Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'રાહુલ ગાંધી 'પપ્પુ' નથી, તેમની આ ઈમેજ દુર્ભાગ્યપૂર્ણ, તેઓ બહુ સ્માર્ટ છે':...

    ‘રાહુલ ગાંધી ‘પપ્પુ’ નથી, તેમની આ ઈમેજ દુર્ભાગ્યપૂર્ણ, તેઓ બહુ સ્માર્ટ છે’: પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજન

    ગત ડીસેમ્બર મહિનામાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જયારે રાજસ્થાન પહોંચી તે દરમિયાન તેમની આ ભારત જોડો યાત્રામાં પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજન પણ જોડાયા હતા. આ દરમિયાન તેઓ સતત રાહુલ ગાંધી સાથે ચાલતા જોવા મળ્યા હતા.

    - Advertisement -

    ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન રાહુલ ગાંધીની તરફેણમાં ફરી એકવાર બોલ્યા છે. રઘુરામ રાજને તેમના બચાવમાં કહ્યું હતું કે રાહુલ ગાંધી એક સ્માર્ટ વ્યક્તિ છે, તેઓ પપ્પુ નથી. રઘુરામે ગયા મહિને રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રામાં પણ ભાગ લીધો હતો. તેમણે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષની ‘પપ્પુ’ છબીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે.

    અહેવાલો અનુસાર એક ઈન્ટરવ્યુમાં રઘુરામ રાજન ફરી એક વાર રાહુલ ગાંધીની તરફેણમાં બોલતા નિવેદન આપ્યું હતું કે, તેમને લાગે છે કે રાહુલની ઈમેજ દુર્ભાગ્યપૂર્ણ છે. રાહુલ કોઈપણ રીતે ‘પપ્પુ’ (મૂર્ખ) નથી. તેઓ એક સ્માર્ટ, યુવાન, જિજ્ઞાસુ વ્યક્તિ છે. પ્રાથમિકતાઓ, અંતર્ગત જોખમો અને તેનું મૂલ્યાંકન કરવાની ક્ષમતા શું છે તેની સારી સમજ હોવી જરૂરી છે અને રાહુલ આ બધી બાબતોમાં સક્ષમ છે.

    ભારત જોડો યાત્રામાં જોડવા પર શું કહ્યું?

    રઘુરામ રાજને એ પણ ખુલાસો કર્યો કે તેઓ રાહુલ ગાંધી સાથે એટલા માટે ચાલ્યા કારણ કે તેઓ ભારત જોડો યાત્રાના મૂલ્યો માટે ઉભા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્રની આર્થિક નીતિઓની ટીકા પર, રઘુરામ રાજને કહ્યું કે તેઓ મનમોહન સિંહની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારની પણ ટીકા કરતા હતા અને રાજકારણમાં તેમના પ્રવેશને સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો. રઘુરામે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ભારત જોડો યાત્રામાં એટલા માટે જોડાયા કારણ કે તેઓ યાત્રાના મૂલ્યો માટે ઊભા રહેવા માગતા હતા. રાજકીય પક્ષમાં જોડવા માટે બિલકુલ નહીં.

    - Advertisement -

    રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં રઘુરામ

    ઉલ્લેખનીય છે કે ગત ડીસેમ્બર મહિનામાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જયારે રાજસ્થાન પહોંચી તે દરમિયાન તેમની આ ભારત જોડો યાત્રામાં પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજન પણ જોડાયા હતા. આ દરમિયાન તેઓ સતત રાહુલ ગાંધી સાથે ચાલતા જોવા મળ્યા હતા, અને છેક ટી-બ્રેક સુધી તે બન્નેએ ઘણી લાંબી ચર્ચાઓ કરી હતી. રાહુલ ગાંધી અને રઘુરામ રાજન વચ્ચે લગભગ અડધા કલાકથી વધુ સમય સુધી વાતચીત થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે તે બન્નેએ ડોક્યુમેન્ટ્રી માટે આર્થિક મુદ્દાઓ પર પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. UPAના દ્રિતીય કાર્યકાર્યકાળ દરમિયાન રઘુરામ રાજનને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર બનાવવામાં આવ્યા હતા. નોટબંધી સહીતના અનેક મુદાઓમાં મોદી સરકારની આલોચના કરનારા રઘુરામ રાજન આ યાત્રામાં જોવા મળતા તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળોને વેગ મળ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં