Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘મોદી સરનેમ’ મામલે સાંસદપદ ગુમાવનારા રાહુલ ગાંધી આજે સરકારી નિવાસસ્થાન ખાલી કરશે:...

    ‘મોદી સરનેમ’ મામલે સાંસદપદ ગુમાવનારા રાહુલ ગાંધી આજે સરકારી નિવાસસ્થાન ખાલી કરશે: માતા સોનિયા ગાંધી સાથે રહેશે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ

    રાહુલ ગાંધી લગભગ બે દાયકાથી સરકારી બંગલામાં રહે છે. આ બંગલો તેમને UPA સરકાર વખતે 2004માં અમેઠીથી પહેલી વખત સાંસદ તરીકે ચૂંટાયા બાદ ફાળવવામાં આવ્યો હતો. રાહુલ 2019માં સ્મૃતિ ઈરાની સામે અમેઠીથી હારી ગયા હતા, પરંતુ કેરળની વાયનાડ બેઠકના કારણે તેમનું સાંસદપદ બચી ગયું હતું.

    - Advertisement -

    માનહાનિના કેસમાં દોષિત જાહેર થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સરકારી બંગલો આજે 22 એપ્રિલે ખાલી કરે તેવી શક્યતા છે. વાયનાડના પૂર્વ સાંસદ 12, તુઘલક લેન બંગલો લોકસભા સચિવાલયને સોંપી દેશે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ સરકારી બંગલામાંથી પોતાનો બધો સામાન હટાવી લીધો છે. પીટીઆઈના અહેવાલ મુજબ, તેમનો સામાન 10, જનપથ ખાતે માતા સોનિયા ગાંધીના નિવાસસ્થાને ખસેડવામાં આવ્યો છે.

    સુરતની અદાલતે ‘મોદી સરનેમ’ ટિપ્પણી મામલે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફરમાવી હતી. ત્યારબાદ લોકસભાનું સાંસદપદ રદ થતા તેમને 22 એપ્રિલ સુધીમાં બંગલો ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એટલે આજે રાહુલ ગાંધી સરકારી બંગલો લોકસભા સચિવાલયને સોંપે તેવી શક્યતા છે.

    14 એપ્રિલે રાહુલ ગાંધીએ પોતાનો સામાન હટાવ્યો હતો

    રાહુલ ગાંધીએ 14 એપ્રિલ, શુક્રવારે સામાન ખસેડવાની શરૂઆત કરી હતી. તેમની ઓફિસ અને અમુક અંગત સામાન બંગલામાંથી તેમની માતા સોનિયા ગાંધીના આધિકારિક નિવાસ સ્થાને શિફ્ટ કરવામાં આવ્યો હતો. તો સાંજે બાકીનો સામાન પણ બહાર કાઢવામાં આવ્યો હતો. એક ટ્રક રાહુલ ગાંધીના સામાન સાથે બિલ્ડિંગની બહાર જતી જોવા મળી હતી.

    - Advertisement -

    છેલ્લા બે દાયકાથી સરકારી બંગલામાં રહેતા હતા

    ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી લગભગ બે દાયકાથી સરકારી બંગલામાં રહે છે. આ બંગલો તેમને UPA સરકાર વખતે 2004માં અમેઠીથી પહેલી વખત સાંસદ તરીકે ચૂંટાયા બાદ ફાળવવામાં આવ્યો હતો. રાહુલ 2019માં સ્મૃતિ ઈરાની સામે અમેઠીથી હારી ગયા હતા, પરંતુ કેરળની વાયનાડ બેઠકના કારણે તેમનું સાંસદપદ બચી ગયું હતું.

    હવે માતા સોનિયા ગાંધી સાથે રહે છે પૂર્વ સાંસદ

    સૂત્રો અનુસાર, પોતાની ઓફિસ શિફ્ટ કર્યા બાદ તેઓ તેમની માતા અને કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે તેમના 10 જનપથ નિવાસસ્થાને રહેવા લાગ્યા છે. જોકે, અમુક રિપોર્ટ્સ મુજબ એ નક્કી નથી કે રાહુલ ગાંધી 10 જનપથ પર કાયમ માટે શિફ્ટ થશે કે કેમ. કહેવાય છે કે તેમના માટે ઘર શોધવામાં આવી રહ્યું છે અને સુરક્ષા એજન્સીઓની લીલી ઝંડી મળ્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

    ‘મોદી સરનેમ’ અંગેની ટિપ્પણી મામલે દોષિત જાહેર થયા હતા

    ગત 23 માર્ચે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને ફોજદારી માનહાનિ કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની સજા ફટકારી હતી. રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણી પહેલાં પોતાના ભાષણ દરમિયાન મોદી સમાજ વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હતી, જેને લઈને ચાર વર્ષથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. રાહુલ દોષિત જાહેર થતા તેમને લોકસભામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.

    રાહુલ ગાંધીએ મેજિસ્ટ્રિયલ કોર્ટના આદેશને સુરતની સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો જેણે તેમની અપીલને ફગાવી દીધી હતી. રાહુલ ગાંધી લોકસભામાં ગેરલાયક ઠર્યા બાદ લોકસભા સચિવાલયે તેમને 22 એપ્રિલ સુધીમાં બંગલો ખાલી કરવા માટે નોટિસ મોકલી હતી. કોંગ્રેસે કહ્યું છે કે, તે સેશન્સ કોર્ટના આદેશને આવતા અઠવાડિયે ગુજરાત હાઈકોર્ટમાં પડકારશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં