રાહુલ ગાંધીના એક નહીં પણ બે વિડીયો વાયરલ થઈ રહ્યા છે. નેપાળના કાઠમંડુમાં રહેતા ભૂપેન કુંવરે 2-3 મે 2022ની રાત્રે રાહુલ ગાંધીના બે વિડીયો ફેસબુક પર પોસ્ટ કર્યા હતા. એક વિડીયોમાં રાહુલ ગાંધી દારૂની બોટલો સામે બેસીને ફોન તરફ જોતા જોવા મળે છે. બીજા વિડિયોમાં તે એક યુવતી સાથે ઉભા છે અને તેની સાથે ગુપચૂપ વાત પણ કરી રહ્યા હોય એમ નજરે પડે છે.
ભૂપેન કુંવરના કહેવા પ્રમાણે, રાહુલ ગાંધીના બે વિડીયો કાઠમંડુના LOD નામના પબના છે જેનો અર્થ થાય છે લોર્ડ ઓફ ધ ડ્રિંક્સ. પોતાના ફેસબુક પેજ પર તેમણે લખ્યું છે – The biggest and the best Night club in Nepal – જેનો અર્થ નેપાળની સૌથી મોટી અને શ્રેષ્ઠ નાઈટ ક્લબ છે.
Same girl pic.twitter.com/pKWgmCsCDW
— Goan Slayer (@GoanSlayer) May 3, 2022
સોશિયલ મીડિયા પર આ બંને વિડીયોને લઈને ઘણા લોકો અનુમાન લગાવી રહ્યા છે. કેટલાક રાહુલ ગાંધીની જૂની તસવીર લઈને તેમની બાજુમાં બેઠેલી યુવતીની તુલના કાઠમંડુની લોર્ડ ઓફ ધ ડ્રિંક્સ પબવાળી યુવતી સાથે કરી રહ્યા છે.
Is Rahul Gandhi partying with Hou Yanqi (Chinese ambassador to Nepal)? If yes, at what capacity? pic.twitter.com/viZCe1JfrB
— The Hawk Eye (@thehawkeyex) May 3, 2022
કેટલાક નેટીઝન્સ એક ડગલું આગળ જઈને રાહુલ ગાંધી નેપાળમાં ચીનના રાજદૂત હોઉ યાન્કી સાથે પાર્ટી કરી રહ્યા હોય એની સંભાવના પર લખી રહ્યા છે.
રિપબ્લિક ટીવી સાથે વાત કરતા ભાજપના નેતા તજિન્દર બગ્ગાએ ટિપ્પણી કરી, “સૌપ્રથમ, હું કોંગ્રેસની પ્રામાણિકતા માટે તાળીઓ પાડવા માંગુ છું. હું તેમને સલામ કરું છું. જ્યારે રાહુલ ગાંધી રાત્રે 10 વાગ્યે પાર્ટી કરી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસ પાર્ટીનું હેન્ડલ ટ્વિટ કરી રહ્યું હતું કે દેશમાં સંકટ છે અને સાહબને વિદેશમાં રહેવું ગમે છે.મને નથી લાગતું કે દેશના ઈતિહાસમાં કોઈ પણ પક્ષ આટલો ઈમાનદાર નથી જેનો નેતા વિદેશમાં પાર્ટી કરતો હોય અને તે પોતાના જ નેતા પર ટીપ્પણી કરતો હોય કે દેશમાં કટોકટી છે અને સાહબને વિદેશમાં રહેવું ગમે છે.તેથી હું ઈચ્છું છું. રાહુલ ગાંધી વિરુદ્ધ ટ્વિટ કરવાની હિંમત દાખવવા બદલ કોંગ્રેસને અભિનંદન. જ્યારે સંકટ હોય ત્યારે રાહુલ ગાંધી વિદેશ જાય છે અને પાર્ટીઓ કરે છે.”
साहब https://t.co/C8gKv9zVLS pic.twitter.com/VgbBc8rOhi
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) May 3, 2022
આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધી પર હમેશા પોતાની પાર્ટીને તકલીફમાં અધવચ્ચે છોડીને વિદેશ જતાં રહેવાના આરોપ લગાવવામાં આવે છે.
નોંધનીય છે કે 1 મે, ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે પોતાનો ગુજરાત પ્રવાસ રાહુલ ગાંધીએ છેલ્લી ઘડીએ રદ્દ કર્યો હતો જ્યારે હાલ વાઇરલ થયેલ વિડીયો મુજબ તેઓ કાઠમંડુમાં પાર્ટી કરી રહેલ દેખાય છે.