા લેવામાં આવી રહી છે અને લોકો ખિલ્લી ઉડાડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર મીમ્સ પણ ખૂબ શૅર થઇ રહ્યાં છે. 

    થયું એવું કે રેલીમાં બોલતી વખતે રાહુલ ગાંધી તેમની એટલે કે યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન ચીજવસ્તુઓના ભાવની સરખામણી આજના સમયના ભાવ સાથે કરી રહ્યા હતા. દરમિયાન, પેટ્રોલ-ડીઝલ, સરસોનું તેલ, દૂધ વગેરેના ભાવો કહ્યા બાદ તેમણે લોટના ભાવો અંગે પણ કહ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું, ‘લોટ 22 રૂપિયા લિટર. આજે ચાળીસ રૂપિયા લિટર.’ પણ અહીં એ નોંધવું જોઈએ કે લોટ લિટરમાં નહીં પણ કિલોગ્રામમાં માપવામાં આવે છે. 

    - Advertisement -

    સાવ સામાન્ય વાત છે કે ઠોસ પદાર્થોની માપણી કિલોગ્રામમાં થાય છે. જેમકે, કાંદા-બટાકા જેવી શાકભાજી, લોટ તેમજ અન્ય સામગ્રીઓ કિલોગ્રામમાં માપવામાં આવે છે. જ્યારે તરલ પદાર્થો જેવા કે દૂધ, તેલ, છાશ, પેટ્રોલ વગેરે લિટરમાં માપવામાં આવે છે. 

    રાહુલ ગાંધી ભાષણ દરમિયાન કાગળમાંથી વાંચીને બોલી રહ્યા હતા. તેથી તેમનું ભાષણ લખનારે જ ગડબડ કરી હશે કે બોલતી વખતે રાહુલ ગાંધીએ જ લિટર અને કિલોગ્રામમાં ભૂલ કરી એ તો તેઓ જ કહી શકે. પરંતુ જેવો આ વિડીયો વાયરલ થયો કે લોકોએ સોશિયલ મીડિયા પર મજા લેવાની શરૂ કરી દીધી હતી. 

    શશિ કુમાર નામના યુઝરે વ્યંગ્ય કરતાં કહ્યું કે, તેમનો રવિવાર કંટાળાજનક હતો. પછી રાહુલ ગાંધીએ ભાષણ કર્યું અને હવે તેમને સારું લાગી રહ્યું છે. 

    એક યુઝરે રાહુલ ગાંધીનો વિડીયો શૅર કરીને લખ્યું કે, જો લોટ લિટરમાં વેચાય તો શું પેટ્રોલ કિલોગ્રામમાં વેચાશે? 

    એક યુઝરે લખ્યું કે, રાહુલ ગાંધી શું બોટલ લઈને લોટ લેવા માટે જતા હશે? 

    કેટલાક યુઝરોએ લોટ લેવા જાય ત્યારે બરણી સાથે લઇ જવાનું કહ્યું હતું. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં