Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેનેડામાં ત્રણ પંજાબી ધાર્મિક ગાયકો ગાયબ: ભારત છોડવા પહેલાં ખાલિસ્તાની સમર્થક નેતા...

    કેનેડામાં ત્રણ પંજાબી ધાર્મિક ગાયકો ગાયબ: ભારત છોડવા પહેલાં ખાલિસ્તાની સમર્થક નેતા સાથે પડાવ્યો હતો ફોટો, વિક્ટોરિયામાં ફરિયાદ નોંધાઈ

    જસવિંદર સિંહ શાંતના કહેવા અનુસાર આ ત્રણ ગાયકો દયાબ થયા છે તેના પહેલા પણ ઘણા ગાયકો ગાયબ થયા છે.

    - Advertisement -

    કેનેડાને બીજા પંજાબ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે પંજાબ રાજ્યના નાગરિકો મોટી સંખ્યામાં કેનેડામાં સ્થાઈ થયા છે. જો કે કેનેડામાં ભારત વિરોધી ખાલીસ્તાનીઓ પણ મોટી સંખ્યામાં રહે છે જેઓ ત્યાં ભારત વિરોધી અને હિંદુ વિરોધી પ્રવૃતિઓ કરે જ છે. કેનેડામાં ખાલિસ્તાની દ્વારા  મંદિરો પર હમલાઓ કરાયા છે. હાલમાં જ કેનેડાથી પંજાબને લગતી એક ખબર આવી છે જેના કારણે પંજાબમાં ખલબલી મચી છે. મળતી માહિતી મુજબ કેનેડાના ગુરુદ્વારોમાં એક 6 મહિનાનો એક ધાર્મિક કાર્યક્રમ પ્રયોજિત કરવામાં આવ્યો હતો. જેના માટે પંજાબથી એક ધાર્મિક ગાયકોનો ( ઢાડી જત્થે ) સમૂહ કેનેડા પહોંચ્યો હતો. જેમાંથી 3 ધાર્મિક ગાયકો ગાયબ થઈ ગયા છે. આ ત્રણેય ગાયકોની કોઈ જ ભાળ મળી રહી નથી.

    આ ગાયક સમૂહના પ્રમુખ વ્યક્તિ અને વિખ્યાત ગાયક જસવિંદર સિંહ શાંત એક મીડીયા હાઉસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે “હરપાલ સિંહ ( 39 વર્ષ ), રણજિંતસિંહ રાણા ( 30 વર્ષ ) અને રાજેશસિંહ મહાય ( 36 વર્ષ ) છેલ્લી 22 જાન્યુઆરીથી કૈલગરીથી ગાયબ થયા છે. આ પહેલો કિસ્સો નથી કે પંજાબી ગાયકો ગાયબ થયા હોય તેના પહેલા પણ ઘણા ગાયકો ગાયબ થયા છે. જે ચિંતાનો વિષય છે.”

    સાથે જ જસવિંદર સિંહ શાંતે કહ્યું કે “આ ઘટના ઘણી દુર્ભાગ્યપૂર્ણ છે. આના કારણે શીખ ધર્મ, પંજાબ અને ભારતનું નામ ખરાબ થશે. આ ત્રણેયમાંથી હરપાલ અને રંજીતે ખાલીસ્તાની સમર્થક નેતા અને અમૃતસર શિરોમણિ અકાલી દળના પ્રમુખ સિમરનજીત સિંહ માન સાથે ફોટો પડાવ્યો હતો.”  તેમને આ ફોટા પાછળનો ઈરાદો સ્પષ્ટ નથી તેની ચોખવટ કરી હતી. વધુમાં જાણકારી આપતા જસવિંદર સિંહે કહ્યું હતું કે “હરપાલ અને રંજીતના વિઝા 23 ફેબ્રુઆરી સુધી જ માન્ય છે, જો કે આ લોકોએ તેનો વિસ્તાર કરવા માટે આવેદન આપ્યું હતું પરંતુ આ ઘટના બનતા અને તે આવેદન રદ કર્યું છે.”

    - Advertisement -

    આ આખો સમૂહ 6 મહિનાના ધાર્મિક યાત્રા પર નિકળ્યુ હતો, જેમાં તેઓ બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા ખાતે વૈશાખી તહેવારની ઉજવણીમાં ભાગ લેવાના હતા. આ વાતની જાણ વિક્ટોરિયા પોલીસને કરવામાં આવી છે. માટે તેમણે પણ આ ત્રણ ધાર્મિક ગાયકો ગાયબ થયાની ફરિયાદ નોંધી તપાસ ચાલુ કરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં