Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસિદ્ધૂનું પટિયાલા કોર્ટમાં સરેંડર , નવજોતસિંહ ને SC એ સંભળાવી હતી 1...

    સિદ્ધૂનું પટિયાલા કોર્ટમાં સરેંડર , નવજોતસિંહ ને SC એ સંભળાવી હતી 1 વર્ષની આકરી સજા

    પંજાબ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુએ સુપ્રિમ કોર્ટમાં પોતાની શરણાગતી માટે વધુ સમય માંગતી અરજી સાંભળવામાં ન આવતા પતિયાલા કોર્ટમાં સરેન્ડર કરી દીધું હતું.

    - Advertisement -

    સિદ્ધૂનું પટિયાલા કોર્ટમાં સરેંડર , કોર્ટે તેમને આત્મસમર્પણ કરવા માટે કહેતા સિદ્ધૂનું પટીયાલા કોર્ટમાં સરેંડર થયું હતું. કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધૂની મુશ્કેલી વધતી જાય છે. વર્ષો જૂના રોડ રેજ કેસમાં સુપ્રીમ કોર્ટે તેમને એક વર્ષની સજા ફટકારી છે. આજે સિદ્ધૂનું પટિયાલા કોર્ટમાં સરેંડર થયું હતું, ત્યારબાદ કોર્ટ આગળ સુનવણી હાથ ધરશે.

    આ પહેલાં તેમણે રોડ રેજ કેસમાં સરેંડર કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસે સમય આપવાનો અનુરોધ કર્યો હતો. તેના પર જસ્ટિસ એ એમ ખાનવિલકરની બેંચે સુનાવણી માટે ચીફ જસ્ટિસ એન વી રમના પાસે જવા માટે કહ્યું હતું. જોકે આજે એસસીમાં ચીફ જસ્ટિસે કોઇપણ કેસની મેંશનિંગ સાંભળવાની મનાઇ કરી હતી એવામાં સિદ્ધૂની અરજી પર આજે સુનાવણી થઇ શકી નહોતી જેથી તેમને પટિયાલા સેશન કોર્ટમાં સરેંડર કરી દીધું. સમાચાર એજન્સી એએનઆઇના અનુસાર તે થોડીવાર પહેલાં કોર્ટમાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા.

    સજા બાદ સિદ્ધૂએ શું કહ્યું?

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે ગુરૂવારે નવજોત સિંહ સિદ્ધૂને 1988 ના રોડ રેજ કેસમાં એક વર્ષની સશ્રમ કારાવાસની સજા સંભળાવી છે. આ ઘટનામાં 65 વર્ષીય એક વ્યક્તિનું મોત થયું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઓછી સજા આપવા માટે કોઇપણ પ્રકારની સહાનુભૂતિ ન્યાય પ્રણાલીને વધુ નુકસાન પહોંચાડશે અને કાયદાના પ્રભાવને લઇને જનતાના વિશ્વાસને નબળો પાડશે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કોંગ્રેસ નેતા સિદ્ધૂએ ટ્વીટ કર્યું હતું. ‘કાનૂનનું સન્માન કરીશ.’

    શું હતો આખો મામલો?

    સિદ્ધૂ અને તેમના સહયોગી રૂપિંદર સિંહ સંધૂ 27 ડિસેમ્બર 1988 ના રોજ પટિયાલામાં શેરાંવાલા ગેટ ક્રોંસિંગ પાસે એક રોડ વચ્ચે ઉભેલી જિપ્સીમાં હતા. તે સમયે ગુરનામ સિંહ અને બે અન્ય લોકો પૈસા નિકાળવા માટે બેંક જઇ રહ્યા હતા.

    જ્યારે તે ચોક પર પહોંચ્યા તો મારૂતિ કાર ચલાવી રહેલા ગુરનામ સિંહે જિપ્સીને રોડ વચ્ચે ઉભેલી જોઇ અને તેમાં સવાર સિદ્ધૂ અને સંધૂને તેને હટાવવા કહ્યું. આ બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઇ અને વાત મારામારી સુધી પહોંચી ગઇ. ગુરનામ સિંહને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.

    આ સુનાવણી પહેલા સિદ્ધુએ કોર્ટને અપીલ કરી હતી કે તેમને જેલમાં પુરીને વધુ સજા ન કરવામાં આવે. સિદ્ધુએ તેમની દોષરહિત રાજકીય અને રમતગમતની કારકિર્દી, સેવાભાવી પ્રવૃત્તિઓ, સામાજિક કલ્યાણના કાર્યો વગેરેને ધ્યાનમાં રાખીને નમ્ર દૃષ્ટિકોણની અપીલ કરી.

    સિદ્ધુએ બેંચને એ પણ ધ્યાનમાં લેવા કહ્યું કે “SCએ અગાઉ આ ઘટનાને ત્રણ દાયકાથી વધુ સમય વીતી ગયો હોવાનું કહીને નરમ વલણ અપનાવ્યું હતું. SC એ પણ નોંધ્યું હતું કે આરોપી અને પીડિત વચ્ચે ભૂતકાળમાં કોઈ દુશ્મનાવટ નથી. કોર્ટે એ હકીકતને પણ ધ્યાનમાં લીધી કે આરોપીઓએ કોઈ હથિયારનો ઉપયોગ કર્યો નથી.”

    અગાઉ પણ એક કોંગ્રેસ નેતાને 1988ના રોડ અકસ્માતની ઘટનામાં માત્ર 1000 રૂપિયાના દંડ સાથે છોડી દેવામાં આવ્યા હતા. મે 2018 માં, હરિયાણા અને પંજાબ હાઈકોર્ટના ચુકાદાને અમાન્ય ગણી સુપ્રીમ કોર્ટે માનવહત્યા માટે સિદ્ધુને દોષિત ઠેરવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં